ખંભાતમાં શ્રી માધવલાલ શાહ હાઈ.ખાતે પ્રાણીઓની જાળવણી અંગે બાળકોને માહિતગાર કરાયા



ખંભાતમાં પ્રાણીઓની જાળવણી અંગે બાળકોને માહિતગાર કરાયા
શ્રી માધવલાલ શાહ હાઈસ્કૂલમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ
ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી માધવલાલ શાહ હાઈસ્કૂલમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.જેમાંબાળકોને સિંહોના મોત અને તે માટે જાગૃતિની માહિતિ આપવામાં આવી હતી.આ પ્રસંગે આર.એફ.ઓ દિલીપસિંહ ડાભી ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાણીઓની વાસ્તવિક સ્થિત અને સંવર્ધનની સમજ આપી હતી.
આ પ્રસંગે ખંભાતના  ફોરેસ્ટરની અધ્યક્ષતા હેઠળ બાળકોમાં વન્ય પ્રાણી અંગે માહિતી મેળવે તે હેતુથી કવીઝ સ્પર્ધાનું આયોજન કરવા માં આવ્યું.
R F O શ્રી દિલીપસિંહ ડાભી એ વન્ય પ્રાણીને કેવીરીતે સાચવવા,અને તે માટે સમાજ ની શુ ભૂમિકા છે તે સમજાવ્યું હતું.આત્યારે ગિરનારમાં સિંહ ની જાળવણી કેવી રીતે રખાય છે તેનીમાહિતી આપી લીકોની ફરજો સમજાવી હતી.
દિલીપસિંહ ડાભી જણાવ્યું હતું કે, સિંહ વિશે જાણવા જેવી વાત કરીએ તો તેનું વૈજ્ઞાનિક નામ પંથેરા, લિયો, પર્સિકા છે. સિંહના ખભાની ઉંચાઈ 107 સેન્ટીમિટરથી 120 સેન્ટીમિટર હોય છે. તેની ખોપડીની લંબાઈ 33-થી 340 મિલીમિટર હોય છે. માથુ અને શરીરનું માપ 1.97 મીટર જેટલું હોય છે. તો પૂંછડીનું માપ 31થી 35 ઈંચ જેટલું છે. એક પુખ્ત સિંહની કુલ લંબાઈ 2.82થ 2.87 મીટર હોય છે. નર સિંહનું વજન 150થી 250 કિલો અને માદા સિંહનું વજન 120થી 180 કિલો હોય છે. તેનો મેટીંગ પીરિયડ ત્રણથી આઠ દિવસનો હોય છે. સિંહણનો ગર્ભદાન 100થી 110 દિવસનો હોય છે. અને તે 1થી લઈને 5 બચ્ચાને જન્મ આપતી હોય છે. બચ્ચા બે વર્ષના ન થાય ત્યાં સુધી સિંહણ ફરી વખત મેટિંગ માટે તૈયાર થતી નથી. પરંતુ સિંહ મેટિંગમાં લેવા માટે ઘણી વખત બચ્ચાંને મારી નાંખે છે. અથવા બચ્ચાં કુદરતી રીતે મોતને ભેટે છે તેવા કિસ્સાઓ બનતા હોય છે. 1થી 6 વર્ષના સિંહને પુખ્ત ગણવામાં આવે છે. અને તેનું આયુષ્ય 16થી 18 વર્ષ સુધીનું હોય છે. 2012થી 2016 વચ્ચે હાથ ધરવામાં આવેલા એક અભ્યાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે સિંહણો દર વખતે મેટિંગ માટે અલગ અલગ સિંહો અને તેમાં પણ પ્રબળ સિંહ સાથે જ મેટિંગ કરે છે. અને તેના બચ્ચઓ બે વર્ષના થયા બાદ માતાના ગ્રુપથી અલગ પડી જાય છે. અને નવી વસાહતની શોધખોળમાં લાગી જાય છે.
આ પ્રસંગે તેમણે સાપના પ્રકાર તેમજ સાપ કરડે તો શું કરવું તે સમજાવ્યું હતું.તેઓએ વન્ય પ્રાણી અને પર્યાવરણ ની જાળવણી  કેવી રીતે કરાય તે માહિતી આપી.
આ પ્રસંગે શાળા આચાર્ય રોહિતભાઈ સુથારે પણ પ્રાણીઓની માહિતી આપી તેને મિત્રભાવે સમજવાની માહિતિ આપી હતી.

માનવીય ભૂલનો શિકાર એશિયાટિક સિંહ

માણસની ભૂલોને કારણે એશિયાટિક (એશિયાઈ) સિંહના આકસ્મિક મૃત્યુ થઈ રહ્યાં છે. માણસ અને સિંહો વચ્ચેના સંઘર્ષમાં સિંહો જ મોતને ઘાટ ઊતરી રહ્યાં છે.
ગુજરાતના એશિયાટિક સિંહની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો અને ગીર જંગલનાં સુરક્ષિત સ્થાનની જગ્યાએ જંગલ બહારની અસુરક્ષિત જગ્યાએ સિંહો ફરી રહ્યા છે.
પરિણામે સિંહના આકસ્મિક મોત થઈ રહ્યાં છે. વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭માં ૩૨ સિંહના આકસ્મિક મૃત્યુ થયાં હતાં.

એશિયાટીક સિંહોના અંતિમ સ્થાન ગીર 
ગીર દુનિયાભરમાં એશિયાટીક સિંહોના અંતિમ સ્થાન તરીકે જાણીતું છે. માત્ર ગીરમાં જ બચેલા એશયાઈ સિંહોની સંખ્યામા વર્ષ 1968 સુધી સતત ઉતાર-ચડાવ આવ્યો હતો. બાદમાં 1974થી લઈને આજ દીન સુધી સતત વધારો નોંધાતો આવ્યો છે. જેમાં 1913માં ગીરમાં 20થી પણ ઓછા સિંહો નોંધાયા હતા. જે આ જે 523ની સંખ્યા પાર કરી છે. સરકાર દ્વારા લુપ્ત થતી પ્રજાતી તરીકે સુચિત કરવામાં આવેલા ગીરના સિંહોએ આજે પોતાનું મૂળ રહેણાંક ગીરને બદલે ચાર જિલ્લાના 1800 ગામડાઓમાં વસવાટ શરૂ કર્યો છે. જેમાં સિંહોની સંખ્યા વધવાની સાથે સાથે તેનો વિસ્તાર પણ રોજબરોજ સતત વધતો જાય છે.
- દિલીપસિંહ ડાભી,આર.એફ.ઓ ખંભાત

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વર્ષો આધારે કઈ ઉજવણી ક્યારે?ઉજ્વણીનું નામ

શૈક્ષણિક ઈનોવેશન-શિક્ષણની ગુણવતા પંથે

સન્માન પત્ર word ફાઈલ