ખંભાત:શિક્ષણ અને આરોગ્ય સેવાભેખધારીઓનું સન્માન


ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટીની સંસ્થાઓને ગૌરવવંતી બનાવનાર અને અસંખ્ય વિધાર્થીઓને ગૌરવવંતુ સ્થાન અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ચંદ્રકાંત ઝવેરીના વિચારો હંમેશા હકારાત્મક અને દિશાસુચક રહ્યા છે.શિક્ષણને ધર્મ બનાવી વર્ષોથી ખંભાત શહેર તથા તાલુકાના બાળકોને ઉત્તમ શિક્ષણ મળે તે માટે સંઘર્ષરત અને શિક્ષણસેવા થકી ખંભાતીઓના હૈયે વસનાર અને વિશેષ 26 વર્ષ પૂર્વે મને ખંભાતમાં તક આપી મારા સર્વાંગી વિકાસને વેગ આપનાર,ખંભાતીઓને કલા,સાહિત્ય,શિક્ષણઅને સંસ્કૃતિથી ઓતપ્રોત રાખનાર(ગર્વથી કહીશ કેપોતાના નામની તકતીઓ ટિંગાળ્યા વિના 47 વર્ષથી સેવામાં જીવન અર્પનાર) આદરણીય શ્રી ચંન્દ્રકાન્તભાઈ ઝવેરી,ખંભાત શહેર તથા તાલુકા માં મેડિકલ ક્ષેત્રે ઉતમ સેવા આપનાર અને જેમને ખંભાતીઓ પ્રેમાળ-સૌમ્ય-નિખાલશ અને સાહિત્યિક-વિચારક ડોક્ટર તરીકે ઓળખે છે તેવા આદરણીય ર્ડો.અશ્ર્વિન ભટ્ટ સિનીયર ફિજીશ્યન ખંભાત શહેર અને તાલુકા માં અધતન મેડિકલ સારવાર મળી રહે એવો પ્રયાસ જેમના થકી થયો છે તેવા ર્ડો.પ્રદીપભાઈ જાદવનું ખંભાતી ચેરીટી ઇન્ટરનેશનલ અમેરિકા થકી આપના કાર્ય ને બિરદાવવા માં આવી રહયા છે ત્યારે આપ ત્રણેય મહાનુભાવોને અંતરના ઉમળકાથી અભિનદન.
--શૈલેષ રાઠોડ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વર્ષો આધારે કઈ ઉજવણી ક્યારે?ઉજ્વણીનું નામ

શૈક્ષણિક ઈનોવેશન-શિક્ષણની ગુણવતા પંથે

ગુજરાતનાં પ્રતિષ્ઠિત લેખકોની કલમે કંડારાયેલ-પ્રેરણાત્મક વિચારો