શિક્ષણમાં ઇનોવેશન વર્તમાનની માંગ છે. ઇનોવેશન એટલે શું ? અધ્યયન અધ્યાપન પ્રક્રિયા માટે જરૂરી સામગ્રી કે વાતાવરણનું નિર્માણ.નવતર પ્રયોગ એક એવી પ્રક્રિયા છે જે બાળકોના અભ્યાસને પ્રભાવિત કરે.આ માટેની કોઈ પ્રવૃત્તિ કે નવી પદ્ધતિને આપણે નવતર પ્રયોગ તરીકે ઓળખીશું.અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયા,તેની સમજ અને અર્થગ્રહણ, ચકાસણી માટેનું મૂલ્યાંકન કે તે અંગેની પદ્ધાતીને નવતર પ્રયોગ તરીકે સ્વીકારીશું.કોઈ એક એવી રીત,ઘટના કે પ્રક્રિયાથી શિક્ષણમાં સમુદાયણી સહભાગીદારી વધે અને તેનું ચોક્કસ પરિણામ મળે તેને નવતર પ્રયોગ તરીકે સ્વીકારીશું. આવા જ ઇનોવેશન અહી રજૂ કર્યા છે.રાજ્યના શિક્ષકો દ્વારા વિવિધ વિષયો ઉપર રજૂ કરાયેલા ઇનોવેશન જરૂર આપને આપની શાળામાં ઉપયોગી પુરવા થશે. -શૈલેષ રાઠોડ ...
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો