મે જોયો મૂંગા પશુ સામે બોલતા મનુષ્યનો જંગ



મે જોયો મૂંગા પશુ સામે બોલતા મનુષ્યનો જંગ

                         જે સામે છે તે જ સત્ય હોય છે.
સત્ય આંખો ખોલનારું અને પથદર્શક બની શકે.
ક્યારેક સત્ય વ્યક્તિએ વ્યક્તિએ જુદું જુદું હોઈ છે.
પોતાનું મન એ જ પોતાના વ્યવહારનું સત્ય સાક્ષી છે.
વર્તમાન સમયમાં સત્ય અને કર્મની કર્મની વ્યાખ્યાઓ વ્યક્તિએ વ્યક્તિ,ધર્મે-ધર્મે બદલાઈ રહી છે.
નવાઈની વાત તો એ છે કે,ચૂંટણીઓ અને નેતાઓના ભાષણો માનવીની વિચારધારા અને સત્ય-કર્મની વ્યાખ્યા ઘડે છે.માનવી સત્યને ઓળખવા આંતરજ્ઞાનનો નહીં પણ નેતાઓ-પક્ષોએ ઊભા કરેલા ભ્રમ જ્ઞાનનો સહારો લઈ રહ્યા છે.સમાજમાં સરેરાસ આયુષ્ય ઘટવાનું કારણ જેમ ચિંતાજનક છે તેમ સત્યની સમજ ઘટવી એ સૌથી વધુ ચિંતાનો વિષય છે.સરેરાશ આયુષ્ય માટે માનવીએ શોધી નાખ્યું કે આયુષ્ય ઘટવાનું કારણ' હેબિટ,સ્ટ્રેસ અને ફૂડ' છે.તેના ઉપાય માટે માનવી સતત પ્રયત્નશીલ બન્યો છે અને "હેબિટ,સ્ટ્રેસ અને ફૂડ'માટે સંશોધનો કરી આયુષ્ય વધારવા-રોગો ઘટાડવા સંશોધન કર્યા છે.
પણ, માનવીની સત્ય માટેની ઓળખ અંગે કોઈ જ શોધ થઈ નથી.જો તે શોધ થાય તો માનવી ક્યારેય ભૂખમરાથી નહિ મરે,અત્યાચાર,બળાત્કાર,ધર્મવાદ સહિતના અનેક પ્રશ્નો ઘટી જશે.
સત્યની શોધ કેમની કરવી।
વિજ્ઞાન કહે છે કે,માનવી પશુઓ કરતાં સૌથી ઝડપથી રોગોનો ભોગ બની શકે.પશુ ગટરનું પાણી,વાસી ખોરાક,મરેલા પશુનું માંસ ખાઈ શકે છે.
કુદરતે મૂંગા પશુઓને અનેક ક્ષમતાઓ આપી છે.મૂંગા પશુઓની જેમ માનવી પણ ભૂખમરામાં સૌથી વધુ મરે છે.જોકે કુદરતી આફતમાં જ પશુ વધુ મરે છે જ્યારે માનવી કુદરતી આફત સાથે સાથે ગરીબી,ભિક્ષુક વૃતિમાં વાસી ખોરાકથી રોગોનો ભોગ બની વધુ મોતને ભેટે છે.

    સવારે ખંભાત તરફ આવતી વખતે પેટલાદ રણછોડજી મંદિર બહાર નિયમિત ક્રમ મુજબ પાર્લે જી ના બિસ્કિટ ખવડાવતા નાગરિકને જોઈ ફરીથી સત્યની શોધ આરંભી।શોધનું કારણ એજ કે..આ નાગરિક જ્યાં નિયમિત કૂતરાને બિસ્કિટ ખવડાવે છે ત્યાં ગત શિયાળામાં ભૂખથી ટળવતા યુવાન(જો કે સ્થિતિ ભિખારી કે ગાંડા  જેવી હતી)નો મૃતદેહ જોયો હતો.પોલિસ  બિનવારસી મૃતદેહ હોઈ આગળની કાર્યવાહી કરી રહી હતી.
લગભગ સવારની જોબ હોઈ હોઈ કે કામ હોઈ ત્યારે મારી સવારે 7.00 થી 7.15 ના અરસામાં આ નાગરિકની અચૂક મુલાકાત થાય.સત્ય કહેવાની હિંમત ન કરી શક્યો,પણ અંદરથી ગુંગળાતો હતો.
    આજ સ્થળે હડકાયા કુતરા થી અનેક લોકોને ઈજાઓ ના સમાચાર છાપવાની ઘટના પણ બની."શાળાએ જતા 8 વર્ષના બાળકને કુતરાએ ઈજાઓ પહોંચાડતા 17 ટાંકા"
    જોકે નાગરિકનો નિયમિત ક્રમ અટક્યો નહોતો।કુતરા આમતો મૂંગા પશુ,વફાદાર પ્રાણી ગણાઈ। કોઈની આસ્થા બિસ્કિટ ખવડાવા માટે દ્રઢ હોઈ શકે.
પણ...
મૂળ વાત.
આ મૂંગા કૂતરોને રોજ સવારે જે તંદુરસ્તી માટે ગ્લુકોઝ મળતી હતી ત્યાં રોજ હું સામે ચાની લારી પાસેના બાંકડા પાર ભૂખ્યા પેટે સુતેલા ગાંડા-ઘેલા  નાગરિકોને તેમજ બાળકોને તરસી આંખે પેલા નાગરિકની કૂતરાની ભૂખ મિટાવતી ગતિવધિ જોતા જાઉં છું
.મૂંગા પશુ સામે બોલતા નાગરિકનું સત્ય વેધક અને ચિંતાજનક લાગ્યું.

સત્ય પેલા ભાઈને સમજાવવા એક દિવસ હિંમત કરી વાસ્તવિકતા સમજાવી। મેં માત્ર એટલું જ કહ્યું" પેકેટ રોજ મૂંગા પશુ ને આપો  છો તેના કરતા ત્રણ પેકેટ મૂંગા પશુને અને ત્રણ પેકેટ બોલતા પશુને આપો તો સામે મંદિરમાં દેખાતો ઈશ્વર ખુશ થશે.
જોકે છેલ્લા ત્રણ દિવસથી સત્યની શોધ કરું છું ,બિસ્કિટ વાળા ભાઈ દેખાતા નથી.
કદાચ,તેઓએ માર્ગ બદલ્યો હશે.કદાચ,સત્યની વ્યાખ્યા તેમની જુદી હશે.
આમ...
એક ડોક્યુમેન્ટરી ફિલ્મની સ્ક્રીપ એમ જ લખાઈ ગઈ.સત્ય અંગે પ્રેરણા લેખ લખાઈ ગયો.આ લેખ મારો અંગત મત છે.દરેકનો મત અલગ અલગ હોય શકે છે.
-શૈલેષ રાઠોડ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વર્ષો આધારે કઈ ઉજવણી ક્યારે?ઉજ્વણીનું નામ

શૈક્ષણિક ઈનોવેશન-શિક્ષણની ગુણવતા પંથે

સન્માન પત્ર word ફાઈલ