પોસ્ટ્સ

ડિસેમ્બર, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

પ્રેરક કથા

છબી
પ્રેરક કથા એક ખેડૂત હતો. એની પાસે જમીન હતી. બધો વ્યવહાર બહુ સારી રીતે ચાલતો હતો. કંઈ પણ કારણસર એની જમીન જતી રહી અને બીજે દિવસે એને ખેતમજૂર તરીકે કામ કરવાનો વારો આવ્યો. એ તો મન મૂકીને મજૂરી કરવા માંડ્યો. એક-બે વર્ષ કામ કર્યા પછી એક દિવસે તેણે તેની પત્નીને કહ્યું : ‘ આજકાલ આપણે કેટલાં સુખી છીએ ! આખો દિવસ કામ કરીએ છીએ , પ્રમાણિકતાથી મહેનત કરીએ છીએ. ભગવાન આપે એ લઈ લઈએ છીએ અને ઘેર આવીને ભગવાનનું નામ લઈએ છીએ. જે કંઈ ભોજન મળે છે એ ખાઈ લઈએ છીએ. રાતે કોઈ વાતની ચિંતા નથી હોતી … પણ આપણે જ્યારે જમીનના માલિક હતા ત્યારે કેટલી ચિંતા હતી ! આખી રાત જાગવું પડતું હતું. કાલે કોને શું કામ આપીશ એની ચિંતા થયા કરતી હતી. કામ બરાબર ન થાય તો ગુસ્સો પણ આવતો હતો. દ્વેષ , ઝઘડા પણ થયા હતા. ત્યારે પૈસા વધારે મળતા હતા , આજે ઓછા મળે છે. પણ આજે કેટલી શાંતિ છે ! આપણું જીવન ધન્ય છે. ’ કહેવાનો અર્થ છે કે માત્ર શરીરથી તો કામ કરી લીધું , તો કામ કર્યા પછી તે પૂરું થઈ ગયું. પણ આપણે તેને ઈમાનદારીથી , પ્રમાણિકતાથી કરીએ તો એ કામ સેવા બની જાય છે.

વાર્તા

"આલિંગન!!!", ને પ્રતિલિપિ પર વાંચો : https://gujarati.pratilipi.com/story/OuGbP8v48WnJ?utm_source=android&utm_campaign=content_share વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

મોબાઈલ ગેમ કેવો વિનાસ નોતરી શકે??અચૂક જુઓ PUBG THE GAME WITH LIFE ft Ketul Makwana by Dharmik Mistry A sho...

છબી

જીવન શું છે? ફાધર વાલેસ

જીવન એક ખેતર છે. તે જૂઠું નહીં બોલે. તમે એને જેટલું આપો તેનાથી સોગણું કરીને તે પાછું આપે , પણ તમે કશું નહીં આપો તો એની પાસેથી તમને કશું નહીં મળે. જીવન ખોટું લગાડતું નથી અને ખુશામત પણ કરતું નથી. ચોખ્ખો હિસાબ છે , જેવું આપો તેવું મળે. જીવનને તમે શું શું આપ્યું છે ? સાચું કહો. જીવન પ્રત્યે તમને અવિશ્વાસ છે , કંજુસાઈ છે , નફરત છે. ઓછામાં ઓછું આપો અને ન છૂટકે આપો પછી જીવનમાં સારાપાકની આશા કેમ રખાય ? તમે ફરિયાદ કરો છો કે તમારું ભાગ્ય ઊઘડ્યું નહિ , જીવન ફળ્યું નહિ , તમે છેતરાયા છો , ભરમાયા છો , પણ તમારી ફરિયાદ સાચી નથી. ધરતી છેતરતી નથી. જીવન છેતરતું નથી. જીવન જૂઠું બોલતું નથી. જીવન તમને ફક્ત યાદ દેવરાવે છે કે તમે કશું આપ્યું જ નથી. ક્યાં પ્રેમ કર્યો છે , ક્યાં સાહસ કર્યું છે , ક્યાં ભોગ આપ્યો છે , ક્યાં શ્રદ્ધા રાખી છે ? તમે ઝંપલાવ્યું નથી , અજમાવ્યું નથી , જીવન હોડમાં મૂક્યું નથી. પછી બદલામાં શું મળે ? તમે તમારી નિરાશા બતાવો એમાં તમે તમારા જીવનનો ગૂનો કબૂલ કરો છો અને જાહેર કરો છો. કારણ કે તમે જીવનમાં ખરેખર સાચી મૂડી રોકી હોત તો એનું મબલક વ્યાજ તો તમને મળી ચૂક્યુ...

નાતાલ

છબી
નાતાલ એટલે જગતનાં મુકિતદાતા બાળ ઈસુનો જન્‍મ. આ દિવસ એક મહાન પર્વ એટલે કે નાતાલ. જેને આપણે ખ્રિસ્‍તીજયંતિ પણ કહીએ છીએ અને આ પર્વ આખા જગતમાં વિભિન્‍ન પ્રાંતમાં ઉજવવામાં આવે છે. હવે આપણે નાતાલ પર્વ વિશે ઉલ્લેખ કરીએ ખ્રિસ્તીઓ વર્ષોથી ઈસુના જન્મદિવસને નાતાલ તરીકે ઊજવે છે. આ ઊજવણી સાથે ઘણાં બધાં રીતરિવાજો જોડાયેલાં છે. એનાથી આપણને થશે કે, એ રીતરિવાજોનો ઈસુના જન્મ સાથે શું સંબંધ છે? સાન્તા ક્લોઝની દંતકથાનો વિચાર કરીએ. આજે જેને સાન્તા ક્લોઝ તરીકે ઓળખીએ છીએ એનો ઉપયોગ ૧૯૩૧માં એક જાહેરાતમાં થયો હતો. ઉત્તર અમેરિકાની સોફ્ટડ્રિંક્સની એક કંપનીએ નાતાલ દરમિયાન એ જાહેરાત બનાવી હતી. લાલ કપડાં, સફેદ દાઢી અને ગુલાબી ગાલ વાળો એ હસમુખો ચહેરો ઘણો જ પ્રખ્યાત થઈ ગયો. પણ, બ્રાઝિલમાં રહેતા અમુક લોકોએ ૧૯૫૦ના દાયકામાં સાન્તા ક્લોઝને બદલે “ગ્રાન્ડપા ઈન્ડિયન” નામનું પાત્ર ઊભું કર્યું. એના વિશે એક પ્રોફેસર જણાવે છે: ‘સાન્તા ક્લોઝે ગ્રાન્ડપા ઈન્ડિયનને પાછળ પાડી દીધો. તેણે બાળ ઈસુને પણ પાછળ પાડી દીધા અને ડિસેમ્બર 25એ રાખવામાં આવતી મિજબાનીનો મુખ્ય ભાગ બની ગયો.’ શુ નાતાલની ઊજવણીમાં સાન્ત...

"બેટી બચાઓ" ઉત્તમ વકતવ્ય

છબી
"બેટી બચાઓ" ઉત્તમ વકતવ્ય

વર્ષો આધારે કઈ ઉજવણી ક્યારે?ઉજ્વણીનું નામ

છબી
        વર્ષો આધારે કઈ ઉજવણી ક્યારે?ઉજ્વણીનું નામ ક્રમ ઉજવણી ક્યારે? 1 દશાબ્દિ જયંતિ દસ વર્ષે 2 સિલ્વર જ્યુબિલી (રજત જયંતિ) પચીસ વર્ષે 3 પર્લ જ્યુબિલી (મોતી જયંતિ) ત્રીસ વર્ષે 4 રૂબી જ્યુબિલી (માણેક જયંતિ) ચાલીસ વર્ષે 5 ગોલ્ડન જ્યુબિલી (સુવર્ણ જયંતિ) પચાસ વર્ષે 6 ડાયમંડ જ્યુબિલી (હીરક જયંતિ) સાઠ વર્ષે 7 પ્લેટીનમ જ્યુબિલી (પ્લેટીનમ જયંતિ) સિત્તેર વર્ષે 8 અમૃત મહોત્સવ પંચોતેર વર્ષે 9 રેડીયમ જ્યુબિલી (રેડીયમ મહોત્સવ) એંશી વર્ષે 10 યુરેનિયમ જ્યુબિલી (યુરેનિયમ મહોત્સવ) નેવું વર્ષે 11 સેન્ટેનરી જ્યુબિલી (શતાબ્દિ મહોત્સવ) સો વર્ષે