પોસ્ટ્સ
ભારતની આઝાદીની ચળવળમાં પ્રાણ ફૂંકવામાં ચરોતર અવ્વલ
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
-શૈલેષ રાઠોડ ખેડા સત્યાગ્રહ એ ગુજરાતના ખેડા જિલ્લામાં મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ બ્રિટીશ રાજ વિરૂદ્ધનો એક સત્યાગ્રહ છે. આ આંદોલન ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો એક પ્રમુખ વિદ્રોહ છે. ખેડામાં વર્ષે સરેરાશ 30 ઇંચ વરસાદ પડતો હતો, પણ તે વર્ષે છે સિત્તેર ઇંચ પડ્યો અને લાંબો ચાલ્યો. પરિણામ બે પાક સળંગ નિષ્ફળ ગયા. ચોમાસુ પાક તો બગડ્યો અને ક્યાંય રવીપાક થયો હતો ત્યાં ઉંદરોએ તેનો નાશ કર્યો હતો.ખેડા જિલ્લાના ખેડૂતો પાક નિષ્ફળ જવાના કારણે તથા પ્લેગનો રોગચાળો ફાટી નીકળવાના કારણે અંગ્રેજ સરકાર દ્વારા નાખવામાં આવેલો ઊંચો કર ભરી શકે તેમ નહોતા આથી ગાંધીજીએ ખેડૂતોના સમર્થનમાં આ આંદોલન કર્યું હતું. ગુજરાતમાં ચાલેલી આ ચળવળમાં ગાંધીજી મુખ્યત્ત્વે આધ્યાત્મિક અને નૈતિક આગેવાન હતાં. તેમના મુખ્ય સેનાપતિ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ અને અન્ય ગાંધીવાદી નેતાઓ જેવા કે, નરહરી પરીખ, મોહનલાલ પંડ્યા, રવિ શંકર વ્યાસ મુખ્ય હતા. તેમણે ગ્રામ્ય ક્ષેત્રોની મુલાકાત લઈ લોકોને સંઘર્ષ માટે તૈયાર કર્યા તથા તેમની લડતને રાજનૈતિક નેતૃત્ત્વ, પીઠબળ અને દિશાનિર્દેશ આપ્યાં હતાં.ગુજરાતના અમદાવાદ અને વડોદરા શહેરના ઘણાં લોકો આ ચળવળમાં જોડાયા...
BJP Candidate List 2022:ભાજપની પ્રથમ યાદી જાહેર, જાણો કોનો થયો સમાવેશ
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
BJP Candidate List 2022:ખંભાતમાંથી મયુર રાવલને રિપીટ કરાયા -શૈલેષ રાઠોડ ભાજપની પ્રથમ યાદી જાહેર, જાણો કોનો થયો સમાવેશ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની જાહેરાત કરવામાં આવી ગઈ છે. જેને લઈને ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જણાવી દઈએ કે, આ યાદી પહેલા વડાપ્રધાન મોદી અને શાહની હાજરીમાં CM ભુપેન્દ્ર પટેલ અને સી આર પાટીલની બેઠક થઈ હતી. આ બાદ, ભાજપ તરફથી ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાત ચૂંટણીમાં ભાજપે 182માંથી 160 ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ આમ આદમી પાર્ટી દ્વારા પણ મોટા ભાગના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ, કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાંથી 89માંથી 84 ઉમેદવાર જાહેર કરાયા છે. જેમાં પહેલા તબક્કામાંથી 84માંથી 14 મહિલાઓ સામેલ કરવામાં આવી છે. આ સાથે 4 ડોક્ટર અને 4 PHD ભાજપના ઉમેદવાર જાહેર થયા છે. ઘાટલોડિયાથી લડશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હાર્દિક પટેલ વિરમગામથી લડશે ચૂંટણી, વાવમાં સ્વરૂપ ઠાકોર, થરાદમાં શંકર ચૌધરી, જેતપુરમાં જયેશ રાદડિયાને અપાઈ ટિકિટ, જસદ...
કોંગ્રેસને મોટો ઝટકો:ભગા બારડ ભાજપમાં જોડાયા
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
કોંગ્રેસ માટે વિધાનસભા ચૂંટણી"ગલે કી હડ્ડી "બની રહી છે.કોંગ્રેસમાં મોહન રાઠવા બાદ વધુ એક ધારાસભ્ય ભગાભાઈ બારડ ભાજપમાં જોડાતા કોંગ્રેસની ચિંતા બમણી થઇ ગઈ છે. આજે તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય કમલમ ખાતે ભાજપમાં જોડાયા છે.૨૦૦૭ અને ૨૦૧૭ માં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ભગાભાઈ બરડ ક્યાં કારણોસર ભાજપમાં જોડાયા છે તે યક્ષ પ્રશ્ન છે.
ખંભાત કોંગ્રેસ વિધાનસભા બેઠક માટે ખુશમનભાઈ પટેલ હોટ ફેવરીટ
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
ખંભાત વિધાનસભા બેઠક ભાજપનો ગઢ છે.અહી ભાજપના મયુર રાવલ ગત વિધાનસભામાં વિજયી બન્યા હતા.જોકે,કોંગ્રેસ ચાલુ વર્ષે ખુશમનભાઈ પટેલને રીપીટ કરે તેવા ચક્રો ગતિમાન થયા છે. ગત ચૂંટણીમાં મયુરભાઈ રાવલને ૭૧૪૪૯ મત મળ્યા હતા.કોંગ્રેસના ખુશમન પટેલને ૬૯૧૪૧ મત મળ્યા હતા.ભાજપ માત્ર ૨૩૧૮ મતોથી વિજયી બન્યો હતો.કોંગ્રેસના ખુશમન પટેલ સ્વચ્છ છબી ધરાવે છે.તેઓ કોઈના વિરોધમાં નહિ પણ સમાજના વિકાસમાં માનનાર વ્યક્તિ છે.તેમણે જણાવ્યું હતું કે,મને કોઈનો વિરોધ નથી.દરેક પોતાની ક્ષમતા મુજબ કામ કરે છે.હું ખંભાતમાં રોજગાર લાવવામાં અને પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં માનું છું.ખંભાતના ભાલીયા ઘઉં અને ચોખાને નિકાસનીનવી દિશા મળે તે માટે વધુ કામકરવા માંગું છું.હીરા,અકીક,[પતંગ ઉદ્યોગ વિકસે અને યુવાનોને રોજગારી મળે તે માટે મારું ધ્યેય રહેશે.
ખંભાતનો માછીમારી ઉદ્યોગ મરણ પથારીએ
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
ખંભાતનો માછીમારી ઉદ્યોગ મરણ પથારીએ પડ્યો છે.હાલમાં ખંભાતના અખાતને અડીને આવેલા ૨૧ જેટલા ગામોના ૨૨૦૦થી વધુ માછીમારો દરિયાની અનિયમિતતા,સાધનોનો અભાવ,વહીવટીતંત્રની ઉપેક્ષાને કારણે દયનીય સ્થિતિમાં મુકાયા છે. માછીમારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા મધુબેને જણાવ્યું હતું કે,ખંભાતનો આખત નદીઓનાવહેણને કારણે પુરાઈ ગયો છે.દરિયો દુર ચાલ્યો ગયો છે.માછીમારો દૈનિક ૮ થી ૧૦ કિમી ચાલીને દરિયા સુંધી પહોચે છે.દરિયામાં માછીમારી માટે પુરતી સુવિધા ન હોવાને કારણે નાની બોટોનો ઉપયોગ કરવો પડે છે.જે જોખમી અને ખર્ચાળ છે. ખંભાતના માછીમારો માટે મચ્છી વેચવા માટે યોગ્ય સુવિધા નથી.અહીંથી જે માલ અન્ય શહેરોમાં વેચાઈ છે તેની પુરતી કિંમત મળતી નથી.નજીવી કીમતે માલ વેચવો પડે છે.સરકાર દ્વારા કોઈ જ વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી. જો આવનાર દિવસોમાં યોગ્ય સુવિધા ઉભી નહિ કરવામાં આવે તો ખંભાતનો માછીમારી ઉદ્યોગમારી પરવાડશે.