પોસ્ટ્સ

2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ભારતની આઝાદીની ચળવળમાં પ્રાણ ફૂંકવામાં ચરોતર અવ્વલ

છબી
-શૈલેષ રાઠોડ ખેડા સત્યાગ્રહ એ ગુજરાતના ખેડા જિલ્લામાં મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ બ્રિટીશ રાજ વિરૂદ્ધનો એક સત્યાગ્રહ છે. આ આંદોલન ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો એક પ્રમુખ વિદ્રોહ છે. ખેડામાં વર્ષે સરેરાશ 30 ઇંચ વરસાદ પડતો હતો, પણ તે વર્ષે છે સિત્તેર ઇંચ પડ્યો અને લાંબો ચાલ્યો. પરિણામ બે પાક સળંગ નિષ્ફળ ગયા. ચોમાસુ પાક તો બગડ્યો અને ક્યાંય રવીપાક થયો હતો ત્યાં ઉંદરોએ તેનો નાશ કર્યો હતો.ખેડા જિલ્લાના ખેડૂતો પાક નિષ્ફળ જવાના કારણે તથા પ્લેગનો રોગચાળો ફાટી નીકળવાના કારણે અંગ્રેજ સરકાર દ્વારા નાખવામાં આવેલો ઊંચો કર ભરી શકે તેમ નહોતા આથી ગાંધીજીએ ખેડૂતોના સમર્થનમાં આ આંદોલન કર્યું હતું. ગુજરાતમાં ચાલેલી આ ચળવળમાં ગાંધીજી મુખ્યત્ત્વે આધ્યાત્મિક અને નૈતિક આગેવાન હતાં. તેમના મુખ્ય સેનાપતિ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ અને અન્ય ગાંધીવાદી નેતાઓ જેવા કે, નરહરી પરીખ, મોહનલાલ પંડ્યા, રવિ શંકર વ્યાસ મુખ્ય હતા. તેમણે ગ્રામ્ય ક્ષેત્રોની મુલાકાત લઈ લોકોને સંઘર્ષ માટે તૈયાર કર્યા તથા તેમની લડતને રાજનૈતિક નેતૃત્ત્વ, પીઠબળ અને દિશાનિર્દેશ આપ્યાં હતાં.ગુજરાતના અમદાવાદ અને વડોદરા શહેરના ઘણાં લોકો આ ચળવળમાં જોડાયા...

સુગરી કોલોની

છબી
ખંભાત પાસે આવેલ નગરા સીમમાં સુગરી કોલોની આવેલી છે.એક અદભુત આયોજન પક્ષીઓએ સહવાસ માટે કર્યું છે.એકજ જાત સુગ્રીજાત.સહુ એકરંગે એક વૃક્ષ ઉપર એકમેકના બની રહે તેવું આયોજન. દરેક પક્ષીને ઉડવાનો હક્ક,જીવવાનો હક્ક,એકમેકના સહવાસનો હક્ક....એક તસ્વીર વર્તમાન સમાજ માટે પ્રેરણારૂપ છે. -શૈલેષ રાઠોડ

BJP Candidate List 2022:ભાજપની પ્રથમ યાદી જાહેર, જાણો કોનો થયો સમાવેશ

છબી
BJP Candidate List 2022:ખંભાતમાંથી મયુર રાવલને રિપીટ કરાયા -શૈલેષ રાઠોડ ભાજપની પ્રથમ યાદી જાહેર, જાણો કોનો થયો સમાવેશ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની જાહેરાત કરવામાં આવી ગઈ છે. જેને લઈને ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જણાવી દઈએ કે, આ યાદી પહેલા વડાપ્રધાન મોદી અને શાહની હાજરીમાં CM ભુપેન્દ્ર પટેલ અને સી આર પાટીલની બેઠક થઈ હતી. આ બાદ, ભાજપ તરફથી ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાત ચૂંટણીમાં ભાજપે 182માંથી 160 ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ આમ આદમી પાર્ટી દ્વારા પણ મોટા ભાગના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ, કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાંથી 89માંથી 84 ઉમેદવાર જાહેર કરાયા છે. જેમાં પહેલા તબક્કામાંથી 84માંથી 14 મહિલાઓ સામેલ કરવામાં આવી છે. આ સાથે 4 ડોક્ટર અને 4 PHD ભાજપના ઉમેદવાર જાહેર થયા છે. ઘાટલોડિયાથી લડશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હાર્દિક પટેલ વિરમગામથી લડશે ચૂંટણી, વાવમાં સ્વરૂપ ઠાકોર, થરાદમાં શંકર ચૌધરી, જેતપુરમાં જયેશ રાદડિયાને અપાઈ ટિકિટ, જસદ...

કોંગ્રેસને મોટો ઝટકો:ભગા બારડ ભાજપમાં જોડાયા

છબી
કોંગ્રેસ માટે વિધાનસભા ચૂંટણી"ગલે કી હડ્ડી "બની રહી છે.કોંગ્રેસમાં મોહન રાઠવા બાદ વધુ એક ધારાસભ્ય ભગાભાઈ બારડ ભાજપમાં જોડાતા કોંગ્રેસની ચિંતા બમણી થઇ ગઈ છે. આજે તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય કમલમ ખાતે ભાજપમાં જોડાયા છે.૨૦૦૭ અને ૨૦૧૭ માં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ભગાભાઈ બરડ ક્યાં કારણોસર ભાજપમાં જોડાયા છે તે યક્ષ પ્રશ્ન છે.

ખંભાત કોંગ્રેસ વિધાનસભા બેઠક માટે ખુશમનભાઈ પટેલ હોટ ફેવરીટ

છબી
ખંભાત વિધાનસભા બેઠક ભાજપનો ગઢ છે.અહી ભાજપના મયુર રાવલ ગત વિધાનસભામાં વિજયી બન્યા હતા.જોકે,કોંગ્રેસ ચાલુ વર્ષે ખુશમનભાઈ પટેલને રીપીટ કરે તેવા ચક્રો ગતિમાન થયા છે. ગત ચૂંટણીમાં મયુરભાઈ રાવલને ૭૧૪૪૯ મત મળ્યા હતા.કોંગ્રેસના ખુશમન પટેલને ૬૯૧૪૧ મત મળ્યા હતા.ભાજપ માત્ર ૨૩૧૮ મતોથી વિજયી બન્યો હતો.કોંગ્રેસના ખુશમન પટેલ સ્વચ્છ છબી ધરાવે છે.તેઓ કોઈના વિરોધમાં નહિ પણ સમાજના વિકાસમાં માનનાર વ્યક્તિ છે.તેમણે જણાવ્યું હતું કે,મને કોઈનો વિરોધ નથી.દરેક પોતાની ક્ષમતા મુજબ કામ કરે છે.હું ખંભાતમાં રોજગાર લાવવામાં અને પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં માનું છું.ખંભાતના ભાલીયા ઘઉં અને ચોખાને નિકાસનીનવી દિશા મળે તે માટે વધુ કામકરવા માંગું છું.હીરા,અકીક,[પતંગ ઉદ્યોગ વિકસે અને યુવાનોને રોજગારી મળે તે માટે મારું ધ્યેય રહેશે.

ખંભાતનો માછીમારી ઉદ્યોગ મરણ પથારીએ

છબી
ખંભાતનો માછીમારી ઉદ્યોગ મરણ પથારીએ પડ્યો છે.હાલમાં ખંભાતના અખાતને અડીને આવેલા ૨૧ જેટલા ગામોના ૨૨૦૦થી વધુ માછીમારો દરિયાની અનિયમિતતા,સાધનોનો અભાવ,વહીવટીતંત્રની ઉપેક્ષાને કારણે દયનીય સ્થિતિમાં મુકાયા છે. માછીમારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા મધુબેને જણાવ્યું હતું કે,ખંભાતનો આખત નદીઓનાવહેણને કારણે પુરાઈ ગયો છે.દરિયો દુર ચાલ્યો ગયો છે.માછીમારો દૈનિક ૮ થી ૧૦ કિમી ચાલીને દરિયા સુંધી પહોચે છે.દરિયામાં માછીમારી માટે પુરતી સુવિધા ન હોવાને કારણે નાની બોટોનો ઉપયોગ કરવો પડે છે.જે જોખમી અને ખર્ચાળ છે. ખંભાતના માછીમારો માટે મચ્છી વેચવા માટે યોગ્ય સુવિધા નથી.અહીંથી જે માલ અન્ય શહેરોમાં વેચાઈ છે તેની પુરતી કિંમત મળતી નથી.નજીવી કીમતે માલ વેચવો પડે છે.સરકાર દ્વારા કોઈ જ વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી. જો આવનાર દિવસોમાં યોગ્ય સુવિધા ઉભી નહિ કરવામાં આવે તો ખંભાતનો માછીમારી ઉદ્યોગમારી પરવાડશે.

અનોખું અભિયાન: મહારાષ્ટ્રના સાંગલી ગામમાં સાંજે ૭ વાગતાં જ મોબાઇલ, ટીવી બંધ કરી દેતા ગ્રામજનો

છબી
ટેકનોલોજીના વર્તમાન સમયમાં મોબાઇલ અને ઇન્ટરનેટે લોકોનું જીવન બદલ્યું છે. ટેકનોલોજીના કારણે લોકોના અનેક કામો આસાન બન્યા છે. જો કે હવે આ સાધનોની લોકોને લત લાગી ચૂકી છે. જેથી મોટાભાગના લોકો મોબાઇલ, ટીવી સહિતના ગેઝેટસ પર વધુ સમય વિતાવી રહ્યા છે. જેના કારણે વ્યકિત પરિવાર, સગાસંબંધી અને મિત્રોથી દૂર થઇ રહ્યો છે. અનેક રીસર્ચમાં પણ એ વાતનો ખુલાસો થયો છે કે, મોબાઇલ જેવા ગેઝેટસ પર કલાકો વીતાવનાર વ્યકિતને સાઇડ ઇફેકટ પણ થાય છે, જે આરોગ્યને અસર કરે છે. આ વાતને ધ્યાને લઇને મહારાષ્ટ્રના સાંગલી ગામમાં સરપંચ દ્વારા અનોખો ઉપાય અજમાવવામાં આવ્યો છે. જેમાં દરરોજ સાંજે દોઢ કલાક તમામ ગ્રામજનો પોતાના મોબાઇલ, ટીવી સહિતના ગેઝેટસ બંધ રાખે છે. જેના માટે મંદિરમાંથી સાયરન વગાડવામાં આવે છે. આ અનોખી પહેલનો પ્રસ્તાવ ગામના સરપંચ વિજય મોહિતે મૂકયો હતો. જેને આવકારીને ગ્રામજનો અભિયાનમાં જોડાયા છે. દરરોજ સાંજે ૭ વાગ્યે ગામના મંદિરમાં સાયરન વાગતા જ ગ્રામજનો પોતાના મોબાઇલ, ટીવી સહિતના ગેઝેટસ બંધ કરી દે છે. આ દરમ્યાન લોકો પુસ્તકો વાંચે છે, બાળકો પોતાનો અભ્યાસ કરે છે. જયારે કેટલાક લોકો એકમેકને મળીને વાર્તાલાપ કરે છે. લગભગ દો...

અનોખા દિવ્યાંગ શિક્ષિકા હિમાનીની અનોખી યાત્રા

છબી
-શૈલેષ રાઠોડ અમિતાભ બચ્ચનનાં સૌથી પોપ્યુલર ટીવી શો 'કૌન બનેગા કરોડપતિ 13' ને આ વર્ષની પહેલી કરોડપતિ સ્પર્ધક મળી ગઇ છે. જી હાં, હિમાની બુંદેલા આ વર્ષની પહેલી કરોડપતિ બની ગઇ છે.દૃષ્ટિ ન હોવા છતાં તેઓ 'ફાસ્ટેસ્ટ ફિંગર રાઉન્ડ'માં ઝડપથી જવાબ આપવામાં સફળ થયાં. તાજ નગરી આગરાનાં હિમાની બુંદેલા એક પ્રજ્ઞાચક્ષુ છે અને તેઓ ગણિતનાં શિક્ષિકા છે.તેમણે એક દુર્ઘટના બાદ પોતાની દૃષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી દીધી હતી. તેમની આંખોનાં ત્રણ ઑપરેશન થઈ ચૂક્યાં છે પણ તેમની દૃષ્ટિ પાછી આવી શકી નથી.આજે પણ જે ઉમંગ અને ઉત્સાહથી એ હિમાની બુંદેલા પોતાના વિદ્યાર્થીઓને ભણાવે છે તે અદ્ભુત અને પ્રસંસનીય છે.હિમાની જીતેલી રકમથી દિવ્યાંગ બાળકો માટે એક તાલીમસંસ્થા ખોલવા માગે છે. usercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiMumPencBdz0TAK-bcGGXK2R4ywqynDARyPM_tH5f2SJUSb2rFTaHagHSQhyFNAGg4FKnqdzhrziDDXk8u5kxlSNV2ggZlj6tE6eD97cFxwA3aGRzbPyNN4yI44dT-0j8AKv5KV5qfgff0lX2rRLMD7t1FIsUe1A80Mq1Lz8yGAFH67tm5n148ksSj/s200/KBC-13-st-crorepati-aer.jpg"/> બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ફ્રાન્સમાં બ્રિટનનાં જાસૂસના રૂપમાં કામ કરતી વ...

ફિલ્મોમાં શિક્ષણ અને ઇનોવેશન

થોડા સમય પહેલા છેલ્લી સિઝનના 'કૌન બનેગા કરોડપતિ'માં પ્રથમ કરોડપતિ એક મહિલા શિક્ષક બન્યાં અને તે પણ જેમની આંખોની રોશની સાવ ઝાંખી થઈ ગયેલી હતી! પરંતુ જે ઉમંગ અને ઉત્સાહથી એ હિમાની બુંદેલા પોતાના વિદ્યાર્થીઓને ભણાવે છે,તેનાથી આપણા ભૂતપુર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એસ. રાધાકૃષ્ણનની સ્મૃતિ તાજી થઈ ગઈ; જેમનો જન્મદિનપાંચમી સપ્ટેમ્બરે હોય છે. તે પણ પોતાના વિદ્યાર્થીઓને એટલો આદર આપતા કે તેમને ત્યાં ભણવા આવેલા સ્ટુડન્ટને એ દરવાજા સુધી મૂકવા જતા! તેમનો બર્થડેવર્ષોથી આપણે ત્યાં 'ટીચર્સ ડે' તરીકે ઉજવાય છે. ડૉક્ટરરાધાકૃષ્ણન જેટલા આધ્યાત્મિકતા અને તેનાં વિવિધ પાસાંના બ્રિલિયન્ટ અને જ્ઞાાની અભ્યાસી કદાચ જ કોઇ થયા છે. વિશ્વમાં પણ લિટરેચર માટે નોબેલ પ્રાઇઝની ઉમેદવારી ૧૬ વખત મેળવનારા કદાચ એ એકમાત્ર આધુનિક ઋષિ હશે! એક સમયે સ્કૂલમાં શિક્ષકો ગૌરવપૂર્વક કહેતા કે આપણા રાષ્ટ્રપતિ વિદેશમાં બોલવા ઉભા થાય ત્યારે, અંગ્રેજોને પણ ડિક્શનેરી લઈને બેસવું પડે છે!એટલે આપણે ડૉક્ટર રાધાકૃષ્ણનના અને હિમાની બુંદેલાના સહારે હિન્દી ફિલ્મોમાં શિક્ષક અને વિદ્યાર્થીની મજબૂત સાંકળમાં જોડી દઈએ.હિમાનીની જેમ જ 'હિચકી...