સરકારી શાળામાં ઇન્ટરનેશનલ અહેસાસ

"હું છું ને બેટા, જમી લે"



સરકારી શાળામાં ઇન્ટરનેશનલ અહેસાસ

મારી બારી-શાળાનો અરીસો છે.યોગ અને ચિંતન આ બારીમાથી જ થાય.ખંભાતમાં મારી શાળા શ્રી માધવલાલ શાહ હાઈસ્કૂલની રિશેષ પડતાં જ હાંફળી-ફાંફળી ડોલકું લઈને આવેલી માતા ને દોડતી દોડતી દીકરી મળવા આવી.જાણે કે એસી કારમાં માતા ભવ્ય ટિફિન લઈ આવી હોય!
ક્યારની ય વાટ જોતી દીકરી રિશેષના પ્રથમ ટકોરે જ છેક ગેટ સુંધી આવી પહોંચી.દીકરીએ માતાને પાણીની બોટલ આપી, પાણી પીવા જણાવ્યું.
સાઇકલ ના પાછળ ના કેરિયર પર ડોલકું મૂકી, ઢાંકણ ખોલું શાકની વાટકી કાઢી દીકરીએ ત્વરીતતાથી પ્રથમ કોળીઓ ભર્યો.જાણે ભવ્ય કેંટિનમાં આનંદનો કોળિયો ભરતી હોય!
મને પણ હાશકારો થયો.તૃપ્તિનો અહેસાસ થયો.દીકરી ની આસપાસ બીજી દીકરીઓ પફ, સમોસા અને રંગબેરંગી લંચ બોક્ષ લઈ ગોઠવાઈ ગયા.સ્ટીલના ડોલકામાં ભોજન-દીકરી શરમાઈ રહી હોઈ તરત માતાએ ઓથ આપી.ફરી નિરાંતનો કોળિયો લીધો.હુંફ અને પ્રેમમાં ઓતપ્રોત માં-દીકરી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતા હોય તેવા વિશ્વાસ અને આનંદ સાથે પ્રવૃત રહ્યા.
મારુ ચાર ડબ્બાનું ટિફિન શરમાઈ ગયું.વિચારવા લાગ્યો:કદાચ, દીકરી ભૂખી હોઈ અને જો કોઈ તેની અધૂરી નોટ છે એમ કહી વર્ગખંડની બહાર કાઢે તો ??સારું થયું મારાથી આ પ્રેમમાં ભંગ નથી પડાયો.
માએ દીકરીના એંઠા મો પર ભીનો હાથ ફેરવી આપ્યો અને માથે હાથ ફેરવી વિદાય લીધી.મારી આંખો ભીની થઈ ગઈ.મને મારો એવોર્ડ ઝાંખો લાગ્યો.
ગર્વ છે કે મારી શાળા સંસ્કારોથી ભરપૂર છે.અભાવગ્રસ્ત વિસ્તારમાંથી આવતા બાળકો પ્રેમથી છલોછલ છે.
કૂદતી કૂદતી.. દીકરી શાળામાં પહોંચી.
ચાલો વર્ગખંડમાં આવા દીકરા દીકરીઓ સાથે, પ્રેમપૂર્વકના શિક્ષણ માટે.

-શૈલેષ રાઠોડ"અભિધેય"
બ/15,સેફ્રોન વીલા, મિશન રોડ, નડિયાદ
મો.9825442991

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વર્ષો આધારે કઈ ઉજવણી ક્યારે?ઉજ્વણીનું નામ

શૈક્ષણિક ઈનોવેશન-શિક્ષણની ગુણવતા પંથે

સન્માન પત્ર word ફાઈલ