જમીન નથી પણ ૧૦ હાજર વૃક્ષોની ભેટ ચરોતરને આપે છે

જમીન નથી પણ ૧૦ હાજર વૃક્ષોની ભેટ ચરોતરને આપે છે

ચોમાસામાં છોડનું વેચાણ વધે છે.

બાગાયતી પાકોમાં કલમોના વેચાણથી આર્થિક ફાયદો

ખેતી કરીને જ આવક મેળવી શકાય એ જરૂરી નથી.આપણી પાસે વધુ જમીન ન હોય તો પણ નર્સરી ચાલુ કરી વિવિધ બગાયતી કલમો,ધરુ તૈયારી કર તેનું વેચાણ કરી તેમાંથી પણ સારી આવક મેળવી શકાય તેમ છે.ગ્રામ્ય વિસ્તારો તો ઠીક પરંતુ શહેરી વિસ્તારોમાં ગાર્ડન માટે ફૂલ, છોડની વિવિધ કલમો બનાવી અને ગાર્ડનમાં ઉપયોગી સાધનો સાથે ખેતરનું વેચાણ કરી સારી આવક મેળવી શકાય છે.
આ શબ્દો ફૂલ છોડની કલમો અને બિયારણ થાકી વિવધ છોડ ઉગાડતા ચંદુભાઈ ઠાકોરે ઉચ્ચાર્યા હતા.તેમણે જણાવ્યું હતું કે,ખેતર નથી પણ ખેતી કરતા વધુ ફાયદો છોડ ઉછેરી મેળવી લઉં છું.
ખંભાત-પેટલાદ રોડ ઉપર અનેક ફાર્મ અને નર્શરી કરતા ખેડૂતો દ્વારા  બાગાયતી ફૂલછોડ વેચાણ દ્વારા અવનવી જાતોતો વિકસાવી અને વેચી વ્યવસાય કરવામાં આવે છે.ચોમાસુ શરુ થતા જ થતા ફૂલછોડનું વેચાણ ફરી વધ્યું છે.

વર્ષે ૧૦ હજાર વૃક્ષોની જહેમત
અમે વર્ષે ૧૦ હજારથી વધુ વૃક્ષો ચરોતરમાં ઉગે તે માટે છોડ નજીવી કીમતે આપીએ છીએ.ઉપરાંત ૨૦ હજારથી વધુ ફૂલછોડ પણ બગીચામાં ઉગાડીએ છીએ.ચોમાસામાં ગર્દ્નીગની સીઝન હોઈ એટલે ગ્રાહકોવધુ આવે છે.
ચંદુભાઈ ઠાકોર,ભોલે ફાર્મ

આર્યુવેદ છોડની બોલબાલા
હવે લોકોની માંગ આર્યુવેદિક છોડ તરફ વધી છે.જેમાં શતાવરી,અરડુશી,તુલસી,મીંટ,પર્ણ કુટી જેવા છોડની માંગ વધારે રહે છે.લોકોમાં જાગૃતિ આવી હોઈ ગાર્ડનીગનો શોખ વધ્યો છે.
ગોવિંદ ઠાકોર,કબીર નર્શરી
 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વર્ષો આધારે કઈ ઉજવણી ક્યારે?ઉજ્વણીનું નામ

શૈક્ષણિક ઈનોવેશન-શિક્ષણની ગુણવતા પંથે

સન્માન પત્ર word ફાઈલ