મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ખંભાતમાં પાલિકાના કામોનું લોકાર્પણ

ખંભાતને જીઆઈડીસી આપવા સરકાર પ્રયત્ન કરશે
રાજ્યભરમાં આવેલી કલેકટર કચેરીઓ મારફતે દશેરા બાદ ઓનલાઇન નકશા મળશે
 

હેમચંદ્રાચાર્યે ખંભાતમાં દીક્ષા લીધી એવી પ્રાચીન નગરી ખંભાતમાં મુખ્યમંત્રી બન્યા પછી પ્રથમ વખત ખંભાત આવવાનો અવસર મળ્યો છે.ખંભાતીઓએ વર્ષોથી જનસંઘ અને ભાજપને આગળ રાખ્યું છે.પૂર્વ ધારાસભ્ય શિરીષભાઈ શુક્લ અમારી સાથે જેલમાં હતા તો 
જયેન્દ્રભાઈ ખત્રીએ પણ મારા પ્રેમ મિત્ર એટલે ખંભાત ભાજપનો ગઢ બની રહ્યો છે.1989 થી આ નગરપાલિકા ભાજપ પાસે છે અને ખંભાતની સેવા કરી રહી છે.28 વર્ષથી ખંભાતની જનતાએ પાલિકા ભાજપને સોંપીને ખંભાતનો વિશ્વાસને જારી રાખ્યો છે.
આ શબ્દો ખંભાતમાં નગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે નવનિર્મિત પ્રકલ્પોના લોકાર્પણ અર્થે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ચકડોળ મેદાનેથી ઉચાર્ય હતા.         
 તેમણે જણાવ્યું હતું કે, ખંભાતમાં આવવાનો આનંદ છે.ઘણા વખતથી આવવાની ઈચ્છા હતી.જે આજે પૂર્ણ થઇ છે.જે રીતે ખંભાતની જનતાએ વિશ્વાસ મુક્યો છે.સતત વિકાસના કામો દેશમાં થઇ રહ્યો છે.અમારો સંકલ્પ છે કે"જ્યાં માનવી ત્યાં સુવિધા" અને "વિવાદ નહિ,સંવાદની ભૂમિકા" 
મ્યુનિસિપાલિટી પાસે પૈસા નહોતા ત્યારે વિકાસ ના કામો કરવા લઘુતમ સાધનનો મહત્તમ ઉપયોગ કરી વિકાસ કરી રહ્યા છે.
મારી સરકાર પારદર્શક રીતે ચાલશે છે.સત્તા એ સેવાનું સાધન છે.જેમાં ભ્રષ્ટાચાર ને રોકી વિકાસ કર્યો છે.લોક ઉપયોગી કાયદાઓ બનાવ્યા છે.પહેલા નકશા પાસ કરવા પૈસા લેવતા હતા,હવે ઓનલાઇન સુવિધા ઉભી કરાઈ છે.હવે દશેરા પછી દરેક કલેકટર ઓફિસમાં નકશા ની સુવિધા ઉભી થશે.
અમારી નિર્ણાયક સરકાર છે ,જે નિર્ણય કાલે કરવો છે તે આજે કેમ ન કરીયે,પ્રજાને ધક્કા ખવડાવવા નહિ.'આ સરકાર જાડી ચામડી વાળની નથી.સંવેદનાથી કામ કરતી સરકાર છે.અમે અકસ્માત જોઈ લગ્ન માટે એસ ટી ની બસ 1200 રૂપિયામાં પ્રજાને સમર્પિત કરી છે.
રસ્તા ઉપર અકસ્માત થાય,માણસ તરફડીયા મારતો હોઈ આવા અજાણ્યા કોઈપણ લોકોને 50 હજાર દવા માટે આપવાની યોજના બનાવી છે.
આ સરકાર લોકો માટેની સરકાર છે.ગામડાં  અને શહેરો આધુનિક બને તે માટે સરકારે નિર્ણય કર્યો છે પીવાનું શુધ્ધ પાણી મળે તેવા પ્રયાસો હાથ ધાર્યા છે.આવનાર દિવસોમાં અંદર ગ્રાઉન્ડ ડ્રેનેજ,પાણીનું રિસાયકલિંગ થાય તે દિશામાં સરકાર કરશે.
ગામડાઓ બધા રસ્તા મુખ્ય રસ્તા સાથે જોડવામાં આવશે।ફાટક દૂર કરી ઓવર બ્રિજ બનાવવામાં આવશે।ખેડૂતોને ટેકાના ભાવથી પોષણક્ષમ ભાવ આપવામાં આવશે।જે ડાંગર 1400 રૂપિયા કવીન્ટલ ભાવ છે તે ડાંગર અમે 1700 રૂપિયાના ભાવથી ખરીદીયે છીએ.બાજરી 1400 કવીન્ટલ જેને 1950 ટેકનો ભાવ આપી રહી છે.
            કોંગ્રેસના લોકો ગુમરાહ કરે છે.પાક વીમા માટે ખેડૂતોએ ગોળીઓ ખાધી છે.ખેડૂતોને વીજળી મળતી નહોતી।લંગડી વીજળી ગણવામાં આવતી।શિક્ષણમાં સરકારે એન સી આર ટી ના અભ્યાસક્રમો અમલમાં મૂક્યા છે.આવનાર દિવસોમાં દરેક શાળામાં બાળકો સીધી સ્ક્રીનથી દરેક શાળોને ભણવામાં આવશે।આયુષ્યમાન ભારત યોજના જેમાં 5 લાખ રૂપિયા જે અનેક લોકો મટે ઉપયોગી  થશે.2022 સુધીમાં ગુજરાતમાં કોઈ ઘર વગરનું નહિ હોઈ. ૨૦૨૨ સુધીમાં રોટલો પણ મળે ઓટલો પણ મળશે.ગ્રામ્ય વિસ્તારમાં 2 લાખ મકાન બનાવી ગરીબોને આપવામાં આવ્યા છે.કોંગ્રેસના રાજમાં અંધારા હતા.ભાજપે અજવાળા  પાથર્યા છે.ગરીબ મજદૂરને 10 રૂપિયે ભોજન,વૃદ્ધ લોકોને ઘૂંટણના ઇંપ્લાંટ માટે 80 હાજર રૂપિયા આપે છે.એક લાખ સ્કિલ ઇન્ડિયા યુવાનોને રોજગારી આપી દીધી છે.ખંભાતને આવનાર દિવસોમાં જીઆઇડીસી આપીશું।ધારાસભ્યે ધીમા-દબાતા આવજે વાત કરી છે.
સુંદર મજાનું પુસ્તકાલય,તળાવ,શોપિંગ સેન્ટર,સીસીટીવી કેમેરા લાગવાના છે.જે આનંદની વાત છે.પાલિકાને અભિનદન.આ ગુજરાત ગાંધીનું ગુજરાત છે.હોઈ ચમરબંધીનું નથી.પૈસાની ચિંતા કરતા નહિ,સરકાર તમારી સાથે છે.રાજીવ ગાંધી કહેતા હતા,15 પૈસા મળે છે.નમો કહે છે તેમ રૂપિયો સંપૂર્ણ વપરાય તેવા પ્રયાસો કરશો.
આ પ્રસંગે ધારાસભ્ય મહેશ રાવલે જણાવ્યુ હતું ક,પ્રાચીન નગરી ખંભાતનો ઇતિહાસ ભાવિ છે.મુખ્યમંત્રી ખંભાતના મહેમાન બન્યા તે અમૃ સાહુનું સદભાગ્ય છે.ખંભાતમાં રોજગારીની સમસ્યા દૂર થાય અને જીઆઇડીસી બને,મીથુનિયમિત પાણી મળે તે માટે સરકાર સક્રિય છે.નગરપાલિકા ખંભાતીઓ માટે સક્રિય ભૂમિક ભજવી વિકાસના કામો કરી રહી છે.આવનાર દિવસોમાં સરકારનો સાથ ખંભાતને મળશે જેના દવારા અનેક વિકાસના કામો હાથ ધરશે.
નગરપાલિકા પ્રમુખ યોગેશ ઉપાધ્યાયે નગરપાલિકાના વિકસના કામોની માહિતી આપી હતી.તેમને જણાવ્યું હતું કે,ખંભાતને તેની ઓળખ પછી અપાવવા અમે સક્રિય છીએ અને તે માટે અમે વિવિધ વિકાસની યોજનાઓને આકાર આપીશું.
આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી અને પ્રભારી જયદથસિંહ પરમાર,સાંસદ દિલીપ પટેલ,પૂર્વ સાંસદ દિપક પટેલ,ધારાસભ્ય મયુર રાવલ,પાલિકા પ્રમુખ યોગેશ ઉપાધ્યાય,ધારાસભ્ય જશુભા,જિલ્લા ભાજપ પ્રમુખ મહેશ પટેલ,પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


કલેકટર ઓફિસમાં ઓનલાઈન નકશાની સુવિધા

હવે દશેરા પછી દરેક કલેકટર ઓફિસમાં ઓનલાઈન નકશાની સુવિધા ઉભી થશે.
નિર્ણાયક સરકાર,જે નિર્ણય કાલે કરવો છે તે આજે કેમ ન કરીયે.પ્રજાને ધક્કા ખાવા નહીં પડે.ભરષ્ટાચાર બ્નધ થશે.
-વિજય રૂપણી,મુખ્યમંત્રી

પાણી અને ડ્રેનેજ સુવિધા માટે સરકાર જાગૃત
પાણી અને ડ્રેનેજ સુવિધા માટે સરકાર જાગૃત છે.ગુજરાતમાં પીવાનું શુદ્ધ પાણી ૭૮% લોકોને નળ વટે પાણી મળે છે અને પીવે છે.આવનાર દિવસોમાં અંદર ગ્રાઉન્ડ ડ્રેનેજ,પાણીનું રિસાયકલિંગ થાય તે દિશામાં સરકાર કરશે.દરેક ઘરમાં મીઠું શુધ્ધ પાણી મળે તેવા પ્રયસો સરકાર કરશે.

આજથી ટેકાના ભાવની શરૂઆત
જે ડાંગર 1400 રૂપિયા કવીન્ટલ ભાવ છે તે ડાંગર અમે 1700 રૂપિયાના ભાવથી ખેડૂત પાસેથી ખરીદીયે છીએ.બાજરી 1400 કવીન્ટલ બજારભાવ છે જે જેને 1950 ટેકાનો ભાવ ખેડૂતોને સરકાર આપી રહી છે.

ખંભાતને જીઆઇડીસી આપીશુ.
ખંભાતને આવનાર દિવસોમાં જીઆઇડીસી આપીશું.ધારાસભ્ય મયુર રાવલે જી આઈ ડી સી ની ધીમા-દબાતા આવજે વાત કરી છે.અમે રોજગારી માટે જી આઈ ડી સી આપવાનો પ્રયાસ કરીશું.

પાલિકાને ચાબખો માર્યો
પૈસાની ચિંતા કરતા નહિ,સરકાર તમારી સાથે છે.રાજીવ ગાંધી કહેતા હતાકે ઉપરથી રૂપિયો મળે પીએન નીચે પ્રજા પાસે 15 પૈસા પહોચે છે.નમો કહે છે તેમ રૂપિયો સંપૂર્ણ વપરાય તેવા પ્રયાસો કરશો.પ્રજાના,સરકારના પૈસાનો દુરુપયોગ ના થાય તેમ પારદર્શક વહીવટ કરશો. પ્રજાના કામો સારી રીતે થાય,ગુણવત્તસભર થાય તેની કાળજી રાખજો.

ખંભાતમાં સીએમના આગમન પૂર્વે વાતાવરણમાં ગરમાવો
વહેલી સવારથી વિપક્ષના ઇફતેખાર યમની, ખુશમનભાઈ પટેલ,દિગ્વિજયસિંહ પરમાર,સાવજસિંહ ગોહિલને પોલીસે ડિટેઇન કરી લીધા છે.તમામને બે પેટલાદદ ખાતે બંદોબસ્ત વચ્ચે ખસેડાયા હતા.સીએમ દ્વારા એક ની એક યોજનાઓનું વારંવાર ખાતમુહૂર્ત, જૂની યોજનાઓનો અમલ ન કરવો સહિતના મુદ્દે વિરોધ થઈ રહ્યો છે. મીઠું પાણી, બંદર, એન્જીનીયરીંગ કોલેજ, જી આઈ ડી સી, ભાલીયા ઘઉં પેટન, કલ્પસર યોજના, ઘોરી માર્ગ વિકાસ,ધુવારણ વીજ મથક નો વિકાસ જેવી બાબતો ના ઠાલા વચનો સામે વિપક્ષ અને પ્રજામાં રોષને પગલે પોલીસ સતર્ક રહી હતી.

લોકશાહીની હત્યા
અમારી કોઈ જ કારણ વગર ધરપકડ કરી એ લોકશાહીની હત્યા સમાન છે.અમે તો કાર્યક્રમમાં જવા પાસ પણ તૈયાર કરાવ્યા હતા.વિપક્ષને આ રીતે ડબબાવવાનો પ્રયાસ એ લોકશાહીનું ગળું દબાવવા સમાન છે.
દિગ્વિજયસિંહ પરમાર,વિપક્ષ નેતા,પાલિકા કાઉન્સીલર






ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વર્ષો આધારે કઈ ઉજવણી ક્યારે?ઉજ્વણીનું નામ

શૈક્ષણિક ઈનોવેશન-શિક્ષણની ગુણવતા પંથે

ગુજરાતનાં પ્રતિષ્ઠિત લેખકોની કલમે કંડારાયેલ-પ્રેરણાત્મક વિચારો