અનોખું અભિયાન: મહારાષ્ટ્રના સાંગલી ગામમાં સાંજે ૭ વાગતાં જ મોબાઇલ, ટીવી બંધ કરી દેતા ગ્રામજનો
ટેકનોલોજીના વર્તમાન સમયમાં મોબાઇલ અને ઇન્ટરનેટે લોકોનું જીવન બદલ્યું છે. ટેકનોલોજીના કારણે લોકોના અનેક કામો આસાન બન્યા છે. જો કે હવે આ સાધનોની લોકોને લત લાગી ચૂકી છે. જેથી મોટાભાગના લોકો મોબાઇલ, ટીવી સહિતના ગેઝેટસ પર વધુ સમય વિતાવી રહ્યા છે. જેના કારણે વ્યકિત પરિવાર, સગાસંબંધી અને મિત્રોથી દૂર થઇ રહ્યો છે. અનેક રીસર્ચમાં પણ એ વાતનો ખુલાસો થયો છે કે, મોબાઇલ જેવા ગેઝેટસ પર કલાકો વીતાવનાર વ્યકિતને સાઇડ ઇફેકટ પણ થાય છે, જે આરોગ્યને અસર કરે છે. આ વાતને ધ્યાને લઇને મહારાષ્ટ્રના સાંગલી ગામમાં સરપંચ દ્વારા અનોખો ઉપાય અજમાવવામાં આવ્યો છે. જેમાં દરરોજ સાંજે દોઢ કલાક તમામ ગ્રામજનો પોતાના મોબાઇલ, ટીવી સહિતના ગેઝેટસ બંધ રાખે છે. જેના માટે મંદિરમાંથી સાયરન વગાડવામાં આવે છે. આ અનોખી પહેલનો પ્રસ્તાવ ગામના સરપંચ વિજય મોહિતે મૂકયો હતો. જેને આવકારીને ગ્રામજનો અભિયાનમાં જોડાયા છે. દરરોજ સાંજે ૭ વાગ્યે ગામના મંદિરમાં સાયરન વાગતા જ ગ્રામજનો પોતાના મોબાઇલ, ટીવી સહિતના ગેઝેટસ બંધ કરી દે છે. આ દરમ્યાન લોકો પુસ્તકો વાંચે છે, બાળકો પોતાનો અભ્યાસ કરે છે. જયારે કેટલાક લોકો એકમેકને મળીને વાર્તાલાપ કરે છે. લગભગ દો...