પ્રેરણા:અમેરીકામાં વસતા એસ.પી યુનિ ના ભુતપૂર્વ વિધાર્થીઓ કરે છે ભારતીય વિધાર્થીઓની ચિંતા:ફંડ એકઠું કરી ચલાવે છે શિક્ષણયજ્ઞ
ન્યૂજર્શી માં સરદાર પટેલ યુનિ.ના ભૂતપૂર્વ વિધાર્થીઓના એસ.પી.યુ."alumni "સંમેલનની ચરોતરને મદદરૂપ થવાના સંકલ્પ સાથે આનંદપૂર્વક ઉજવણી
-વિદેશમાં સંજય રાવલ,શૈલેષ રાઠોડ સહિતના પ્રેરક લેખકોના લેખો પ્રસિધ્દ કરાયા
ન્યુજર્શી,એડિશન સ્થિત રોયલ આલ્બર્ટ પેલેસ ખાતે ચરોતરની પ્રસિદ્ધ સરદાર પટેલ યુનિ ભૂતપૂર્વ વિધાર્થીઓના સંમેલનની 16 મી વાર્ષિક ઉજવણી કરવામાં આવી હતી.જેમાં વિદેશની ધરતી ઉપર એસ.પી સાથે જોડાયેલા 800 થી વધુ વિધાર્થીઓ-સભ્યો એકઠા થયા હતા અને ચરોતરના શિક્ષણ માટે શિષ્યવૃતિ,ડોનેશન અને નવીનતમ સેવાયજ્ઞની રજુઆત કરી હતી.આ પ્રસંગે ટેબલબુકનું વિમોચન કરાયું .જેમાં હતુંજેમાં સ્વ બળે આગળ આવી વિશિષ્ટ પ્રેરક કર્યો કરનાર વકતા સંજય રાવલ,સર્જક શૈલેષ રાઠોડ સહિતના કર્મશીલોના લેખોનો તેમાં સમાવેશ કરાયો છે.
શિક્ષણમાં ટેક્નોલોજીનો ઉપયોગ લેખ પ્રસિધ્ધ કર્યો છે.
આ પ્રસન્ગે અમેરિકીમાં વસતા ભૂતપૂર્વ વિધાર્થોના સંઘે વિદ્યાનગરમાં ભણતા 80 જેટલા વિધાર્થીઓને સહાયરૂપે શિષ્યવૃતિ આપવા માટે ઉપપ્રમુખ જતીન દેસાઈ દ્વારા જાહેરાત અને રજૂઆત કરવામાં આવી હતી.સંસ્થાના ચેરમેન ભીખુભાઇ પટેલે એસ.પી યુનિ.અને સી.વી.એમ ને મદદરૂપ થવા બદલ એસ.પી એલ્યુમીની ભૂતપૂર્વ વિધાર્થીઓ યુ એસ.એ નો આભાર માન્યો હતો.
સંસ્થાના મંત્રી ચીનુભાઈ જાનીએ વિધાર્થીઓ દ્વારા મદદ ના નવતર પ્રયોગની માહિતી આપી તમામ વિદેશમાં વસતા ભૂતપૂર્વ વિધાર્થીને શિક્ષણયજ્ઞમાં જોડાઈ ચરોતરમાં શિક્ષણ લેતા વિધાર્થીઓને સહાય કરવા અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે શિક્ષણયજ્ઞમાં મહત્વની ભૂમિકા ભજવનાર કનુભાઈ પટેલ(બી.એ પી એસ.)કિરણભાઈ એન પટેલ,કિરણભાઈ બી પટેલ,કિશોરભાઈ પટેલ,રમેશભાઈ પટેલ,ડો.શરદ ઠાકર,ડો.ગોરધનભાઈ પટેલ,આલ્બર્ટ જસાણી,શોભનાબેન પટેલ,મહેશ રાવલજી,ડો.અમિત ત્રિવેદી નું સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પ્રેરક વક્તા સંજય રાવલ અને હાસ્યકલાકાર દિનકર મહેતાએ જ્ઞાન અમને મનોરંજન પીરશી ગુજરાતીઓની સેવા પ્રવૃત્તિને બિરદાવી હતી.સંસ્થાના મંત્રી સી.ઝેડ પટેલે 11000 ડોલરનું દાન આપનાર ભરોડાના કિરીટભાઈ બી પટેલની સેવાઓને બિરદાવી હતી.
ભૂતપૂર્વ વિધાર્થીઓ અમેરિકાની ટિમસી.ઝેડ પટેલ,ડી ડી પટેલ,હર્ષદ પટેલ,રતિભાઈ પટેલ,ભારત પટેલ,મહેન્દ્ર પટેલ,ધર્મેશ પટેલ,ચીનુભાઈ જાની ,અલાય પટેલ,જતીન પટેલ,કમલેશ પટેલ,પિયુષ પટેલ,રૂપ પટેલ,રશ્મિ પટેલ,મિલેશ પટેલ,સચિન પટેલ,પ્રકાશ પટેલ,હિના પટેલ,કમલેશ પટેલ,રિના પટેલ,હસમુખ પટેલ અને હરિભાઈ પટેલે કાર્યક્રમને સફળ બનાવવા મહત્વની ભૂમિકા ભજવી હતી.
samachar
-શૈલેષ રાઠોડ
મો-9825442991
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો