પ્રકૃતિ,સમય અને ધ્યાન એ ત્રણેય મહાન ચિકિત્સકો છે. -શૈલેષ રાઠોડ

ધ્યાન આપણામાં રહેલી નિર્બળતામાં સહાયક છે”-મહર્ષિ દયાનંદ
સફળ વિધાર્થીની વિશેષતા એ જ કે તે એકચિતે અને તલ્લીન થઈ અભ્યાસ કરે છે.એક જ વર્ગખંડમાં ભણતાં 60 વિધાર્થીમાં એકના 100 માઠી 20 ગુણ આવે અને બીજાના 100 માઠી 100 આવે તેનું મૂળ કારણ ધ્યાન.
શું તમે 100 ટકા સફળતા ઈચ્છો છો?તમે ઈશ્વરને પામવા ઈચ્છો છો?-
-મહાન વ્યક્તિઓ વિપતિ આવે ત્યારે ધ્યાન ધરે છે.
-ઈશ્વરને પામવા ધ્યાન જરૂરી અને પ્રગતિનો આધાર પણ ધ્યાન જ છે.
-જે ધ્યાન ધરી શકે તે જે ઈચ્છે તે મેળવી શકે.

કાશ્મીરમાં બુલેશાહ નામે એક મોટા સૂફી સંત થઈ ગયા. કવિ તરીકે પણ એ વિખ્યાત છે. એમના ગુરુ હતા ઈનાયતશાહ. ઈનાયતશાહ માળીનું કામ કરતા હતા. એ બગીચામાં કામ કરી રહ્યા હતા ત્યાં બુલેશાહ આવ્યા. બુલેશાહે એમને પ્રશ્ન કર્યો : ‘ગુરૂજી, હું ખુદાને કેવી રીતે પામી શકું ?’ ઈનાયતશાહે જવાબમાં મૂળમાંથી એક છોડવાને ઉખેડી નાખ્યો અને પછી ફરીથી તેને બીજી જગ્યાએ રોપ્યો.
બુલેશાહને કંઈ સમજ ન પડી. તેણે પૂછ્યું : ‘છોડવાને એક જગ્યાએથી બીજી જગ્યાએ રોપવાનો શો અર્થ ?’
ઈનાયતશાહે જવાબ આપ્યો : ‘ખુદાને પામવા તમારે માત્ર તમારા ધ્યાનના મૂળને એક જગ્યાએથી ઉપાડી લઈ બીજી જગ્યાએ પરોવવાનું છે. દુનિયા અને દુન્યવી ચીજોમાં મન રમમાણ રહે છે તેમાંથી ધ્યાનને ખેંચી લઈ ખુદામાં કેન્દ્રિત કરો. તરત જ ખુદા પામશો.’
આવો જ ઉત્તર હજૂર બાબા સાવનસિંહજી મહારાજે આપેલો. એક માણસે તેમને પૂછ્યું હતું કે ભૌતિક વિશ્વમાંથી આધ્યાત્મિક ભૂમિકાએ પહોંચતા કેટલી વાર લાગે ? બાબા મહારાજે પળવાર આંખો બંધ કરી અને તરત જ ઉઘાડી અને જણાવ્યું : ‘આટલી જ વાર લાગે. હું આધ્યાત્મિક વિશ્વમાં ગયો અને ત્યાંથી પાછો ફર્યો છું.’ અર્થ એટલો જ કે આપણે એક જગાએથી બીજી જગાએ જતાં જ નથી, માત્ર ધ્યાનને ચેતનાના એક પ્રદેશમાંથી બીજા સ્તરે લઈ જઈએ છીએ.
ધ્યાન ઈશ્વર પ્રાપ્તિનો જ નહીં પ્રગતિનો મુખ્ય માર્ગ છે.ઈશ્વરપ્રાપ્તિ કે આધ્યાત્મિક ઉન્નતિ માટે ધ્યાનને માત્ર દુન્યવીમાંથી દિવ્યમાં લઈ જવાનું છે.
“પ્રકૃતિ,સમય અને ધ્યાન એ ત્રણેય મહાન ચિકિત્સકો છે.”-એસ.જી.બોહના

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વર્ષો આધારે કઈ ઉજવણી ક્યારે?ઉજ્વણીનું નામ

શૈક્ષણિક ઈનોવેશન-શિક્ષણની ગુણવતા પંથે

ગુજરાતનાં પ્રતિષ્ઠિત લેખકોની કલમે કંડારાયેલ-પ્રેરણાત્મક વિચારો