સારું શિક્ષણ એટલે ખરેખર શું ?
સારું શિક્ષણ એટલે ખરેખર શું ?
આજકાલ શ્રેષ્ઠ શાળા/કોલેજ કે સેલ્ફ ફાઈનાન્સ યુનિર્વિસટીમાં એડમિશન લેવાની જાણે કે પુરબહારમાં સિઝન છે. શહેરોમાં ધમધમતા વિવિધ મેગામોલની અનેક સવલતો સાથેની જાહેરાતની જેમ જ અનેક સેલ્ફ ફાઈનાન્સ શાળા/કોલેજ અને યુનિ.ની જાહેરાતો શહેરના રાજમાર્ગાે પરના હોલ્ડિંગ્સમાં જોવા મળે છે. ત્યારે પ્રશ્ન થાય કે આ શૈક્ષણિક સંસ્થાઓ છે કે, એજ્યુકેશનલ ઈન્ડસ્ટ્રીઝના કોર્પાેરેટ હાઉસ જેના માસ પ્રોડક્શન તરીકે સતત બેકારોની ફોજ બહાર પડતી જ રહે !
૩૦ એકરથી પણ વધારે જમીનમાં ફેલાયેલ કેમ્પસ, વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રખ્યાત ફેકલ્ટી, ૧૫૦થી પણ વધારે અભ્યાસક્રમો, વિવિધ સુવિધાઓથી ભરપુર એજ્યુકેશનલ કેમ્પસની આવી જાહેરાત વાંચીને સામાન્ય માણસ તો રીતસરનો ગળગળો થઈ જાય. સમાજને એમ જ લાગે કે આવા કેમ્પસમાં બાળકનું એડમિશન લઈ લીધું એટલે બેડો પાર. આપણી સાત પેઢી તરી જશે. પરંતુ આ માત્ર માણસો ભ્રમ છે વાસ્તવિકતા તો એ છે કે વિશ્વની સર્વશ્રેષ્ઠ ૧૦૦ નહીં પણ પહેલી ૨૦૦ યુનિ.માં પણ ભારતની એક પણ યુનિ. સામેલ નથી.
ભારતમાં જ્ઞાાનની ભૂખ ફરીથી ઉઘડી છે, શિક્ષણ એટલે કે અક્ષરજ્ઞાાનનું મૂલ્ય સામાન્ય માણસ સમજતો થયો છે. કોઈ પણ સમાજમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને ભોજન દરેક વ્યક્તિને સહજ અને પરવડે તે કિંમતે ઉપલબ્ધ હોવા જોઈએ. તેની બદલે વ્યક્તિ એજ્યુકેશન લોન લઈને કે પોતાની મરણમૂડી વાપરીને પણ પોતાના બાળકને શ્રેષ્ઠ શિક્ષણ આપવાનો પ્રયાસ કરે છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે માત્ર સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે કોથળા મોઢે ફી આપીને મળે તેને જ શ્રેષ્ઠ શિક્ષણ કહેવાય ?
ભારતની ૪૨ ડિગ્રી ગરમીમાં પણ બ્લેઝર અને ટાઈ પહેરી ફાંકડું ઈંગ્લિશ બોલનારા M.B.A. ગ્રેજ્યુએટને રસ્તા પર ટ્રાફિકને નડતર રૂપ ન થાય એ રીતે કાર પાર્ક કરવા જેટલી સિવિક સેન્સ નહીં હોય તો ચાલશે પણ કોઈ એક ડિગ્રી તો જોઈશે જ. વિચારો આપણે સાચા રસ્તે છીએ કે કેમ ?
‘બેટા કાબિલ બનો કાબિલ-કામયાબી તો સાલી જખ માર કે તુમ્હારે પીછે આયેગી’ થ્રી ઈડિયટમાં રમૂજમાં કરવામાં આવેલ આ વાસ્તવિક ટકોર છે. વર્તમાન સમયમાં શિક્ષણ શું વિદ્યાર્થીને કાબિલ બનાવે છે ?
’The mind is not a vessel to be filled, but a fire to be kindled.‘
મગજ વસ્તુઓ ઠાંસીઠાસીને ભરવાનું ખાલી વાસણ નથી, પરંતુ આગ પ્રગટાવવાની મીણબત્તી છે. યુ.એસ. સ્થિત વિશ્વની નંબર ૧ યુનિ.ગણાતી હાર્વર્ડ યુનિ. એ અત્યાર સુધી વિશ્વને ૪૭ નોબલ પ્રાઈઝ વિનર, ૩૨ હેડ ઓફ સ્ટેટ અને ૪૮ જેટલા સર પુલત્ઝિર પ્રાઈઝ વનર આપ્યા છે. એટલું જ નહીં હાર્વર્ડ યુનિ.ની લાઈબ્રેરી ૭૩ શાખાઓ અને ૧૮ મિલિયન (૧૮,૦૦૦,૦૦૦) વોલ્યુમ્સ એટલે કે પુસ્તકો સાથેની વિશ્વની પ્રથમ યુનિ. લાઈબ્રેરી છે. આગળ કહું તો આ યુનિ.ના કોઈ પણ વિભાગનો અધ્યક્ષ હોવું બહુ ગૌરવનો વિષય ગણાય છે, કારણ કે માત્ર ચીલાચાલુ સેટિંગ કરીને નહીં, વાસ્તવમાં આ વ્યક્તિ ગણના સમાજમાં એ વિષયના એક્સ્પર્ટ તરીકે થાય છે.
વિદેશ સાથે સરખામણી કરવી છે ને તો હવે બસ વિચારવાનું એ છે કે ‘હમ કહાં હૈ’ આ તકે કોઈ રખે એવું. ન સમજે કે વેસ્ટર્નની નકલ કરવી એ જ અને એટલે જ શ્રેષ્ઠ શિક્ષણ બિલકુલ નહીં નહીં અને નહીં જ પરંતુ વાત દિમાગની બત્તી પ્રગટાવવાની છે. આપણે તો બધાને બિબાઢાળ એક જ ચોખટામાં ગોઠવવાના છે !
વર્તમાન ભારતીય શિક્ષણમાં દ્બ.ય્.ના પહેલા પગથિયેથી જ પહેલું કામ બાળકની કલ્પના શક્તિને શિસ્તના રૂપાળા નામે યોજનાપૂર્વક બુઠ્ઠી કરવાનું કરવામાં આવે છે. અહીં ચિત્રવિચિત્ર પ્રશ્ન પૂછનાર બાળકની ગણના તોફાની ટપુડા તરીકે થાય છે. અગર બીબાઢાળ વિચાર કર્યાે તો બરાબર- સ્કૂલના રિપોર્ટ કાર્ડના આંકડા બરાબર આવ્યા તો ઠીક નહીં તો અહીં સારા કે સંસ્કારી માણસની કોઈ વેલ્યૂ નથી.
ભારતના ઉજવળ ભવિષ્ય માટે કેટલાક પાયાના ફેરફાર એજ્યુકેશન સિસ્ટમમાં આવશ્યક છે. જેમ કે
ખરેખર શિક્ષણમાં જેને રસ છે તેવા ગુણવત્તાવાળા શિક્ષકો જ આ ક્ષેત્રમાં આવ education is not be the last choice. આ અધ્યાપકોના પણ પરિણામ લક્ષી રિફ્રેશર કોર્સ સમયે સમયે થતા જ રહે. હાલ અનેક સરકારી યુનિ.માં હજારો અધ્યાપકો એવા છે જેમણે છેલ્લે ક્યારે પોતાના વિષયનો ક્લાસ લીધો હશે તે પણ યાદ નહીં હોય. આવા લોકો ઊધઈની જેમ સિસ્ટમને ખોખલી કરી રહ્યાં છે.
ગોખણિયા જ્ઞાાનની પરીક્ષા પદ્ધતિને બદલે નવા નવા સંશોધનો, સ્વતંત્ર વિચાર શૈલી, મૌલિકતાને વધારે મહત્ત્વ આપવું જ પડશે.
સ્કીલબેઈઝ એજ્યુકેશન પર ભાર મૂકવો જ પડશે.
બધાને માટે એક જ ઘરેડ યોગ્ય ન હોય શકે. શ્રી રવિશંકરજીએ બહુ જ સરસ વાત કરી. ‘તમારી પદ્ધતિથી એ નથી સમજી શકતા તો એ જે પદ્ધતિથી સમજે છે તે પદ્ધતિથી સમજાવો.’- one size does not fit all.
છેલ્લું અને અતિ અગત્યનું કોલોનીયલ education system હવે goodbye કહેવાનો સમય આવી ગયો છે.
-ડો.આરતી ઓઝા
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો