પોસ્ટ્સ

જુલાઈ, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

જમીન નથી પણ ૧૦ હાજર વૃક્ષોની ભેટ ચરોતરને આપે છે

છબી
જમીન નથી પણ ૧૦ હાજર વૃક્ષોની ભેટ ચરોતરને આપે છે ચોમાસામાં છોડનું વેચાણ વધે છે. બાગાયતી પાકોમાં કલમોના વેચાણથી આર્થિક ફાયદો ખેતી કરીને જ આવક મેળવી શકાય એ જરૂરી નથી.આપણી પાસે વધુ જમીન ન હોય તો પણ નર્સરી ચાલુ કરી વિવિધ બગાયતી કલમો,ધરુ તૈયારી કર તેનું વેચાણ કરી તેમાંથી પણ સારી આવક મેળવી શકાય તેમ છે.ગ્રામ્ય વિસ્તારો તો ઠીક પરંતુ શહેરી વિસ્તારોમાં ગાર્ડન માટે ફૂલ, છોડની વિવિધ કલમો બનાવી અને ગાર્ડનમાં ઉપયોગી સાધનો સાથે ખેતરનું વેચાણ કરી સારી આવક મેળવી શકાય છે. આ શબ્દો ફૂલ છોડની કલમો અને બિયારણ થાકી વિવધ છોડ ઉગાડતા ચંદુભાઈ ઠાકોરે ઉચ્ચાર્યા હતા.તેમણે જણાવ્યું હતું કે,ખેતર નથી પણ ખેતી કરતા વધુ ફાયદો છોડ ઉછેરી મેળવી લઉં છું. ખંભાત-પેટલાદ રોડ ઉપર અનેક ફાર્મ અને નર્શરી કરતા ખેડૂતો દ્વારા  બાગાયતી ફૂલછોડ વેચાણ દ્વારા અવનવી જાતોતો વિકસાવી અને વેચી વ્યવસાય કરવામાં આવે છે.ચોમાસુ શરુ થતા જ થતા ફૂલછોડનું વેચાણ ફરી વધ્યું છે. વર્ષે ૧૦ હજાર વૃક્ષોની જહેમત અમે વર્ષે ૧૦ હજારથી વધુ વૃક્ષો ચરોતરમાં ઉગે તે માટે છોડ નજીવી કીમતે આપીએ છીએ.ઉપરાંત ૨૦ હજારથી વધુ ફૂલછોડ પણ બગીચામાં ઉગાડીએ છી

બાળગીત :દીકરી

છબી
દીકરી મારી હસતી કુદતી, આવી છે એને પાંખ. ઘરની ચાર દીવાલોમાંથી,મારી છે છલાંગ. શાળાએ સહુને વ્હાલી, કરે સઘળાં કામ. ઘરની ચાર દીવાલોમાંથી,મારી છે છલાંગ, ભૂખ્યાને ભોજન અર્પે, હૈયે પ્રેમ અપાર. ઘરની ચાર દીવાલોમાંથી,મારી છે છલાંગ. ચપ ચપ બોલતી જાયે, મનમાં ન કોઈ પાપ. ઘરની ચાર દીવાલોમાંથી,મારી છે છલાંગ. દીપ બની પ્રગટી છે, અંધારું ન જડે ક્યાય. ઘરની ચાર દીવાલોમાંથી,મારી છે છલાંગ -શૈલેષ રાઠોડ”અભિધેય”

ખંભાતની શાળામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા બાળકો સ્વય આગળ આવ્યા

છબી
ખંભાતની શાળામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા બાળકો સ્વય આગળ આવ્યા ખંભાત-તારાપુર,સોજીત્રા જેવા છેવાડાના તાલુકામાં સૌથી વધુ ડ્રોપ આઉટ દર છે તેમજ અહી સ્ત્રી જન્મ દર પણ ઓછો છે તેવા સંજોગોમાં ખંભાતની ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી માધવલાલ શાહ હાઇસ્કુલના બાળકોએ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા અનોખું અભિયાન આદર્યું છે.શાળાના શિક્ષકો છેલ્લા ૨૪ વર્ષથી વિધાર્થી સહાયક પ્રવૃત્તિ ચલાવે છે તેમાં બાળકો પણ જોડીને અધવચ્ચેથી અભ્યાસ છોડતા બાળકોની જરૂરિયાતો પૂર્ણ કરી સમાજમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ અંગે ધો.૧૨ ના વિધાર્થી મુન્ફરીદ શેખે જણાવ્યું હતું કે,અમે વિધાર્થીઓ અને કેટલાક દ્તાઓના સહયોગથી જરૂરિયાતમંદ બાળકોને યુનિફોર્મ,બુટ,નોટબુક સહિતની સુવિધા આપીએ છીએ.અમે હોટેલ અને ચાની લારીઓ ઉપર કામ કરતા બાળકોની યાદી તૈયાર કરી શિક્ષકોને આપી છે અને આ બાળકોને ભણતા કરવા પણ અભિયાન શરુ કર્યું છે.જો કોઈ બાળક અધવચ્ચે થી અભ્યાસ છોડે તો અમે તેને અને તેના વાલીને સમજાવી શિક્ષણમાં પાછા જોડીએ છે. આ અંગે આચાર્ય રોહિતભાઈ સુથારે જણાવ્યું હતું કે,આ પ્રથા છેલ્લા ૧૦ વર્ષથી ચાલે છે,જેમાં ૧૮ થીવધુ માછીમાર,હોટેલ

પરિચય:શૈલેષ રાઠોડ “અભિધેય

છબી
પરિચય:શૈલેષ રાઠોડ “અભિધેય" http://shaileshrathod.com/ કે જેઓ સાહિત્ય જગતમાં “અભિધેય” ના ઉપનામથી જાણીતા છે તો પત્રકાર જગતમાં શૈલેષ રાઠોડથી જાણીતા છે.તેઓ હાલમાં ફ્રીલાંસ જર્નાલિસ્ટ તરીકે કાર્યરત છે.તેઓ ગુજરાત સમાચાર,સંદેશ,દિવ્યભાસ્કર,નયા પડકાર જેવા અખબારોમાં સિનિયર જર્નાલિસ્ટતરીકે કામ કરી ચૂકેલ શૈલેષ રાઠોડ ઉત્તમ લેખક છે.તેઓ 67 વર્ષ જૂના ગાંધીયુગના સાપ્તાહિક “નવસંસ્કાર ‘માં સંપાદક છે.છેવાડાના માનવીની સમસ્યાને પ્રથમ મહત્વ આપવું અને પત્રકાર તરીકે હમેશા વિપક્ષ માં બેસવું -તે તેમનો મુખ્ય ધ્યેય છે. તેઓ એક ઉત્તમ સર્જક અને પ્રતિષ્ઠિત પત્રકાર છે.બાળપણથી જ સાહિત્ય પ્રત્યે અભિમુખ હોય તેઓ ઇલેક્ટ્રિકલ એન્જિ. થયા છતાં સાહિત્યને હૈયે રાખી સર્જનકાર્ય ચાલુ જ રાખ્યું.તેમણે ગુજરાતી સાહિત્યમાં 16 જેટલા પુસ્તકોનીની ભેટ આપી છે.તેમનું સૌથી પ્રસિદ્ધ બનેલ પુસ્તક ‘આત્માનું સૌંદર્ય”મહત્તમ ગુજરાતી પરિવારો માટે પ્રેરણા રૂપ બનેલ છે.40 હજારથી વધુ નકલો તેની વેચાઈ ચૂકી છે.તેઓએ ગુજરાતી સાહિત્યમાં 17 જેટલા પુસ્તકોનું પ્રદાન કરેલ છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા નિર્મિત એડોલે

૧૦૦ વર્ષથી નજીવી ફી માં ઉત્તમ શિક્ષણ આપતી ખંભાતની સંસ્થા ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી

છબી
૧૦૦ વર્ષથી નજીવી ફી માં ઉત્તમ શિક્ષણ આપતી ખંભાતની સંસ્થા ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી વર્ષે ૫૫૦૦ બાળકોનું ઘડતર કરી ઉચ્ચ હોદ્દાઓ ઉપર આરૂઢ કરનાર ખંભાતની સંસ્થા સક્ષમ વિધાર્થીઓ અને દાતાઓ સંસ્થાના શિક્ષણયજ્ઞમાં જોડાઈ મહીને ૬૦ રૂપિયા જેવા નજીવા દરે શાળામાં આઈ ટી કલાસ,કોમ્પ્યુટર સહિતના આઈ સી ટી સાધનો વડે તેમજ સમયાંતરે ઉત્તમ શિક્ષણવિદો,નિષ્ણાતોના પ્રવચનો,રોજગાર મેળા,કારકિર્દી માર્ગદર્શન વગેરે દ્વારા વિધાર્થીઓનો સર્વાંગી વિકાસ કરતી ખંભાતની ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટીએ સમાજને ઉત્તમ વિચારકો,અધિકારીઓ,ડોકટરો,ઈજનેરો,વૈજ્ઞાનિકો આપ્યા છે. સંસ્થાના પ્રમુખ ચંદ્રકાંત ઝવેરી છેલ્લા ૪૫ વર્ષથી વિવિધ વિધાર્થી અભિમુખ કાર્યક્રમો દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ કરી રહેલ છે.સંસ્થાના કારોબારી સભ્યો,આચાર્યો અને શિક્ષકો સતત આધુનિક શિક્ષણ અને રોજગારલક્ષી શિક્ષણના હિમાયતી હોઈ ૧૦૦ વર્ષની યાત્રા દરમ્યાન ૧ લાખ ૫૬ હજારથી વધુ બાળકોનું ઉઉમ ઘડતર થયું છે અને વિધાર્થીઓ પ્રગતિના સોપાનો સર કરી શક્યા છે. ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી ખંભાતમાં નાવાબીકાળથી શિક્ષણયજ્ઞ ચલાવી રહી છે.સંસ્થાના મંત્રી હેમેન્દ્રભાઈ