ઐતીહાસીક દાંડીકુચ અને શ્રી માધવલાલ શાહ
ઐતીહાસીક દાંડીકુચ અને શ્રી માધવલાલ શાહ
-શૈલેષ રાઠોડ
ઈતીહાસની ઝાંખી કરીશું તો એવું જોવા મળશે કે સ્થાનીક ધરતી ઉપર જે કંઈ પાકે છે તેની ઉપર તે તે પ્રજાનો અધીકાર હોય છે. કુદરતની કૃપાથી, કુદરતી
વીસ્તારમાં જે કંઈ ઉત્પન્ન થતું હોય તેની ઉપર અંકુશ મુકવો કે કરવેરા નાખવા
તે ત્યાંની પ્રજાને અન્યાય કરવા બરાબર છે. બ્રીટીશ સરકારે ભારતમાં નમકનો
કાયદો કરી ૨૪૦૦ ટકા નમકવેરો નાખ્યો હતો. તે દ્વારા વરસે દહાડે ૬ કરોડ
રુપીયા સરકારની તીજોરીમાં જમા થતા હતા.
આ અન્યાયનો પ્રતીકાર કરવા ગાંધીજીએ ૧૯૩૦ની સાલમાં એક જબરજસ્ત લડત ઉપાડી, અને તે માટે નવસારી પાસે આવેલા દાંડી ગામની પસંદગી કરી.આ દાંડીકૂચમાં માતર અને ખંભાતને કર્મભૂમિ બનાવી લોકચેતના જગાવવાથી માંડી ખંભાતના ઉત્તમ ધારાસભ્ય તરીકેની ભૂમિકા ભજવનાર શ્રી માધવલલાલ શાહ ગુજરાતનું ગૌરવ હતા.તેઓ મહાત્મા ગાંધી સાથે દાંડીકુચમાં અગ્રિમ ભૂમિકામાં રહી,લડતમાં ખભેખભા મિલાવીભાલ-ચરોતરનું પ્રતિનિધિત્વ કર્યું.ખંભાત,માતર,કનેવાલ સહિતના વિસ્તારોમાં અનેક સંસ્થાઓ અને વિશેષ શાળાઓ ઊભી કરનાર શ્રી માધવલાલ શાહ સ્વભાવે કડક કર્મે દયાળુ હતા.મહાત્મા ગાંધી શ્રી માધવલાલ શાહના કર્યો અને વિચારોથી પ્રભાવિત થયા હોય તેમણે તેમને દાંડીયાત્રાના સાથે અને સારથિ બનાવ્યા હતા.મહાત્મા ગાંધી શ્રી માધવલાલ શાહ સાથે વારંવાર આપાતકાલીન પરિસ્થિતમાં ચર્ચા કરતાં અને માહિતી મેળવતા.
હીન્દુસ્તાન
પાસે ૪૮૦૦ કીલોમીટરનો વીશાળ દરીયા કીનારો છે. આ દરીયા કીનારા ઉપર અનેક
શહરો વસેલાં છે. આ બધાં શહેરો પૈકી ગાંધીજીએ દાંડી જેવા નાના ગામને જ શા
માટે પસંદગી આપી હશે?અમદાવાદથી સીધા જ ખંભાત એક દિવસમાં આવી દાંડીયાત્રા કેમ સમાપ્ત ન કરી?શ્રી માધવલાલ શાહ સાથે ચર્ચાને અંતે દાંડી ઉપરયાત્રાની મહોર વાગી હતી.
ગાંધીજીએ
દક્ષીણ આફ્રીકામાં રંગભેદની નીતી સામે જે લડત ઉપાડેલી અને તેમાં સફળતા
મેળવેલી તેમાં તેમને કાંઠાની પ્રજાનો સહકાર મળ્યો હતો. આટનાના શ્રી ફકીરા અને
મટવાડના નાના સીતા એમના સાથીદારો હતા.તે સીવાય શ્રી કાછલીયા અને સાલેજના
પ્રાગજીભાઈ ખંડુભાઈ જેવા બીજા અનેક વફાદાર યુવાનો એમની સાથે હતા. તેમની
દેશદાઝ અને બલીદાનની ભાવનાનો ગાંધીજીને પરીચય થઈ ગયો હતો. માતૃભુમી
પ્રત્યની તેમની ભક્તી અને વફાદારીને કારણે ગાંધીજીએ દાંડી ગામની પસંદગી કરી
હોય એમ બનવા સંભવ છે આ યાત્રામાંભાલ-ચરોતરના સેવાકર્મી શ્રી માધવલાલ શાહ થી લઈ નેપાળના ખડકબહાદુર સામેલ હતા.ભરતભરના સેવકર્મીઓ દેશમાં જુવાળ પેદા કરી શકે તે હેતુ પણ દાંડીકૂચ માં સમાયેલો હતો.
ગાંધીજીની લડવાની રીત અનોખી હતી. ચોરીછુપીથી કે છળકપટથી કંઈ કરતા નહીં. ડંકો વગાડીને સામેવાળાને જાણ કરતા. બને ત્યાં સુધી સમાધાન કરવાનો પ્રયત્ન કરતા. સમાધાન ન જ થાય તો પોતે જે નક્કી કર્યું હોય તે કરતા.દાંડીકુચ કરતાં પહેલાં એમણે સમાધાન માટે લૉર્ડ અર્વીનને વીગતવાર પત્ર લખ્યો. એ પત્ર રેજીનાલ્ડ રેનલ્ડ્સ નામના એક યુવાન મારફતે હાથોહાથ પહોંચાડ્યો, પણ એનો પ્રતીસાદ મોળો હતો. બોદો હતો. પત્ર વાંચીને ગાંધીજીએ કહ્યું: “પગે પડીને મેં જ્યાં ખાવાનું માગ્યું ત્યાં ભાણામાં મને પથરા મળ્યા!” એટલે પછી લડત અનીવાર્ય બની ગઈ. લડત માટે એમણે આખા દેશમાંથી પોતાન ૮૧ ચુનંદા બલીદાની સાથીદારોની પસંદગી કરી.શ્રી માધવલાલ શાહ છેવટના અંતેવાસી બની દાંડીના સાક્ષી બન્યા.તેઓ અડગ રહી અંગ્રેજોએ સામે લડત આપતા રહી દાંડીના અંતિમ પડાવ સુધી પહોચ્યા હતા.તેમના યોગદાનને ગાંધીએ વધાવ્યું હતું.
દાંડીકુચના એક્યાસી સૈનીકો
1. મહાત્મા ગાંધીજી ગુજરાત વય ૬૧
2. પ્યારેલાલજી પંજાબ વય ૩૦
3. છગનલાલ નથ્થુભાઈ જોષી ગુજરાત વય ૩૫
4. પંડીત નારાયણ મોરેશ્વર ખરે મહારાષ્ટ્ર વય ૪૨
5. ગણપતરાવ ગોડસે મહારાષ્ટ્ર વય ૨૫
6. પૃથ્વીરાજ લક્ષ્મીદાસ આસર કચ્છ વય ૧૯
7. મહાવીર ગીરી નેપાલ વય ૨૦
8. બાળ દત્તાત્રેય કાલેલકર મહારાષ્ટ્ર વય ૧૮
9. જયંતી નથ્થુભાઈ પારેખ ગુજરાત વય ૧૮
10. રસીક દેસાઈ ગુજરાત વય ૧૭
11. વીઠ્ઠલ લીલાધર ઠક્કર(પહેલા શહીદ)ગુજરાત વય ૧૬
12. હરખજી રામજીભાઈ હરીજન ગુજરાત વય ૧૮
13. તનસુખ પ્રાણશંકર ભટ્ટ ગુજરાત વય ૨૦
14. કાંતીલાલ હરીલાલ ગાંધી ગુજરાત વય ૨૦
15. છોટુભાઈ ખુશાલભાઈ પટેલ ગુજરાત વય ૨૦
16. વાલજીભાઈ ગોવીંજી દેસાઈ ગુજરાત વય ૩૫
17. પન્નાલાલ બાલાભાઈ ઝવેરી ગુજરાત વય ૨૫
18. અબ્બાસ ગુજરાત વય ૨૦
19. પુજાભાઈ શાહ ગુજરાત વય ૨૫
20. માધવજીભાઈ ઠક્કર કચ્છ વય ૪૦
21. નારણજીભાઈ કચ્છ વય ૨૨
22. મગનભાઈ વોરા કચ્છ વય ૨૫
23. ડુંગરશીભાઈ કચ્છ વય ૨૭
24. સોમાલાલ પ્રાગજીભાઈ પટેલ ગુજરાત વય ૨૫
25. હસમુખરાય જોખાકર ગુજરાત વય ૨૫
26. દાઉદભાઈ (મુસ્લીમ) મુંબઈ વય ૨૫
27. રામજીભાઈ વણકર ગુજરાત વય ૪૫
28. દીનકરરાય પંડ્યા ગુજરાત વય ૩૦
29. દ્વારકાનાથ મહારાષ્ટ્ર વય ૩૦
30. ગજાનન ખરે મહારાષ્ટ્ર વય ૨૫
31. જેઠાલાલ રુપારેલ કચ્છ વય ૨૫
32. ગોવીંદ હરકરે મહારાષ્ટ્ર વય ૨૫
33. પાંડુરંગ મહારાષ્ટ્ર વય ૨૨
34. વીનાયક આપ્ટેજી(શારદાબેન) મહારાષ્ટ્ર વય ૩૩
35. રમધીરરાય સંયુક્તપ્રાંત વય ૩૦
36. સુલતાનસીંહ રાજપુતાના વય ૨૫
37. ભાનુશંકર દવે ગુજરાત વય ૨૨
38. મુનશીલાલ સંયુક્તપ્રાંત વય ૨૫
39. રાઘવજી કેરલ વય ૨૫
40. રાવજીભાઈ નાથાભાઈ પટેલ ગુજરાત વય ૩૦
41. શીવાભાઈ ગોકળભાઈ પટેલ ગુજરાત વય ૨૭
42. શંકરભાઈ ભીખાભાઈ પટેલ ગુજરાત વય ૩૫
43. જશભાઈ ઈશ્વરભાઈ પટેલ ગુજરાત વય ૨૦
44. સુમંગલપ્રકાશજી સંયુક્તપ્રાંત વય ૨૫
45. ટાઈટસજી કેરલ વય ૨૫
46. કૃષ્ણ નાયર કેરલ વય ૨૫
47. તપન નાયર કેરલ વય ૨૫
48. હરીદાસ વરજીવનદાસ ગાંધી ગુજરાત વય ૨૫
49. ચીમનલાલ નરસીલાલ શાહ ગુજરાત વય ૨૪
50. શંકરન કેરલ વય ૨૫
51. સુબ્રહ્મણ્યમ આંધ્ર પ્રદેશ વય ૨૫
52. રમણીકલાલ મગનલાલ મોદી ગુજરાત વય ૩૮
53. મદનમોહન ચતુર્વેદી રજપુતાના વય ૨૭
54. હરીલાલ માહીમતુરા મુંબઈ વય ૨૭
55. મોતીબાસદાસ ઉત્કલ વય ૨૦
56. હરીદાસ મજમુદાર ગુજરાત વય ૨૫
57. આનંદ હીંગોરાની સીંધ વય ૨૪
58. મહાદેવ માર્તંડ કર્ણાટક વય ૧૮
59. જયંતીપ્રસાદ સંયુક્તપ્રાંત વય ૩૦
60. હરીપ્રસાદ સંયુક્તપ્રાંત વય ૨૦
61. ગીરીધરધારી ચૌધરી બીહાર વય ૨૦
62. કેશવ ચીત્રે મહારાષ્ટ્ર વય ૨૫
63. અંબાલાલ શંકરભાઈ પટેલ ગુજરાત વય ૨૫
64. વીષ્ણુ પંત મહારાષ્ટ્ર વય ૨૫
65. પ્રેમરાજજી પંજાબ વય ૩૫
66. દુર્ગેશચંદ્ર દાસ બંગાળ વય ૪૪
67. માધવલાલ શાહ ગુજરાત વય ૨૭
68. જ્યોતી રામજી સંયુક્તપ્રાંત વય ૨૫
69. સુરજભાન પંજાબ વય ૩૪
70. ભૈરવદત્ત સંયુક્તપ્રાંત વય ૨૫
71. લાલાજી ગુજરાત વય ૨૫
72. રત્નજી ગુજરાત વય ૧૮
73. વીષ્ણુ શર્મા મહારાષ્ટ્ર વય ૩૦
74. ચીંતામણી શાસ્ત્રી મહારાષ્ટ્ર વય ૪૦
75. નારાયણ દત્ત રાજપુતાના વય ૨૪
76. મણીલાલ મોહનદાસ ગાંધી ગુજરાત વય ૩૮
77. સુરેન્દ્રજી(છેવટ સુધી રહેલા) સંયુક્તપ્રાંત વય ૩૦
78. હરીભાઈ મોહની મહારાષ્ટ્ર વય ૩૨
79. પુરાતન જન્મશંકર બુચ ગુજરાત વય ૨૫
80. સરદાર ખડબહાદુર ગીરી નેપાળ વય ૩૨
81. શંકર દત્તાત્રેય કાલેલકર મહારાષ્ટ્ર વય ૨૦
ખંભાતની શ્રી માધવલાલ શાહ હાઈસ્કૂલ તેમજ ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી પરિવાર સહિતની સંસ્થાઓ દાંડીના 81 સપૂતોને યાદ કરી નમન કરે છે.23 ઓક્ટોમ્બર શ્રી માધવલાલ શાહના નિર્વાણ દિને શ્રદ્ધાંજલી પાઠવે છે
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો