સફળતા

સફળતા 

એક રાજા ને બાજ પક્ષી નો ખુબ જ શોખ હતો એક દિવસ એક શિકારી એ રાજા ને બાજ ના બે નવજાત બચ્ચા આપી ગયો રાજા એ પોતાના ખાસ બાજ પ્રશીશક ને એ બંને બચ્ચાઓ ને તૈયાર કરવા નો આદેશ આપ્યો.
સમય વિતતા રાજા તે બંને બાજ નો વિકાસ જોવા ગયો જોયું તો એક બાજ તો ગર્વભેર આકાશ માં ઉડતો હતો પણ બીજો બાજ એક ડાળી પર જ બેઠો હતો.
રાજા એ પ્રશિક્ષક ને પૂછ્યું કે આ બીજું બાજ બાળ કેમ નથી ઉડતું??
‘મહારાજ, ખબર નહિ કેમ પણ હું તો બંને ને સરખી જ તાલીમ આપું છું પણ આ બાજ થોડું ઉડી પાછું પોતાની ડાળી પર જ બેસી જાય છે...
રાજા ને પણ અચરજ થયું એને એના રાજ્ય માં જાહેરાત કરી કે જે કોઈ આ બાજ ને ઉડતા શીખવશે એને ઇનામ આપવા માં આવશે..
ઘણા પક્ષી વિદો આવ્યા પણ એ બાજ તો ડાળી થી દુર જાય જ નહિ એમની વચ્ચે ગામડા નો એક ખેડૂત આવ્યો.
થોડા દિવસ પછી રાજા એ જોયું કે બંને બાજ પક્ષીઓ આકાશ ની ઉંચાઈઓ માપી રહ્યા હતા. રાજા એ પૂછ્યું તે આમ કેમ કર્યું?? ખેડૂત કહે ‘મહારાજ, હું બહુ જ્ઞાન ની વાતો તો નથી જાણતો પણ મેં તો ફક્ત એ ડાળી જ કાપી નાખી જેના ઉપર એ પક્ષી બેસતુ હતું અને જેવી એ ડાળી ન રહી, પક્ષી આકાશ ની ઉંચાઈઓ ને પ્રાપ્ત કરી શક્યું”
 આપણી સમક્ષ પણ આખું આકાશ પડેલું છે પણ આપણે અમુક ડાળી ને વળગી રહીએ છીએ. ‘આ મારા થી નહિ થાય’ બસ આ ડાળી જો આપણે મૂકી દઈએ તો સફળતા નું આકાશ માપી લેવું અઘરું નથી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વર્ષો આધારે કઈ ઉજવણી ક્યારે?ઉજ્વણીનું નામ

શૈક્ષણિક ઈનોવેશન-શિક્ષણની ગુણવતા પંથે

સન્માન પત્ર word ફાઈલ