શૈલેષ રાઠોડ લિખિત"શિક્ષણમાં ટેકનોલોજી"અને "પ્રેરણાત્મક વાર્તાઓ"પુસ્તકો નું શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમના વરદ હસ્તે વિમોચન

શૈલેષ રાઠોડ લિખિત"શિક્ષણમાં ટેકનોલોજી"અને "પ્રેરણાત્મક વાર્તાઓ"પુસ્તકો નું શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમના વરદ હસ્તે વિમોચન કરાયું

ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રીભુપેન્દ્રસિંહ ચુડાસમા,સાંસદ લાલસિંહજી વડોદરિયા,પૂર્વ ઉદ્યોગમંત્રી રોહિતભાઈ પટેલ દ્વારા શૈલેષ રાઠોડનું સન્માન તેમજ "શિક્ષણમાં ટેક્નોલોજીનો ઉપયોગ" અને "પ્રેરણાત્મક વાર્તાઓ"પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.


ગુજરાતી સાહિત્યમાં17 જેટલા પુસ્તકો લખનાર અને ઇનોવેટિવ શિક્ષક શૈલેષ રાઠોડ લિખિત પુસ્તક શિક્ષણમાં ટેક્નોલોજીનો ઉપયોગ શાળા કોલેજના શિક્ષકો, વિધાર્થીઓ માટે  આ પુસ્તકમાં ટેકનોલોજી અને સમાજજીવન, વર્ગખંડમાં ટેકનોલોજી નો ઉપયોગ, ગૂગલ દ્રાઈવ, ઉપયોગી બ્લોગની રચના, વિન્ડોઝ મીડિયા, યુ યુબનો શૈક્ષણિક ઉપયોગ સહિતના માહિતી આપવામાં આવી છે.


આત્મીય વિદ્યાલય ખાતે યોજાયેલા આણંદ જિલ્લા સંઘ સંકલન સમિતિ અને મિલસેન્ટ પરિવાર દ્વારા જિલ્લા શ્રેષ્ઠ શિક્ષકો અને સમજસેવકોનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં શિક્ષકોએ લખેલા પુસ્તકોનું વિમોચન કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંઘના મહામંત્રી ભરતભાઇ પટેલ, અધ્યક્ષ મહેન્દ્રભાઈ અમીન, પ્રમુખ જયેશભાઇ પટેલ સહિતના પદાધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


શિક્ષણમંત્રી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ હળવી શૈલીમાં શિક્ષણની જ્યોત વધુ પ્રજ્વલિત કરી રાષ્ટ્રમાં ગુજરાતને શ્રેષ્ઠ રાજ્ય સ્થાપિત કરવા અનુરોધ કર્યો હતો રોહિતભાઈ પટેલે શિક્ષણની સાચી મહત્તા સમજાવી સાચા કર્મશીલ બનવા માહિતી આપી હતી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વર્ષો આધારે કઈ ઉજવણી ક્યારે?ઉજ્વણીનું નામ

શૈક્ષણિક ઈનોવેશન-શિક્ષણની ગુણવતા પંથે

મેરિટ કેલ્ક્યુલેટર TET-1 TET-2, TAT AND HTAT BHARTI MERIT CALCULATOR.