ખંભાતનો માછીમારી ઉદ્યોગ મરણ પથારીએ
ખંભાતનો માછીમારી ઉદ્યોગ મરણ પથારીએ પડ્યો છે.હાલમાં ખંભાતના અખાતને અડીને આવેલા ૨૧ જેટલા ગામોના ૨૨૦૦થી વધુ માછીમારો દરિયાની અનિયમિતતા,સાધનોનો અભાવ,વહીવટીતંત્રની ઉપેક્ષાને કારણે દયનીય સ્થિતિમાં મુકાયા છે.
માછીમારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા મધુબેને જણાવ્યું હતું કે,ખંભાતનો આખત નદીઓનાવહેણને કારણે પુરાઈ ગયો છે.દરિયો દુર ચાલ્યો ગયો છે.માછીમારો દૈનિક ૮ થી ૧૦ કિમી ચાલીને દરિયા સુંધી પહોચે છે.દરિયામાં માછીમારી માટે પુરતી સુવિધા ન હોવાને કારણે નાની બોટોનો ઉપયોગ કરવો પડે છે.જે જોખમી અને ખર્ચાળ છે.
ખંભાતના માછીમારો માટે મચ્છી વેચવા માટે યોગ્ય સુવિધા નથી.અહીંથી જે માલ અન્ય શહેરોમાં વેચાઈ છે તેની પુરતી કિંમત મળતી નથી.નજીવી કીમતે માલ વેચવો પડે છે.સરકાર દ્વારા કોઈ જ વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી.
જો આવનાર દિવસોમાં યોગ્ય સુવિધા ઉભી નહિ કરવામાં આવે તો ખંભાતનો માછીમારી ઉદ્યોગમારી પરવાડશે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો