શિક્ષક-પ્રશિક્ષણ ક્ષેત્રે વર્ગખંડમાં નવીનીકરણ

શિક્ષક-પ્રશિક્ષણ ક્ષેત્રે વર્ગખંડમાં નવીનીકરણ ( અસરકારક વર્ગખંડ યોજનાઓ )

શિક્ષક-પ્રશિક્ષણ ક્ષેત્રે વર્ગખંડમાં નવીનીકરણ ( અસરકારક વર્ગખંડ યોજનાઓ )
·         પ્રસ્તાવના

શિક્ષક-શિક્ષણમાં નવીનીકરણ માટે અમરજીત સિંહ (MHRD) ભારત સરકાર નવી દિલ્હી દ્વારા યોજના વિઝન અને યોજના મિશનમાં અસરકારક રીતે જે-તે સંસ્થાઓ દ્વારા શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો હાંસલ થાય અને સ્વાસ્થ્ય તબીબી સંસ્થાઓ સાથે અસરકારક જોડાણ દ્વારા ક્ષમતા નિર્માણની કામગીરી અને અસરકારકતા વધારવા, ઇન્ફ્રાસ્ટ્રકચર મજબૂત કરવા માટે ટેકનોલોજી આધારિત અને સર્વગ્રાહી ગુણવત્તા ધોરણોનો ઉપયોગ કરવામાં આવેલ છે, એનો સમાવેશ થયેલ છે.
શિક્ષક-પ્રશિક્ષણમાં નવીનતામાં અસરકારક વર્ગખંડ યોજનાઓની વાત કરીએ તો ઓછાવત્તા પ્રમાણની સુવિધા વર્ગખંડની વ્યવસ્થા ઔચિત્યપૂર્ણ હોય એ જરૂરી છે. ચાર દીવાલોથી આવૃત જગ્યામાં યથેચ્છ પાટલીઓ, ટેબલ-ખુરશી અને કાળું પાટિયું ગોઠવી દેવાથી આદર્શ વર્ગખંડ બની જતો નથી. વિચારપૂર્વક તેની યોજના કરવી જોઈએ , કારણ કે તે જ્ઞાનયજ્ઞ માટેનું દિવ્ય સ્થાન છે. તેના ભૌતિક-અભૌતિક, બંને પાસાં ધ્યાનમાં લેવાં જોઈએ. કેવો હોવો જો વર્ગખંડ?એ વિશે હવે આપણે શિક્ષણ પધ્ધતિઓને વધુ અસરકારક બનાવવા માટેના ૧૬ પ્રકારના નવીન વિચારો વિશે નીચે મુજબ જોઈશું.

(૧) સર્જનાત્મક શિક્ષણ
(૨) દૃશ્ય અને શ્રાવ્ય સાધનો
(૩) વાસ્તવિક દુનિયામાં શિક્ષણ
(૪) બ્રેઈન સ્ટોર્મીંગ
(૫) વર્ગખંડની બહારના વર્ગો
(૬) ભૂમિકા ભજવણી
(૭) સ્ટોરીબોર્ડ શિક્ષણ
(૮) નવા વિચારોનું સ્વાગત કરો
(૯) વર્ગખંડનું પર્યાવરણ ઉત્તેજિત હોવું જોઈએ
(૧૦) નવા શોખ વિશે વિચારો
(૧૧) ટીમ તરીકે મળીને કામ કરવું
(૧૨) કોયડા અને રમતો
(૧૩) સ્કૂલ ક્લબો અથવા જૂથો શરૂ કરો
(૧૪) સર્જનાત્મકતા પર પુસ્તકોનો સંદર્ભ લો
(૧૫) જે કરો છો તેને ચાહો
(૧૬) એક વાર્તા જેવા પાઠ દાખલ કરો.


(૧) સર્જનાત્મક શિક્ષણ
        આ પ્રકારના શિક્ષણ દ્વારા શિક્ષક-પ્રશિક્ષણ ક્ષેત્રે અધ્યાપકો દ્વારા તાલીમાર્થીઓની સર્જનાત્મક શક્તિને વિકસિત કરવા માટે તમામ વિષયોમાં સર્જનાત્મકતાના પાસાંઓ લાવવા માટેના પ્રયત્નોની વાત કરવામાં આવી છે.
        જેમ કે, ગણિત, વિજ્ઞાન અથવા ઈતિહાસ જેવા વિષયોને કઈ રીતે વધારે રસપ્રદ બનાવી શકાય એ માટેની તાલીમ અધ્યાપકો દ્વારા તાલીમાર્થીઓને આપવામાં આવે છે. જેથી કરીને એ જ તાલીમાર્થી જયારે શિક્ષક તરીકેની પોતાની ફરજ બજાવશે ત્યારે પોતાના વર્ગખંડમાં એનો ઉપયોગ કરી શકે. આ માટે તેઓ વિવિધ ચિત્રો, ચાર્ટોનો ઉપયોગ કરીને તાલીમાર્થીઓની સર્જનાત્મક દ્રષ્ટિ વિકસે એ માટેના પ્રયત્નો કરે છે.

(૨)  દૃશ્ય અને શ્રાવ્ય સાધનો
        અહીં વિવિધ પ્રકારના મોડેલો, ફિલ્મસંશોધન, મુવીઝ અને સચિત્ર સામગ્રી સાથે પાઠ્યપુસ્તકોમાં આપેલ માહિતીને રજૂ કરી શકાય છે.

(૩) વાસ્તવિક દુનિયામાં શિક્ષણ
        અહીં વાસ્તવિક દુનિયાના અનુભવોને આવરી લેવાથી એ શિક્ષણ ક્ષણોને આજીવન સ્મૃતિમાં કેદ કરી શકાય છે.

(૪) બ્રેઈન સ્ટોર્મીંગ
        એક વિચાર રજૂ કરવામાં આવે છે. તેના પર મનોમંથન શરૂ થતા અસંખ્ય વિચારો એકબીજા સાથે અથડાતા અંતે એક વિચાર તેમના મનમાં સ્પાર્ક થાય છે. આને ‘મગજનું ઘમ્મરવલોણું’ કહેવામાં આવે છે.
દા.ત., જો તમે શિક્ષણમંત્રી બની જાઓ તો..........???

(૫)  વર્ગખંડની બહારના વર્ગો
        કુદરતી પર્યાવરણનો અનુભવ મળે છે. વાસ્તવિક દુનિયાને પ્રત્યક્ષ નિહાળે છે.    તેથી જોયેલું, સ્પર્શેલું, અનુભવેલું તેમને લાંબા સમય સુધી યાદ રેહશે.
(૬) ભૂમિકા ભજવણી
        ખાસ કરીને સાહિત્ય, ઈતિહાસ અથવા વર્તમાન ઘટનાઓનું શિક્ષણ આપવાનું હોય ત્યારે ભૂમિકા ભજવણીથી શીખવી શકાય છે.

(૭) સ્ટોરીબોર્ડ શિક્ષણ
        વિવિધ વિષયોને લગતા સ્ટોરીબોર્ડ બનાવીને પગલું થી પગલું યાદ રાખીને અથવા કલ્પનાત્મક વિચારો થકી વિષયને લગતી ઘણી બધી બાબતોની માહિતી મેળવી શકાય છે.

(૮) નવા વિચારોનું સ્વાગત કરો
        જેમાં ભય ના હોય એવા વિચારો મુક્તમને સ્વીકરવા જોઈએ. વિદ્યાર્થીઓએ રજૂ કરેલ બાબતોનો સ્વીકાર કરવો.

(૯) વર્ગખંડનું પર્યાવરણ ઉત્તેજિત હોવું જોઈએ
        વર્ગખંડનું ભાવાવરણ યોગ્ય પ્રકારનું હોવું જોઈએ. શિક્ષક-વિદ્યાર્થી સંબંધો લાગણીયુક્ત હોય તો આવું વાતાવરણ ઉપસ્થિત થાય છે.

(૧૦) નવા શોખ વિશે વિચારો
        દરેક તાલીમાર્થી પોતાના અંદર પડેલા શોખો વિશે વિચારે અને તેને પુરા કરવા માટેનો પ્રયત્ન કરે તો પણ એક આત્મવિશ્વાસ તેમનામાં બંધાતા તેઓ વર્ગમાં ક્રિયાશીલ બને છે.

(૧૧) ટીમ તરીકે મળીને કામ કરવું
        વર્ગમાં વિદ્યાર્થીઓ સાથે મળીને કામ કરે તેમજ શિક્ષક પણ તેમાં સમાન ભાગ લે તો સારી રીતે અધ્યાપન કાર્ય કરાવી શકાય છે.

(૧૨) કોયડા અને રમતો
        વિવિધ કોયડા ઉકેલ અને વિવિધ રમતો વર્ગખંડમાં રમાડીને વર્ગખંડનું વાતાવરણ હળવાશવાળું બનાવી શકાય છે.


(૧૩) સ્કૂલ ક્લબો અથવા જૂથો શરૂ કરો
        શાળાઓમાં સ્કૂલક્લબો રચવા જોઈએ. જેના સદસ્યો વિદ્યાર્થીઓ હોય. અને એવા વિવિધ જૂથો રચવા જોઈએ. જેમ કે, વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળ.


(૧૪) સર્જનાત્મકતા પર પુસ્તકોનો સંદર્ભ લો
        વિવિધ પુસ્તકોની મદદથી નવા નવા સર્જનાત્મક કાર્યો કયા કયા કરાવી શકાય એ બાબતની નોંધ લઈ શકાય છે.


(૧૫) જે કરો છો તેને ચાહો
        જે કામ હાથમાં લીધું છે તેને પૂરી નિષ્ઠાથી કરવાની ભાવના વિકસાવવી જોઈએ. જે કામ માં મન નથી તેને પડતું મુકીને જેમાં મન/ઈચ્છા ધરાવો છો એ કામને જ પ્રાધાન્યતા આપવી જોઈએ.


(૧૬) એક વાર્તા જેવા પાઠ દાખલ કરો.
        દરેક એકમ પાઠોને વાર્તા સ્વરૂપે રજૂ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ માટે ઈન્ટરનેટ માધ્યમથી વિવિધ એકમને લગતી તજજ્ઞો દ્વારા રજૂ કરેલી ટેકનિકોનો ઉપયોગ કરવો જોઈએ. જેથી દરેક વિષયવસ્તુને વાર્તા સ્વરૂપે રજૂ કરી શકાય.


 સંદર્ભ :-  http://www.edsys.in/16-innovative-ideas-make-teaching-methods-effective/


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વર્ષો આધારે કઈ ઉજવણી ક્યારે?ઉજ્વણીનું નામ

શૈક્ષણિક ઈનોવેશન-શિક્ષણની ગુણવતા પંથે

સન્માન પત્ર word ફાઈલ