ખંભાત કોંગ્રેસ વિધાનસભા બેઠક માટે ખુશમનભાઈ પટેલ હોટ ફેવરીટ
ખંભાત વિધાનસભા બેઠક ભાજપનો ગઢ છે.અહી ભાજપના મયુર રાવલ ગત વિધાનસભામાં વિજયી બન્યા હતા.જોકે,કોંગ્રેસ ચાલુ વર્ષે ખુશમનભાઈ પટેલને રીપીટ કરે તેવા ચક્રો ગતિમાન થયા છે.
ગત ચૂંટણીમાં મયુરભાઈ રાવલને ૭૧૪૪૯ મત મળ્યા હતા.કોંગ્રેસના ખુશમન પટેલને ૬૯૧૪૧ મત મળ્યા હતા.ભાજપ માત્ર ૨૩૧૮ મતોથી વિજયી બન્યો હતો.કોંગ્રેસના ખુશમન પટેલ સ્વચ્છ છબી ધરાવે છે.તેઓ કોઈના વિરોધમાં નહિ પણ સમાજના વિકાસમાં માનનાર વ્યક્તિ છે.તેમણે જણાવ્યું હતું કે,મને કોઈનો વિરોધ નથી.દરેક પોતાની ક્ષમતા મુજબ કામ કરે છે.હું ખંભાતમાં રોજગાર લાવવામાં અને પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં માનું છું.ખંભાતના ભાલીયા ઘઉં અને ચોખાને નિકાસનીનવી દિશા મળે તે માટે વધુ કામકરવા માંગું છું.હીરા,અકીક,[પતંગ ઉદ્યોગ વિકસે અને યુવાનોને રોજગારી મળે તે માટે મારું ધ્યેય રહેશે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો