“મૂર્ખાઓ જ અભિમાન કરે છે”-shailesh rathod


ચિંતનલેખ
-શૈલેષ રાઠોડ

“નમ્રતા વ્યક્તિના દુર્ગુણોને છુપાવી દે છે જ્યારે અભિમાન વ્યક્તિના સદગુણોને છુપાવી દે છે.”-પ્રેમચંદ
જે નમ્ર છે તે ઈશ્વરને ચાહે છે.નમ્ર હદયવાળો મનુષ્ય આજીવન આનંદથી જીવે છે અને ગુસ્સાવાળો મનુષ્ય આજીવન દુખી રહે છે


જો તમે તમારા જીવનને ઉન્નત સફળ બનાવવા ઇચ્છતા હો તો-
-નમ્ર બનો,સહુ કોઈ તમને શોધશે.
-પરિવાર અને મિત્રોમાં સ્નેહને વહેતું રાખો.
જનરલ અને કરિઅપ્પાના ભાઈ કુમારપ્પા ગાંધીજીને મળવા પહેલવહેલા આશ્રમમાં ગયા. ત્યાં માથે ફાળિયું બાંધી એક ડોસો વાસીદું કાઢતો હતો, તેથી તેમણે ગાંધીજીને ખબર આપવા કહ્યું.
ડોસાએ પૂછ્યું : ‘કેટલા વાગ્યે મળવાનું ગાંધીજીએ રાખ્યું છે ?’
કુમારપ્પા ગુસ્સે થયા : ‘તેનું તારે શું કામ ? તું તારે જઈને ખબર આપ. મળવાનું ચાર વાગ્યે રાખ્યું છે.’
ડોસો બોલ્યો : ‘પણ હજી તો સાડા ત્રણ જ થયા છે.’
કુમારપ્પા ફરી છંછેડાયા : ‘પાછો ડાહ્યો થયો ? જા, મારા કહ્યા મુજબ કર.’
આથી ડોસો મૂંગો મૂંગો બીજા ખંડમાં ગયો અને થોડીવારે પાછા આવી કહ્યું : ‘સાહેબ, બેસો. ગાંધીજી આપને ચાર વાગ્યે મળશે.’
કુમારપ્પા ગાદી પર બેઠા. બરાબર ચાર વાગે માથેથી ફાળિયું છોડી નાખી પેલા ડોસાએ પૂછ્યું, ‘બોલો સાહેબ, શું કામ છે ? મને જ લોકો ગાંધી કહે છે.’
“મૂર્ખાઓ જ અભિમાન કરે છે”

.https://www.blogger.com/blogger.g?blogID=8843153391174993882#editor/target=post;postID=3566784175888003152;onPublishedMenu=allposts;onClosedMenu=allposts;postNum=32;src=postname

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વર્ષો આધારે કઈ ઉજવણી ક્યારે?ઉજ્વણીનું નામ

શૈક્ષણિક ઈનોવેશન-શિક્ષણની ગુણવતા પંથે

ગુજરાતનાં પ્રતિષ્ઠિત લેખકોની કલમે કંડારાયેલ-પ્રેરણાત્મક વિચારો