આણંદમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો

આણંદમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો

સમાજમાં કન્યા કેળવણીનો વ્યાપ વધારવા છેલ્લા પાંચ વર્ષથી રાજ્ય સરકાર દ્વારા ૧૦૦ ટકા નામાંકન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જ્ઞાનવાહિની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેના કારણે સમાજમાં કન્યાકેળવણીનો વ્યાપ વધ્યો છે. એટલું જ નહીં ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટયો છે.આઅભિયાનમાંખંભાતનીશ્રીમાધવલાલ શાહ હાઈસ્કૂલનું વિશેષ યોગદાન રહ્યું છે.શાળાના શિક્ષકો દ્વારા જિલ્લા કલેક્ટર સાથે અનુસંધાન સાધી ડ્રોપઆઉટનો સર્વે અને ઉપાયો સૂચવી સતત પ્રયાસો હાથ ધરાયા છે.

આણંદ જિલ્લામાં ગત વર્ષે ૯૪૦પ કન્યાઓ સહિત કુલ ૨૦૩૭૫ બાળકોને શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે ૧૦૧૩૮ કન્યાઓ સહિત કુલ ૨૧પ૦૧ બાળકોને ધો.૧માં પ્રવેશ આપવામાં આવશે. આંગણવાડીમાં ૮૩૭૯ કુમાર અને ૭૬૪૮ કન્યા સહિત ૧૬૦ર૭ ભુલકાઓને પ્રવેશ આપવામાં આવશે. એમ કલેકટર આર.એન.જોષીએ જણાવ્યું છે. કન્યા કેળવણી રથયાત્રામાં છ પદાધિકારીઓ સહિત ૨૦ જેટલા ઉચ્ચ અધિકારીઓ રથનું સુકાન સંભાળશે. 
જિલ્લા ૩૫૪ ગામોમાં કન્યા કેળવણી જ્ઞાનવાહિની રથયાત્રા કન્યા કેળવણી અંગે સમાજમાં લોકચેતના જગાડશે. કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તે હેતુથી રાજ્ય સરકાર દાતાઓ અને શિક્ષણવિદોના સહયોગથી શાળામાં પ્રવેશ પામતી દિકરીને રૂ.૧૦૦૦/-ના વિધ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવશે. કન્યા કેળવણી જ્ઞાનવાહિની રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવની સફળતા થકી ‘જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે’ તે ઉકિતને સાચા અર્થમાં ચરિતાર્થ કરવામાં આવશે. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત મહાનુભાવો દ્વારા દરેક શાળામાં પુસ્તક તરતુ મુકવામાં આવશે.

સૌથી વધુ સાક્ષરતા દર આણંદ તાલુકામાં

આણંદ જિલ્લામાં ૨૦૦૧ની વસતિ ગણતરી મુજબ પુરુષ સાક્ષરતા દર ૮૬.૧ ટકા જ્યારે મહિલા સાક્ષરતા દર ૬૧.૯ ટકા અને જિલ્લામાં કુલ ૭૪.પ ટકા સાક્ષરતા દર નોંધાયો છે. આણંદ તાલુકામાં પુરુષ ૯૦.૧ ટકા, સ્ત્રી ૭૦.૨ ટકા અને કુલ ૮૦.૭ ટકા સાક્ષરતા દર છે. ઉમરેઠમાં પુરુષ ૮૬.૮ ટકા,સ્ત્રી પ૭.૮ ટકા કુલ ૭૨.૯ ટકા, બોરસદમાં પુરુષ ૮પ.ર ટકા, સ્ત્રી પ૮.૧ ટકા કુલ ૭૨.ર ટકા, આંકલાવમાં પુરુષ ૮૩.૮ ટકા, સ્ત્રી પ૩.૭ ટકા કુલ ૬૯.પ ટકા, પેટલાદમાં પુરુષ ૮પ.૬ ટકા, સ્ત્રી ૬૨.૯ ટકા અને કુલ ૭૪.૭ ટકા, સોજિત્રામાં પુરુષ ૮૨ ટકા, સ્ત્રી પ૬.૪ ટકા, કુલ ૬૯.૭ ટકા, ખંભાતમાં પુરુષ ૮૩.૪ ટકા, સ્ત્રી ૬૦.૭ ટકા કુલ ૭૬.પ ટકા અને તારાપુરમાં પુરુષ ૮૦.૪ ટકા, સ્ત્રી પ૧.૭ ટકા કુલ ૬૬.૬ ટકા સાક્ષરતા છે. જિલ્લામાં વધુ સાક્ષરતા દર આણંદ તાલુકામાં ૮૦.૭ ટકા, જ્યારે સૌથી ઓછો ૬૬.૬ ટકા તારાપુર તાલુકામાં છે.

 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વર્ષો આધારે કઈ ઉજવણી ક્યારે?ઉજ્વણીનું નામ

શૈક્ષણિક ઈનોવેશન-શિક્ષણની ગુણવતા પંથે

સન્માન પત્ર word ફાઈલ