અનોખા દિવ્યાંગ શિક્ષિકા હિમાનીની અનોખી યાત્રા
-શૈલેષ રાઠોડ
અમિતાભ બચ્ચનનાં સૌથી પોપ્યુલર ટીવી શો 'કૌન બનેગા કરોડપતિ 13' ને આ વર્ષની પહેલી કરોડપતિ સ્પર્ધક મળી ગઇ છે. જી હાં, હિમાની બુંદેલા આ વર્ષની પહેલી કરોડપતિ બની ગઇ છે.દૃષ્ટિ ન હોવા છતાં તેઓ 'ફાસ્ટેસ્ટ ફિંગર રાઉન્ડ'માં ઝડપથી જવાબ આપવામાં સફળ થયાં.
તાજ નગરી આગરાનાં હિમાની બુંદેલા એક પ્રજ્ઞાચક્ષુ છે અને તેઓ ગણિતનાં શિક્ષિકા છે.તેમણે એક દુર્ઘટના બાદ પોતાની દૃષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી દીધી હતી. તેમની આંખોનાં ત્રણ ઑપરેશન થઈ ચૂક્યાં છે પણ તેમની દૃષ્ટિ પાછી આવી શકી નથી.આજે પણ જે ઉમંગ અને ઉત્સાહથી એ હિમાની બુંદેલા પોતાના વિદ્યાર્થીઓને ભણાવે છે તે અદ્ભુત અને પ્રસંસનીય છે.હિમાની જીતેલી રકમથી દિવ્યાંગ બાળકો માટે એક તાલીમસંસ્થા ખોલવા માગે છે.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ફ્રાન્સમાં બ્રિટનનાં જાસૂસના રૂપમાં કામ કરતી વખતે નૂર ઇનાયતખાને આમાંથી કયા નામનો ઉપયોગ કર્યો હતો?
A-વેરા ઍટકિંસ, B- ક્રિસ્ટિના સ્કારબેક, C-જુલીઅન આઇસ્નર, D-જીન-મૅરી રિનિયર.
'કૌન બનેગા કરોડપતિ'ની 13મી આવૃત્તિના 31 ઑગસ્ટના રોજ પ્રસારિત થયેલા ઍપિસોડમાં એક કરોડ રૂપિયા માટેનો આ સવાલ હતો.
જેનો હિમાની બુંદેલાએ સાચો જવાબ આપતાં તેઓ એક કરોડની ધનરાશી જીતી ગયા. 23 ઑગસ્ટે શરૂ થયેલા 'કૌન બનેગા કરોડપતિ'ની 13મી સિઝનનાં તેઓ પહેલાં કરોડપતિ બન્યાં છે.
ગૅમમાં તેમનો આ 15મો પ્રશ્ન હતો. તેનો જવાબ હતો D-જીન-મૅરી રિનિયર.
હિમાની આત્મવિશ્વાસથી કહે છે કે, જવાબ લૉક કરી દો. "જો નીચે પટકાઈશ તો પણ એ ભગવાનની મરજી", હશે તેમ 16મા સવાલનો જવાબ લૉક કરાવતા હિમાની અમિતાભ બચ્ચનને કહે છે.
જોકે હિમાની 16મો પ્રશ્નનો જવાબ ન આપી શક્યાં અને તેમણે ગૅમ ત્યાં જ ક્વીટ કરી એટલે કે આગળ નહીં રમવાનો નિર્ણય કરી એક કરોડની ધનરાશી સાથે ગૅમ છોડી દીધી.
તે ૧૫ વર્ષની હતી ત્યારે એક અકસ્માતમાં તેની આંખો ચાલી ગઈ.પરિવારે ભરપુર હિમત આપી.અકસ્માત બાદ છ મહિના તે ડીપ્રેશનમાં ચાલી ગઈ.જોકે પરિવારની હિમતે તેને બેઠી કરી.
દ્રષ્ટિ ભલે ચાલી ગઈ પરંતુ હિમાનીએ સપના જોવાનું ચાલુ રાખ્યું.દ્રષ્ટિ ચાલી ગઈ હોય ડોક્ટર બનવાનું સપનું અધૂરું રહ્યું પરંતુ પરિવારે તેની બીજી ઈચ્છા ગ્રેજ્યુએશન અને બી.એડ પૂરી કરી છેક સુંધી ભણાવી.હ્યુમેનીટી વિષય સાથે ગ્રેજ્યુએશન કર્યું અને ડૉ.શકુંતલા યુનિવર્સીટીમાંથી બી.એડ કરી કેન્દ્રીય સિલેકશન બોર્ડમાં તેની પસંદગી થતા તે કેન્દ્રીય શાળામાં ગણિત શિક્ષિકા બની.આંખો ન હોવા છતાય મનની આંખોથી નોકરી અને કેબીસી માં સફળ બની.
હિમાની એક જિંદાદિલ ગણિત વિષયની શિક્ષિકા છે અને ઘણી બિન્દાસ છે.શાળામાં બાળકો જાગૃત બને તેવા અવનવા કાર્યક્રમો યોજે છે અને પ્રોગ્રામ ચલાવે છે.દૃષ્ટિ ન હોવા છતાં તે શાળાની ઇનોવેટીવ અને દરેક પ્રેરક કાર્યક્રમો કરનાર શિક્ષિકા છે.તે શાળામાં બાળકોની સૌથી પ્રિય શિક્ષક છે.તેમને મેજિક મેથ્સ ટીચર કહેવામાં આવે છે.
તે કહે છે કે,"તે ૯ વર્ષની હતી ત્યારથી કેબીસી જોતી હતી અને છેલ્લા ૫ વર્ષથી શો માં તક મળે તે માટે પ્રયાસ કરતી હતી.આજે જીવનનું દરેક સપનું સાકાર થઇ ગયું. આજે મને સદીનાં મહાનાયકનાં દીદાર થઇ ગયા.KBCમાં આવવાનું મારું સૌથી મોટું ટારગેટ છે, જે દિવ્યાંગ બાળકોમાં અવેરનેસ પ્રોગ્રામ તેમની શાળામાં ચલાવેલ છે. હું ઇચ્છુ છુ કે, આવો જ પ્રોગ્રામ દર એક કેન્દ્રીય વિદ્યાલય સંગઠનમાં ચલાવવામાં આવે.'
હિમાનીએ એક કરોડ રૂપિયા જીત્યા બાદ કહ્યું, "હું કેટલી રકમ જીતી છું (કરકપાત બાદની નિશ્ચિત રકમ) એ જાહેર ન કરી શકું. મારે સમાવિષ્ટ કૉચિંગ ક્લાસ શરૂ કરવા છે. આપણે ત્યાં સમાવિષ્ટ યુનિવર્સિટી છે પરંતુ કૉચિંગ ક્લાસ નથી. આથી અહીં સામાન્ય અને દિવ્યાંગ બાળકો પણ કૉચિંગ લઈ શકશે.અમે તેમને યુપીએસસી, સીપીસીએસ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારીઓ કરાવીશું."
"મેં પ્રજ્ઞાચક્ષુ બાળકોને માનસિક સ્વાસ્થ્યની તંદુરસ્તી મામલે પણ જાગૃત કરવાનું કામ શરૂ કર્યું છે. વળી લૉકડાઉનમાં મારા પિતાનો નાનો બિઝનેસ ઠપ થઈ ગયો તેને પણ ફરી શરૂ કરવો છે. જેથી તેમને સુરક્ષિત અનુભવ મળે."
અમિતાભ બચ્ચન કહે છે કે, 'KBCનાં ઇતિહાસમાં એવાં ઘણી વખત અવસર આવ્યાં છે જ્યારે અમારા ખેલાડીઓએ આ ખેલને આ મંચનાં અસ્તિત્વને સાર્થક કરી દીધા, હિમાની બુંદેલાનાં રૂપમાં.'
હાલમાં હિમાનીએ જ્વાલા સુપર એબલ્ડ વેલ્ફેર ટ્રસ્ટ ઉભું કરી જીતેલી રકમાંથી ભારતભરના દિવ્યાંગો માટે શિક્ષણ,આરોગ્ય,રોજગારી સને સુવિધાલક્ષી પ્રવૃતિઓ હાથ ધરશે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો