ગુર્જરવાણીમાં ફિલ્મ નિર્માણ-અનોખી અનુભૂતિ


ગુર્જરવાણીમાં ફિલ્મ નિર્માણ-અનોખી અનુભૂતિ 


રાજ્ય પારિતોષિક પછી ગુર્જરવાણી દ્વારા મારા જીવન કવન ઉપર અને વિશેષ શિક્ષણ -લેખન-સમાજસેવાને પ્રદર્શિત કરતી ફિલ્મ કાજે ઇન્ટરવ્યૂ માટે હસમુખભાઈ "રીસ્તા"સાથે ગુર્જરવાણી જવાનું થયું।ફાધર અશોક,ગ્રીના ક્રિશ્ચિયન સહિતની ટીમ એટલી ચીવટ અને ફાવટ થી સ્ટુડિયો વર્ક કરતા નિહાળ્યા કે જાણે અમે ઘરમાં જ ઇન્ટરવ્યુ આપી રહ્યા છીએ.ગ્રીનાબેન સહજભાવે સ્થિરતાથી કેમરામાં સઘળું કંડારી રહ્યા હતા.તેઓ પણ સતત ટયુનિંગમાં રહેતા હોઈ ઇન્ટરવ્યુ આપનાર પ્રવાહિતામાં રહે.
અમદાવાદ શહેરમાં કુદરતને ખોળે બેઠેલ ગુર્જરવાણી અદભુત!જ્યાં વારે વારે કલરવ અને મોરના ટહુકા હોઈ ત્યાં ભાવાવરણ હોઈ! સુવિધાસભર સ્ટુડિયોની સાથે સાથે નિખાલશ ભાવે ફાધર અશોક દ્વારા લેવાયેલ ઇન્ટરવ્યુ પણ સરળતા સાથે નક્કર કાર્યનો નિર્દેશ કરતા હતા.તેઓના પ્રશ્નો એટલા જ મૌલિક અને પ્રશ્નો પૂછવાની રીત પણ નિર્દોષ।કોઈ જ આડંબર વગર ચાલતું ગુર્જરવાણી -એક અદભુત અનુભવ રહ્યો।શાંત અને સહજ ભાવે સૂચનો આપતા Devasia Muthuplackal-જોઈન્ટ ડાયરેક્ટર"ગુર્જરવાણી "મીડિયા જગતમાં અદકેરું નામ અને જ્ઞાન ધરાવે છે.તેઓને મૌનમાં પણ આપણે સાંભળતા હોઈએ તેવું લાગે।
હસમુખભાઈ રિસ્તા -એક દોડતો જીવ.સતત ધબકતો જીવ.મઝા સાથે ગુર્જરવાણીમાં પહોંચ્યા હતા.હસમુખભાઈએ મારી કર્મભૂમિ સુધી યાત્રા ખેડી અનેક દ્રશ્યો દિલથી કેમેરામાં કંડાર્યા છે.વિશ્વભરમાં મુખ્યત્વે ગુજરાતી બોલતા લોકોની સેવામાં કાર્યરત સંસ્કૃતિ અને સંચાર કેન્દ્ર,ગુર્જરવાણી,અમદાવાદ દુનિયામાં શાંતિ,આનંદ,ન્યાય અને સંવાદિતા માટે સેવારતછે. ગુર્જરવાની સમગ્ર પ્રસ્તુતિઓ દ્વારા સમગ્ર વિશ્વમાં પહોંચવા પ્રવૃતિશીલ છે.છેવાડાના નાગરિક,સંસ્થાની પ્રવૃતિઓ થી લઇ વિશિષ્ટ સિદ્ધિઓ ધરાવતા સેવાર્થીઓ,સાહિત્યકારો।..સહુને ઉજાગર કરવાનું અભિનવ કાર્ય ગુર્જરવાણી કરી રહ્યું છે.
ફિલ્મ ટૂંક સમયમાં પ્રસિદ્ધ થશે ત્યારે અચૂક શેર કરીશ।

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વર્ષો આધારે કઈ ઉજવણી ક્યારે?ઉજ્વણીનું નામ

શૈક્ષણિક ઈનોવેશન-શિક્ષણની ગુણવતા પંથે

સન્માન પત્ર word ફાઈલ