ખંભાત જનહિત દિવ્યાંગને દ્વારે પહોચ્યો મતાધિકાર

 ખંભાત જનહિત દિવ્યાંગને દ્વારે પહોચ્યો મતાધિકાર 



જનહિત સંસ્થાનાં દિવ્યંગોને મળ્યો મતાધિકાર






દિવ્યાંગોને મત આપવાનો અધિકાર છે.તેઓ સમાજના એક નાગરિક તરીકે પોતાની પસંદ-ના પસંદ અંગે અભિપ્રાય આપી શકે છે અને સારા નેતા ચૂંટવાનો હક્ક પીએન ધરાવે છે.જોકે જાગરૂરતાનો અભાવ,બેદરકારી,અવગણનાનેકારણે દિવ્યાંગ વ્યક્તિઓને અનેક લાભોથી વંચિત રાખવામા આવે છે.આવા સમયે દિવ્યાંગોમાંજાગૃતિ અને હક્કની પહેલના ભાગરૂપે ખંભાતની જનહિતચેરિટેબલ સંસ્થા કે જે દિવ્યાંગો માટે છેલ્લા 10 વર્ષથી સેવરત છે ત્યાં મામલતદાર સહિતના સભ્યોની ટીમે પહોચી ચૂંટણી કાર્ડ તૈયાર કરાવ્યા તે ઉત્તમ ઉદાહરણ છે.
આ અંગે જનહિતના પ્રમુખ મુકેશભાઇ રાઠોડે જણાવ્યુ હતું કે,અમે દિવ્યાંગોને શિક્ષણ,રોજગાર અને હક્ક મળે તે માટે સેવારત છીયે.હક્કના ભાગરૂપે મામલતદાર પી.એમ રાઠોડે પહેલ કરી અને અમારી સંસ્થાના આંગણે ટીમ સાથે આવી દિવ્યાંગોને હક્ક આપવા જવાબદારી નિભાવી છે તે આવકરદાયક છે.જેના કારણે દિવ્યાંગોને મતાધિકાર મળશે.

મામલતદાર નાસ્તો લઈચૂંટણીકાર્ડમાટેઆવ્યા
દિવ્યાંગોમાટેચૂંટણીકાર્ડ તૈયાર કરવા મામલતદાર કચેરી ખંભાતની ટીમનાસ્તો-ઠંડાપીણાંની વ્યવસ્થા સાથે આવ્યા.દિવ્યાંગો સાથે પ્રેમભરી રીતે સામેલ થઈ,હક્કની માહિતી આપી અને ચૂંટણી કાર્ડ માટે તમામ કાર્યવાહી કરી.જેઇએનઇકારણે દિવ્યાંગોનો ઉત્સાહ વધી ગયો.
-મુકેશ રાઠોડ,પ્રમુખ,જનહિત દિવ્યાંગ શાળા

હક્ક મળે તો ઉત્ત્સાહ વધે
દિવ્યાંગ બાળકોની પ્રગતી જોઈ અમે પ્રેરાયા.તેમને તેમના હક્ક મળે તો જીવન જીવવાનો ઉત્સાહ વધી જાય તે હેતુથી ચૂંટણી કાર્ડ તૈયાર કર્યા છે.અહી આવી દિવ્યાંગોની સમસ્યા વિષે માહિતી મેળવી તેનાથી અમે તેમના માટે વધુ ઉપયોગી થવા પ્રયાસ કરીશું.દરેક ભારતીય માનવની ફરજ છે કે વંચિતો અને જરૂરિયાતમંદોની વ્હારે આપણે આવવું જ જોઈએ.
-પી.એમ.રાઠોડ મામલતદાર,ખંભાત

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વર્ષો આધારે કઈ ઉજવણી ક્યારે?ઉજ્વણીનું નામ

શૈક્ષણિક ઈનોવેશન-શિક્ષણની ગુણવતા પંથે

ગુજરાતનાં પ્રતિષ્ઠિત લેખકોની કલમે કંડારાયેલ-પ્રેરણાત્મક વિચારો