૧૦૦ વર્ષથી નજીવી ફી માં ઉત્તમ શિક્ષણ આપતી ખંભાતની સંસ્થા ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી

૧૦૦ વર્ષથી નજીવી ફી માં ઉત્તમ શિક્ષણ આપતી ખંભાતની સંસ્થા ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી
વર્ષે ૫૫૦૦ બાળકોનું ઘડતર કરી ઉચ્ચ હોદ્દાઓ ઉપર આરૂઢ કરનાર ખંભાતની સંસ્થા
સક્ષમ વિધાર્થીઓ અને દાતાઓ સંસ્થાના શિક્ષણયજ્ઞમાં જોડાઈ

મહીને ૬૦ રૂપિયા જેવા નજીવા દરે શાળામાં આઈ ટી કલાસ,કોમ્પ્યુટર સહિતના આઈ સી ટી સાધનો વડે તેમજ સમયાંતરે ઉત્તમ શિક્ષણવિદો,નિષ્ણાતોના પ્રવચનો,રોજગાર મેળા,કારકિર્દી માર્ગદર્શન વગેરે દ્વારા વિધાર્થીઓનો સર્વાંગી વિકાસ કરતી ખંભાતની ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટીએ સમાજને ઉત્તમ વિચારકો,અધિકારીઓ,ડોકટરો,ઈજનેરો,વૈજ્ઞાનિકો આપ્યા છે.
સંસ્થાના પ્રમુખ ચંદ્રકાંત ઝવેરી છેલ્લા ૪૫ વર્ષથી વિવિધ વિધાર્થી અભિમુખ કાર્યક્રમો દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ કરી રહેલ છે.સંસ્થાના કારોબારી સભ્યો,આચાર્યો અને શિક્ષકો સતત આધુનિક શિક્ષણ અને રોજગારલક્ષી શિક્ષણના હિમાયતી હોઈ ૧૦૦ વર્ષની યાત્રા દરમ્યાન ૧ લાખ ૫૬ હજારથી વધુ બાળકોનું ઉઉમ ઘડતર થયું છે અને વિધાર્થીઓ પ્રગતિના સોપાનો સર કરી શક્યા છે.
ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી ખંભાતમાં નાવાબીકાળથી શિક્ષણયજ્ઞ ચલાવી રહી છે.સંસ્થાના મંત્રી હેમેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું કે,સંસ્થા શ્રી માધવલાલ શાહ હાઈ,એસ.ઝેડ.વાઘેલા હાઈ,એસ.બી વકીલ ઈંગ્લીશ મીડીયમ હાઈ,એસ.ડી કાપડિયા,એસ,કે વાઘેલા,ચંદન બેન જૈન પ્રા.શાળા જેવી સંસ્થાઓનું સંચાલન કરે છે અને સંસ્થા નજીવી ફી માં ગુનાવ્ત્ત્સભર શિક્ષણ આપે છે જેને કારણે સંસ્થાના બાળકો જીલ્લા અને રાજ્યમાં અગ્રીમ હરોળમાં સ્થાન મેળવી કારકિર્દી બનાવી રહ્યા છે.
સંસ્થાના પ્રમુખ ચંદ્રકાંત ઝવેરીએ જણાવ્યું હતું કે,આ શિક્ષણ યજ્ઞમાં દાતાઓ,ટ્રસ્ટીઓ અને શિક્ષણ સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓનો ફાળો છે.મુલ્ય આધારિત ,ઇનોવેટીવ,ગુણવત્તાયુક્ત શિક્ષણ છેવાડા ના ખંભાતના બાળકોને મળી રહે તેવા અમારા પ્રયાસો છે.

શિક્ષણ માટે દાતાઓ આગળ આવે
ખંભાત જેવા છેવાડાના તાલુકામાં રોજગારીની તકો નહીવત છે.ધંધા રોજગાર પણ પડી ભાગ્ય હોઈ આવા સંજોગોમાં શિક્ષણ સંસ્થા એક સમજ ઘડતરનું ઉત્તમ માધ્યમ બની રહે છે.આ સંસ્થાઓમાં વધુ સુવિધાઓ વિકસે અને બાળકોને વધુ માળખાગત સુવિધા મળે તે માટે દાતો આગળ આવે તે જરૂરી છે.આ શિક્ષણ યજ્ઞમાં સહયોગ આપવા ઈચ્છતા નાગરિકો ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી,વાઘેલા વિદ્યાભવન નો સંપર્ક કરી શકે છે.phone-02698-220942

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વર્ષો આધારે કઈ ઉજવણી ક્યારે?ઉજ્વણીનું નામ

શૈક્ષણિક ઈનોવેશન-શિક્ષણની ગુણવતા પંથે

સન્માન પત્ર word ફાઈલ