ભારતની આઝાદીની ચળવળમાં પ્રાણ ફૂંકવામાં ચરોતર અવ્વલ
-શૈલેષ રાઠોડ ખેડા સત્યાગ્રહ એ ગુજરાતના ખેડા જિલ્લામાં મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ બ્રિટીશ રાજ વિરૂદ્ધનો એક સત્યાગ્રહ છે. આ આંદોલન ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો એક પ્રમુખ વિદ્રોહ છે. ખેડામાં વર્ષે સરેરાશ 30 ઇંચ વરસાદ પડતો હતો, પણ તે વર્ષે છે સિત્તેર ઇંચ પડ્યો અને લાંબો ચાલ્યો. પરિણામ બે પાક સળંગ નિષ્ફળ ગયા. ચોમાસુ પાક તો બગડ્યો અને ક્યાંય રવીપાક થયો હતો ત્યાં ઉંદરોએ તેનો નાશ કર્યો હતો.ખેડા જિલ્લાના ખેડૂતો પાક નિષ્ફળ જવાના કારણે તથા પ્લેગનો રોગચાળો ફાટી નીકળવાના કારણે અંગ્રેજ સરકાર દ્વારા નાખવામાં આવેલો ઊંચો કર ભરી શકે તેમ નહોતા આથી ગાંધીજીએ ખેડૂતોના સમર્થનમાં આ આંદોલન કર્યું હતું. ગુજરાતમાં ચાલેલી આ ચળવળમાં ગાંધીજી મુખ્યત્ત્વે આધ્યાત્મિક અને નૈતિક આગેવાન હતાં. તેમના મુખ્ય સેનાપતિ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ અને અન્ય ગાંધીવાદી નેતાઓ જેવા કે, નરહરી પરીખ, મોહનલાલ પંડ્યા, રવિ શંકર વ્યાસ મુખ્ય હતા. તેમણે ગ્રામ્ય ક્ષેત્રોની મુલાકાત લઈ લોકોને સંઘર્ષ માટે તૈયાર કર્યા તથા તેમની લડતને રાજનૈતિક નેતૃત્ત્વ, પીઠબળ અને દિશાનિર્દેશ આપ્યાં હતાં.ગુજરાતના અમદાવાદ અને વડોદરા શહેરના ઘણાં લોકો આ ચળવળમાં જોડાયા...