સામનો કરશો તો જ જીતશો

 

સામનો કરશો તો જ જીતશો

-શૈલેષ રાઠોડ "અભિધેય"

મુશ્કેલીઓ હમેશાં આપણને બુદ્ધિમાન બનાવે છે જ્યારે સમૃદ્ધિ મોટા ભાગે સારા-નરસાનો ફરક નથી સમજી શકતી.વર્તમાન સમયમાં, દરેક વ્યક્તિ તેના જીવનની મુશ્કેલીઓથી ખૂબ જ ચિંતિત છે, એવી કોઈ વ્યક્તિ નહીં હોય કે જેને જીવનમાં કોઈ મુશ્કેલી અથવા કોઈ તકલીફ ન હોય!મુશ્કેલીઓને કારણે વ્યક્તિ ઘણીવાર અસ્વસ્થ થઈ જાય છે અને માનસિક તાણમાંથી પસાર થાય છે પણ યાદ રાખીએ કે આ માત્ર તમારી સાથે જ નથી બનતું પણ દરેક વ્યક્તિના જીવનમાં ચોક્કસ કોઈક સમસ્યા તો હોય જ છે. 


 

મુશ્કેલીઓ, તકલીફો અને વિઘ્નો — એ કોઈ પણ મહાપુરુષની મહાનતાની પારાશીશી છે. સામાન્ય સંજોગોમાં ગુણિયલ રહેતી વ્યક્તિ વિપરીત સંજોગોમાં કેવો અભિગમ અપનાવે છે એ તેનો સાચો પરિચય બની રહે છે.

હમેશા મુસીબતો આપણી સામે આવે છે અને આપણે કંટાળી જઈયે છીએ અને તે સમયે આપણને સમજ નથી પડતી કે સાચું શુ છે ને ખોટું શું છે.? દરેક વ્યક્તિઓની પોતાની પરિસ્થિતિનો સામનો કરવાની પધ્ધતિ અલગ અલગ હોય છે. કોઈવાર આપણી જિંદગીમાં મુશ્કેલીઓનો પહાડ તૂટી પડે છે અને આવા સમયે કેટલાક લોકો ભાંગી પડે છે. તો કેટલાક લોકો પોતાની જાતને સંભાળી લે છે.

મનોવૈજ્ઞાનિક રીતે માણસ મુશ્કેલીને બે રીતે જોય છે. ૧) મુસીબત  અને ફકત મુસીબતનો જ વિચાર કરે છે.

૨) મુસીબતમાંથી કંઈ રીતે બહાર આવવું ફકત તેનો જ વિચાર કરે છે.

જો મુશ્કેલીનો જ વિચાર કર્યા કરશો તો મુશ્કેલીઓ હાવી થશે અને ઉપાયની દિશામાં આગળ વધશો તો મુસકેલીઓ ક્ષણિક રહેશે,નવી સવાર જલ્દી ઊગશે.હા,મુશ્કેલીઓમાં માણસની હિમ્મત, ધીરજ અને પ્રમાણિક્તાની કસોટી પણ થઇ જાય છે. જેમ કાદવકીચડ અને કાંટાઓ વચ્ચે રહીને ગુલાબની સુગંધમાં કોઈ ફેરફાર થતો નથી તેની ગુણવત્તા જળવાઈ રહે છે, તેમ ગમે તેવી મુશ્કેલી કે તકલીફોમાં પણ અડગ મનના માનવીની ગુણવત્તા જળવાઈ રહી છે.

મુશ્કેલ સમયમાંથી બહાર નીકળવાની સૌથી પહેલી શરત છે શ્રદ્ધા ન ગુમાવવી,આશા ન છોડવી.વિન્સ્ટન ચર્ચિલે કહ્યું હતું કે નિરાશાવાદી માણસ દરેક તકમાં પણ મુશ્કેલી જુએ છે જ્યારે આશાવાદી માણસ દરેક મુશ્કેલીમાં પણ તક જુએ છે. આજ ખરાબ છે તો કાંઇ વાંધો નહીં, આવતીકાલ તો સારો જ દિવસ હશે. મુશ્કેલી આજે છે તો કાલે રાહત મળશે. કુઆર્નમજીદમાં છે, “દરેક મુશ્કેલી પછી રાહત છે.”

બીજું, સંઘર્ષ કરવાનું છોડવું નહીં, હથિયાર હેઠા મૂકવા નહીં, માથે હાથ દઈને બેસી રહેવું નહીં, સખત પરિશ્રમ કરતા રહેવું.

ત્રીજું, પ્રાર્થના કરવી.

મુશ્કેલીઓ આવે ત્યારે મુખ્યત્વે બે બાબત બને છે, કાં તો માણસ એના બોજ તળે દબાઇને ફસકી પડે છે અને કાં તો એનો પ્રતિકાર કરી વધારે મજબૂત બનીને ઊભો થાય છે અને સફળ બને છે. વિદ્ધાનો એટલે જ કહી ગયા હશે કે મુશ્કેલીઓ અને નિષ્ફળતાઓમાં જ સફળતા છુપાયેલી હોય છે. આજે આપણે તેવા જ એક વ્યકિતનીવાત કરીશું જે તમને મુસીબતમાં લડવા  માટે પ્રોત્સાહન આપશે. તમે નેપોલિયન બોનાપાર્ટનું નામ તો સાંભળ્યું જ હશે.

નેપોલિયન બોનાપાર્ટ જે ફ્રાંસના એક મહાન, નિડર અને સાહસિક શાસક હતા. જેમના જીવનમાં અસંભવ નામનો શબ્દ જ નહોતો. ઈતિહાસમાં નેપોલિયનની ગણના વિશ્ર્વના સૌથી મહાન અને અજય સેનાપતિ તરીકે થતી હતી.

નેપોલિયન હમેશા જોખમભર્યા કામ કરતા હતા. એકવાર તેમણે આલપાસ પર્વતને પાર કરવાનું એલાન કર્યુ અને તે પોતાની સેનાને લઈ ચાલી નીકળ્યો સામે એક મોટો ગગનચુંબી પહાડ ઉભો હતો જેની ઉપર ચઢવું અસંભવ હતું તેની સેનામાં અચાનક હલચલ થવા પામી છતાંપણ એમણે સેનાને પર્વત ચઢાવાનો આદેશ આપ્યો. નજીકમાં જ એક વૃધ્ધ સ્ત્રી ઉભી હતી જેણે નેપોલિયન પાસે જઈને કહ્યું ‘મરવા માંગો છોૅ, અહીં જેટલા લોકો પણ આવ્યા હતા તેઓ હારીને પાછા જતા રહ્યા હતા. અગર તમારા જીવનને તમે પ્રેમ કરો છો તો પાછા ચાલ્યા જાઓ.’ આ સાંભળી નેપોલિયન નારાજ થવાને બદલે પોતાના ગળામાંથી હીરાનો હાર કાઢી પેલી વૃધ્ધ સ્ત્રીને પહેરાવી દીધો અને કહ્યું ‘તમે મારા ઉત્સાહને ડબલ કરી દીધો છે અને મને પ્રેરણા આપી છે.’ અગર જીવતો પાછો આવ્યો તો તમે મારી જયજયકાર કરજો.

એ વૃધ્ધ સ્ત્રીએ નેપોલિયનની વાત સાંભળી કહ્યું ‘તું પહેલો મનુષ્ય છે જે મારી વાત સાંભળી હતાશ કે નિરાશ નહીં થયો.’ જે લોકો મુસીબતોનો સામનો કરવાના ઈરાદા રાખે છે તે લોકો કદી હારતા નથી.

આલ્બર્ટ આઇન્સ્ટાઇને આપેલા, ત્રણ સિદ્ધાંતોને અનુસરવા (૧) અસ્તવ્યસ્તતા, ભીડભાડ કે ભાંજગડમાં પણ સાદાઇ અપનાવવી, (૨) કુસંપ કે વિસંવાદિતામાં સુમેળ સાધવો અને (૩) મુશ્કેલીઓની વચ્ચે તક શોધતા રહો.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વર્ષો આધારે કઈ ઉજવણી ક્યારે?ઉજ્વણીનું નામ

શૈક્ષણિક ઈનોવેશન-શિક્ષણની ગુણવતા પંથે

સન્માન પત્ર word ફાઈલ