ખંભાતની શાળામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા બાળકો સ્વય આગળ આવ્યા
ખંભાતની શાળામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા બાળકો સ્વય આગળ આવ્યા
ખંભાત-તારાપુર,સોજીત્રા
જેવા છેવાડાના તાલુકામાં સૌથી વધુ ડ્રોપ આઉટ દર છે તેમજ અહી સ્ત્રી જન્મ
દર પણ ઓછો છે તેવા સંજોગોમાં ખંભાતની ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત
શ્રી માધવલાલ શાહ હાઇસ્કુલના બાળકોએ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા અનોખું અભિયાન
આદર્યું છે.શાળાના શિક્ષકો છેલ્લા ૨૪ વર્ષથી વિધાર્થી સહાયક પ્રવૃત્તિ
ચલાવે છે તેમાં બાળકો પણ જોડીને અધવચ્ચેથી અભ્યાસ છોડતા બાળકોની જરૂરિયાતો
પૂર્ણ કરી સમાજમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
આ અંગે ધો.૧૨ ના વિધાર્થી મુન્ફરીદ શેખે જણાવ્યું હતું કે,અમે વિધાર્થીઓ અને કેટલાક
દ્તાઓના સહયોગથી જરૂરિયાતમંદ બાળકોને યુનિફોર્મ,બુટ,નોટબુક સહિતની સુવિધા
આપીએ છીએ.અમે હોટેલ અને ચાની લારીઓ ઉપર કામ કરતા બાળકોની યાદી તૈયાર કરી
શિક્ષકોને આપી છે અને આ બાળકોને ભણતા કરવા પણ અભિયાન શરુ કર્યું છે.જો કોઈ
બાળક અધવચ્ચે થી અભ્યાસ છોડે તો અમે તેને અને તેના વાલીને સમજાવી શિક્ષણમાં
પાછા જોડીએ છે.
આ અંગે આચાર્ય રોહિતભાઈ સુથારે જણાવ્યું હતું
કે,આ પ્રથા છેલ્લા ૧૦ વર્ષથી ચાલે છે,જેમાં ૧૮ થીવધુ માછીમાર,હોટેલમાં કામ
કરતા તેમજ ઝુપડપટ્ટી માં રહેતા બાળકોને શિક્ષણ આપ્યું છે.ચાલુ વર્ષે ભાલ
પંથકના અંતિયાળ વિસ્તારમાંથી ૬૪ જેટલી દીકરીઓને પ્રવેશ આપ્યો છે.શાળામાં ૮૪
જેટલા માતાપિતા વિનાના બાળકોને તમામ સગવડ શાળામાંથી આપવામાં આવી છે.અમે આવ
બાળકોને નિશુલ્ક શિક્ષણ આપીએ છીએ.જે માટે વિદેશથી પણ દાતાઓનું દાન મળે
છે.શાળાના બાળકો આવી સેવા પ્રવૃતિમાં જોડાયા તે મારા માટે આનંદની વાત છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો