ઘી કેમ્બે એજ્યુકેશન સોસાયટીનો બાળકો અભિનવ સફળ પ્રયાસ મન મૂકી ગરબે ઘૂમ્યા ખંભાતની શાળાઓના બાળકો



પ્રથમ દિવસે ઉદ્ઘાટન સમારંભમાં ખંભાતના ધારાસભ્ય મયુર રાવલ,નગરપાલિકા પ્રમુખ યોગેશ ઉપાધ્ય સહિતના અગ્રણીઓએ હાજરી આપી ઉદ્ઘાટન કર્યું હતું।આ પ્રસન્ગે ઘી કેમ્બે એજ્યુકેશનસોઅસયટીના પ્રમુખ ચંદ્રકાન્ત ઝવેરી,મંત્રી હેમેન્દ્રભાઈ શાહ,ઉપપ્રમુખ ભરતભાઈ શાહ,માનદમંત્રી સમીરભાઈ શાહ,ક્રિષ્નભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રસંગે ધારાસભ્ય મયુરભાઈ રવાળાએ જણાવ્યું હતું કે,ઘી કેમ્બે એજ્યુકેશન સોસાયટી હંમેશા બાળકો માટે સતત પ્રવૃતિશીલ છે.બાળકો નિર્ભયી બની સારી રીતે ગરબે ઘૂમી શકે તે માટે આ સુંદર આયોજન અભિનંદનને પાત્ર છે.પ્રમુખ ચંદ્રકાન્ત ઝવેરી સહિતના અગ્રણીઓ આ સુકાન સાંભળે છે તે વિકાસ માટે સુવર્ણ તક છે.તેમના દ્વારા ખંભાતમાં અનેક શિક્ષણ,સાહિત્ય,સાંસ્કૃતિક કર્યો થયા છે.શિક્ષણના ભેખધારીઓ અભિનંદનને પાત્ર છે.
આવનાર દિવસોમાં સંસ્થાને જે કોઈ જરૂર હશે તે માટે અમે પ્રયત્નશીલ રહીશું।
આ પ્રસન્ગે યોગેશ ઉપધ્યે જણાવ્યું હતું કે,નવરાત્રી મહોત્સવની આટલી સુંદર ઉજવણી સનસ્થાન સંચાલકોને આભારી છે.બાળકો અને કર્મચારીઓ મન મૂકી ગરબે ઘૂમી શકે તે માટે સુંદર આયોજન કર્યું છે.સંસ્થા ના હૈયે બાળકોનું હિટ વસેલું છે.પાલિકાની જયારે જરૂર હોઈ સંસ્થાને મદદ કરશે।
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો