બાળગીત :દીકરી



દીકરી મારી હસતી કુદતી,
આવી છે એને પાંખ.
ઘરની ચાર દીવાલોમાંથી,મારી છે છલાંગ.
શાળાએ સહુને વ્હાલી,
કરે સઘળાં કામ.
ઘરની ચાર દીવાલોમાંથી,મારી છે છલાંગ,
ભૂખ્યાને ભોજન અર્પે,
હૈયે પ્રેમ અપાર.
ઘરની ચાર દીવાલોમાંથી,મારી છે છલાંગ.
ચપ ચપ બોલતી જાયે,
મનમાં ન કોઈ પાપ.
ઘરની ચાર દીવાલોમાંથી,મારી છે છલાંગ.
દીપ બની પ્રગટી છે,
અંધારું ન જડે ક્યાય.
ઘરની ચાર દીવાલોમાંથી,મારી છે છલાંગ
-શૈલેષ રાઠોડ”અભિધેય”

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વર્ષો આધારે કઈ ઉજવણી ક્યારે?ઉજ્વણીનું નામ

શૈક્ષણિક ઈનોવેશન-શિક્ષણની ગુણવતા પંથે

ગુજરાતનાં પ્રતિષ્ઠિત લેખકોની કલમે કંડારાયેલ-પ્રેરણાત્મક વિચારો