Khambhat No Itihas|ખંભાતનો ઇતિહાસ|Khambhat Darshan|ખંભાત દર્શન
ખંભાત:અહીં હતું વિશ્વનું No.1બંદર
ખંભાત શહેર શિલ્પ સ્થાપત્યનો અદભુત ઐતહાસિક નગર ગણાય છે. આ શહેરની વિશેષતાએ છે કે પાંચમી સદીમાં તે વિશ્વનું પ્રથમ નંબરનું બંદર હતું.ભારતમાં વિશ્વભરમાંથી માલસમાનની આયાત અને ભારતની વસ્તુઓની વિશ્વભરમાં નિકાસ થતી હતી.તે અગાઉ એક મહત્વનું વેપારી કેન્દ્ર હતું.લાલ દરવાજા એ ખંભાતનું મુખ્ય પ્રવેશ દ્વાર હતું.અહીં વહેલી સવારથી જ બંદર સુધી માલ સામાન પહોંચાડવા વાહનો ખડકાતા હતા.રાત પડતાં જ દરવાજા બંધ થઈ જતા. નેજા રોડ ઉપર લાંબી વાહનોની કતાર ખડકાતી હતી.
જોકે, હાલમાં તેના બંદરમાં ધીમે ધીમે કાંપ જમા થઇ ગયો છે અને તેથી દરિયાઇ વેપાર અન્યત્ર ખસેડવામાં આવ્યા. આ શહેરમાં આજે પણ શાહી મહેલ ઉપરાંત ઐતિહાસિક ઇમારતો, પ્રાચીન ધાર્મિક તીર્થ સ્થળો હયાત છે. જેનો વિકાસ થાય તો ખંભાત પર્યટન સ્થળ તરીકે વિકસી શકે છે.
ખંભાત બ્રિટીશ ભારતમાં બોમ્બેના ગુજરાત વિભાગના એક રજવાડાં રાજધાની હતી. ખંભાતના લાલ દરવાજા વિસ્તારમાં લાલ મહેલ નવાબનું મુખ્ય કેન્દ્ર હતો, જે આજે પણ અકબંધ છે. ત્રણ દરવાજા પ્રાચીન ઇમારત સાચવી બેઠો છે. આ વિસ્તારમાં અસંખ્ય પ્રાચીન ઇમારતો, ધાર્મિક સ્થળો, મકાનો આવેલા છે. અહીં રાજાનો દરબાર બેસતો હતો તે દરબારગઢ પણ હયાત છે. અહીં પણ નવાબનું રહેઠાણ આવેલું છે. નવાબીકાળની કોઠી બિલ્ડીંગ, ઉપરાંત જૈન અને મુસ્લિમ ધર્મના અતિ પ્રાચીન ધર્મસ્થાનો, પ્રતિમાઓ પણ ખંભાતમાં અસ્તિત્વ ધરાવે છે.
ખંભાત ભારતની સૌથી પ્રાચીન નગરી છે, જેના અવશેષો આજે પણ મ્યુઝિયમમાં અકબંધ છે. માર્કો પોલો દ્વારા 1293 માં ખંભાતનો એક વ્યસ્ત બંદર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 1900ની સાલ સુધી મુખ્ય વેપાર કપાસ નિકાસ સુધી મર્યાદિત થયો હતો. આ નગર અને અકીક ઘરેણાંના ઉત્પાદન માટે મુખ્યત્વે ચીનમાં પ્રતિષ્ઠિત હતું. ખંભાતમાં અનેક ઘરો પથ્થરથી બાંધવામાં આવતા હતા. અને ત્રણ માઇલ (5 કિમી)ના ઘેરાવામાં શહેર, ચાર જળાશયો અને ત્રણ બજારો ફરતે ઇંટોની દિવાલ ચણેલી જેના અવશેષો હાલમાં મોજૂદ છે. ભૂમિગત મંદિરો અને ઇમારતોના અડધા દટાયેલા અવશેષો છે.
ખંભાતનું બંદર ભલે બેઠું ન થઈ શકે પણ ખંભાત જરૂર બેઠું થઈ શકે. દુઃખની વાત છે કે કે અનેક નેતાઓ આવ્યા પણ તેમણે ખંભાત માટે કોઈ જ નક્કર વિકાસલક્ષી કાર્ય કર્યું નથી. કોઈ જ મહત્વકાંક્ષી પ્રોજેકટ માંગ્યો નથી.બેરોજગરીને કારણે વિશ્વનું પ્રથમ નંબરનું બંદર ખંભાત આજે ભાંગી રહ્યું છે.નાગરિકો શહેર છોડી રહ્યા છે.આવા સંજોગોમાં રાજકારણીઓના હાથા ન બને અને ખંભાત માટે નક્કર કાર્ય કરે તેવા હિંમતવાન યુવાનો, નેતાઓ, સામાજિક અગ્રણીઓએ આગળ આવવાની જરૂર છે.
ઇતિહાસની મહત્વનીતવારિખ
-1730 માં મુગલ સામ્રાજ્યમાંથી અલગ થયું
-1742માં ખંભાતના ગવર્નર નિઝામ ખાનની હત્યા કરાઇ
-1780 માં જનરલ ગોડાર્ડના સૈન્ય દ્વારા કબજે કરાયું
-1783માં પાછું મરાઠા તાબા હેઠળ
-1803માં ની સંધિ હેઠળ પેશ્વા દ્વારા બ્રિટિશરોને સોંપી દેવાયું
Shailesh Rathod
Attachments
11:45 (3 hours ago)
to Shailesh
જાહોજલાલી ધરાવતું ખંભાત બંદર કાંપનો શિકાર બન્યા બાદ હવે
વિશ્વનું No.1 બંદર નેતાઓના ઠાલા વચનોનો શિકાર બન્યું.
ખંભાત શહેર શિલ્પ સ્થાપત્યનો અદભુત ઐતહાસિક નગર ગણાય છે.આ શહેરની વિશેષતાએ છે કે પાંચમી સદીમાં તે વિશ્વનું પ્રથમ નંબરનું બંદર હતું.ભારતમાં વિશ્વભરમાંથી માલસમાનની આયાત અને ભારતની વસ્તુઓની વિશ્વભરમાં નિકાસ થતી હતી.તે અગાઉ એક મહત્વનું વેપારી કેન્દ્ર હતું.લાલ દરવાજા એ ખંભાતનું મુખ્ય પ્રવેશ દ્વાર હતું.અહીં વહેલી સવારથી જ બંદર સુધી માલ સામાન પહોંચાડવા વાહનો ખડકાતા હતા.રાત પડતાં જ દરવાજા બંધ થઈ જતા. નેજા રોડ ઉપર લાંબી વાહનોની કતાર ખડકાતી હતી.જોકે સમયાન્તરે ખંભાતના અખાતને મળતી નદીઓના કાંપને કારણે દરિયાઈ બારું પુરાવા લાગ્યું. દરિયાઇ વેપાર અન્યત્ર ખસેડવામાં આવ્યા.છીછરા દરિયાઈ તટ ને કારણે સ્ટીમ્બર ફસાવા લાગ્યા ને બંદરે અસ્તિત્વ ગુમાવી દીધું.આજે પણ શાહી મહેલ ઉપરાંત ઐતિહાસિક ઇમારતો, પ્રાચીન ધાર્મિક તીર્થ સ્થળો હયાત છે. જેનો વિકાસ થાય તો ખંભાત પર્યટન સ્થળ તરીકે વિકસી શકે છે.
ઇતિહાસવિદ પ્રા.કમલ વાઘેલા જણાવે છે કે,ખંભાત બ્રિટીશ ભારતમાં બોમ્બેના ગુજરાત વિભાગના એક રજવાડાં રાજધાની હતી.ખંભાતના લાલ દરવાજા વિસ્તારમાં લાલ મહેલ નવાબનું મુખ્ય કેન્દ્ર હતો, જે આજે પણ અકબંધ છે. ત્રણ દરવાજા પ્રાચીન ઇમારત સાચવી બેઠો છે. આ વિસ્તારમાં અસંખ્ય પ્રાચીન ઇમારતો, ધાર્મિક સ્થળો, મકાનો આવેલા છે. અહીં રાજાનો દરબાર બેસતો હતો તે દરબારગઢ પણ હયાત છે. અહીં પણ નવાબનું રહેઠાણ આવેલું છે. નવાબીકાળની કોઠી બિલ્ડીંગ, ઉપરાંત જૈન અને મુસ્લિમ ધર્મના અતિ પ્રાચીન ધર્મસ્થાનો, પ્રતિમાઓ પણ ખંભાતમાં અસ્તિત્વ ધરાવે છે.પાંચમી સદીમાં ખંભાતમાંથી ભારતભરનો માલ પહોંચતો.મુખ્ય કેન્દ્ર હોવાથી વિશાળકાય સ્ટીમર અહી લાંગરવામાં આવતી હતી.કાપને કારણે જ બંદર પુરાઈ ગયું.
સ્થાનિક અગ્રણી જીગ્નેશ પંડ્યા જણાવે છે કે,ખંભાતને પુનઃ બેઠું કરવા માટે રોજગાર લક્ષી પ્રોજેક્ટ લાવવાની જરૂર છે.છેલ્લા ૧૦૦ વર્ષમાં રોજગારીને મહતમ યુવાધન ખંભાતમાંથી પલાયન થયું છે.નેતાઓએ કેમિકલ ઝોન,એન્જીનીયરીંગ કોલેજ,કલ્પસર યોજના,અકીક અને ડાયમંડ ઝોન,જીઆઈ ડી સી સહિતની યોજનાઓની દર વર્ષે માત્ર જાહેરાત થાય છે,પરંતુ કોઈ જ રોજગારલક્ષી યોજના ન બનતા સૌથી વધુ લોકો અન્યત્ર પલાયન થઇ રહ્યા છે.
ખંભાતનો પ્ખંરવાસન સ્ભાથળ તરીકે વિકાસ થઇ શકે તેમ છે.ખંભાત ભારતની સૌથી પ્રાચીન નગરી છે, જેના અવશેષો આજે પણ મ્યુઝિયમમાં અકબંધ છે. માર્કો પોલો દ્વારા 1293 માં ખંભાતનો એક વ્યસ્ત બંદર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 1900ની સાલ સુધી મુખ્ય વેપાર કપાસ નિકાસ સુધી મર્યાદિત થયો હતો. આ નગર અને અકીક ઘરેણાંના ઉત્પાદન માટે મુખ્યત્વે ચીનમાં પ્રતિષ્ઠિત હતું. ખંભાતમાં અનેક ઘરો પથ્થરથી બાંધવામાં આવતા હતા. અને ત્રણ માઇલ (5 કિમી)ના ઘેરાવામાં શહેર, ચાર જળાશયો અને ત્રણ બજારો ફરતે ઇંટોની દિવાલ ચણેલી જેના અવશેષો હાલમાં મોજૂદ છે. ભૂમિગત મંદિરો અને ઇમારતોના અડધા દટાયેલા અવશેષો છે.આસપાસના વિસ્તારો નેજા,કનેવાલ,રાલેજ,વડુંચી,ચોરખાડી સહિતના વિસ્તારોનો વિકાસ કરી પ્રવાસીઓને આકર્ષી શકાય તેમ છે.આ દિશામાં કાર્ય થાય તેવું સ્થાનિક ઈચ્છી રહ્યા છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો