સાતત્યપૂર્ણ વિકાસ માટે પાણી


સાતત્યપૂર્ણ વિકાસ માટે પાણી
-શૈલેષ રાઠોડ
         
https://www.blogger.com/blogger.g?blogID=8843153391174993882#editor/target=post;postID=888799183313946229

કહેવાય છે-“ધ વર્ડ ઓફ ટુડે ઈઝ ધ પ્રોડક્ટ ઓફ સાયન્સ
સાચી વાત છે અને...આ વિકાસનું એન્જિન એટ્લે પાણી.

પાણી એ તમામ પ્રકારના જીવન અને સાતત્યપૂર્ણ વિકાસ માટે માટે ખૂબ જ અનિવાર્ય અને મૂલ્યવાન કુદરતી સ્ત્રોત છે.જળ સ્ત્રોતો મર્યાદિત છે. દેશ દુનિયાની સંગીન આર્થિક  સ્થિતિ માટે પાણીનું મહત્વ નિર્વિવાદ છે. પર્યાવરણમાં થઈ રહેલા પ્રતિકૂળ ફેરફારો, અપૂરતો અને અનિયમિત વરસાદ, વધતું જતું ઔદ્યોગીકરણ, વસતિ વધારો, ભૂગભજળનો ઉપયોગ, ઘરવપરાશ માટે વધતી જતી પાણીની માંગ, વગેરેને કારણે જળ સ્ત્રોતો દિવસે દિવસે ઘટી રહ્યાં છે.
સાતત્યપૂર્ણ વિકાસમાં પાણીનું મહત્વ સમજવું ત્યારે ગુજરાતની સ્થિતિ જણાવું.
ગુજરાતમાં કુલ ઉપલબ્ધ જળ સ્ત્રોતોમાં (સપાટી ઉપરનાં અને ભૂગર્ભજળ) લગભગ 55,600 મીલીયન ઘનમીટર (38,100 મીલીયન ઘનમીટર સપાટી ઉપરનાં જળ અને 17,500 મીલીયન ઘનમીટર ભૂગર્ભજળ) પાણી હોવાનો અંદાજ છે. લગભગ 88% પાણી સિંચાઇ માટે, 10% પાણી ઘરવપરાશ અથવા ઘરેલુ ઉપયોગ માટે અને 2% પાણી ઉદ્યોગો માટે પૂરું પાડવામાં આવે છે.
વાસ્તવિકતા જોઈએ તો, ઉત્પન્ન થયેલ સિંચાઈ શક્તિ તેમજ વપરાયેલ સિંચાઈ શક્તિ વચ્ચે વિશાળ તફાવત છે. ઉદ્યોગોના ગંદા પાણીને કારણે જળસ્ત્રોત્રોના પ્રદૂષણમાં વધારો થાય છે જે પર્યાવરણીય અને તંદુરસ્તીમાં જોખમરૂપ થાય છે તેમજ શુધ્ધ પાણીની ઉપલબ્ધિને અસર કરે છે . રાજ્યમાં નદીઓના ઘણા ચોક્કસ ભાગોમાં ભારે માત્રામાં પ્રદૂષણ છે તેમજ જળસૃષ્ટિ ,સાંસ્કૃતિક જરૂરિયાત અને પર્યાવરણીય સુંદરતા માટે જરૂરી પ્રવાહથી વંચિત છે.
વાસ્તવિકતા જણાવું તો, ઉત્પન્ન થયેલ સિંચાઈ શક્તિ તેમજ વપરાયેલ સિંચાઈ શક્તિ વચ્ચે વિશાળ તફાવત છે. ઉદ્યોગોના ગંદા પાણીને કારણે જળસ્ત્રોત્રોના પ્રદૂષણમાં વધારો થાય છે જે પર્યાવરણીય અને તંદુરસ્તીમાં જોખમરૂપ થાય છે તેમજ શુધ્ધ પાણીની ઉપલબ્ધિને અસર કરે છે . રાજ્યમાં નદીઓના ઘણા ચોક્કસ ભાગોમાં ભારે માત્રામાં પ્રદૂષણ છે તેમજ જળસૃષ્ટિ ,સાંસ્કૃતિક જરૂરિયાત અને પર્યાવરણીય સુંદરતા માટે જરૂરી પ્રવાહથી વંચિત છે.પાણીનો સાતત્યપૂર્ણ ઉપયોગ નહીં કરીએ તો આવનાર દિવસોમાં સંકટના વાદળો છવાઈ જશે.
આપણે ગુજરાતની વાત કરીએ તો, રાજયના મોટા ભાગના ભૂગર્ભજળસોતો રાજ્યના 1/3 વિસ્તાર સુધી મર્યાદિત છે (સેન્ડસ્ટોન અને કાંપવાળા વિસ્તાર) જેવા કે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સુરેન્દ્રનગર જિલ્લો અને કચ્છ જિલ્લાના કેટલાક ભાગો. રાજ્યમાં ઓછા અને અનિયમિત વરસાદના કારણે વારંવાર દુષ્કાળની પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે. ગઈ સદીમાં રાજ્ય દર ત્રીજા વર્ષે દુષ્કાળથી પીડાતું હતું. પરિણામે, ભૂગર્ભજળનો કૃષિ, ઉદ્યોગો અને સ્થાનિક હેતુઓ માટે મુખ્ય સ્ત્રોત તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેથી, આ પ્રદેશોમાં ભૂગર્ભજળના ઉપયોગના કારણે પ્રતિવર્ષ 3 મીટર થી 5 મીટર ના દરે ભૂગર્ભજળસપાટી પુન:પ્રભરણ કરતાં વધુ ઊડી ઊતરી રહી છે. પરિણામે, ભૂગર્ભજળસ્ત્રોતોનો જથ્થો ઘટતો જાય છે અને પાણીની ગુણવત્તા કેટલાક વિસ્તારો તેમજ દરિયાઇ વિસ્તારોમાં કથળતી જાય છે.
પ્રજા પાણીનો સાતત્યપૂર્ણ રીતે પરજ ઉપયોગ નથી કરતી તેનું દુખ છે. ભૂગર્ભજળ તે જળચક્ર અને સમુદાય માટેનો સ્ત્રોત્રનો એક ભાગ હોવા છતાં તેને વ્યક્તિગત મિલકત ગણી તેના મર્યાદિત જથ્થાને ધ્યાનમાં લીધા વગર અસમાન ધોરણે (યંત્રો દ્વારા) ખેચવામાં આવે છે જે અમુક ચોક્કસ વિસ્તારોમાં ભૂગર્ભજળના શોષણમાં પરીણમે છે. કુદરતી જળાશયો તેમજ પાણીના નિકાલની નહેરો પર અતિક્રમણ થાય છે અથવા તેને અન્ય ઉપયોગા માટે બદલવામાં આવે છે. ભૂગર્ભજળ પ્રભરણ વિસ્તારો ઘણી વખત અવરોધાય છે. સ્વચ્છતા અને આરોગ્યલક્ષી પાણીની ઉપલબ્ધિ એ ઘણી મોટી સમસ્યા છે. અપૂરતી સ્વચ્છતા અને ગંદા પાણીની પ્રક્રિયાના અભાવના કારણે જળસ્ત્રોતો પ્રદૂષિત થાય છે.
ભારતની જળ કટોકટી જેમ-જેમ આપણે ૨૧મી સદીમાં આગળ વધતા જઇએ છીએ તેમ-તેમ ભારતને પાણીની મોટી કટોકટીનો સામનો કરવો પડે છે. આ કટોકટીને કારણે આપણા નાગરિકોનો પીવાના પાણીનો મૂળભૂત અધિકાર પણ ભયમાં મૂકાયો છે. ઝડપથી થઇ રહેલ અર્થતંત્રના ઔદ્યોગિકરણની માંગ અને સમાજનું થઇ રહેલ શહેરીકરણ એવા સમયે આવ્યું કે જ્યારે વધારાના પુરવઠાની શક્યતાઓ મર્યાદિત છે. પાણીની પ્રાપ્તિ ઘટતી જાય છે અને પાણીની ગુણવત્તાનો મુદ્દો વધુને વધુ મહત્વનો બનતો જાય છે. વિશાળ બંધોની મર્યાદાઓ હાલની જાણકારી મુજબ પાણીના વધારાના સંગ્રહ માટે આર્થિક રીતે સંભવ હોય તેવા નવા વિશાળ બંધોના પ્રોજેક્ટની ચોક્કસ મર્યાદાઓ પણ છે. નદીઓને એકબીજા સાથે જોડી દેવાની આશાસ્પદ યોજનાને કારણે પણ ઘણી સમસ્યાઓ સામે આવી. પાણીના આંતર-તટપ્રદેશ સ્થાનાંતરણ માટે દ્વીપકલ્પની નદીઓના હિમાલયની હારમાળાઓ સાથેના જોડાણની વ્યાપક દરખાસ્તો હતી, જેનો અંદાજીત ખર્ચ ૨૦૦૧માં લગભગ રુ.પાંચ લાખ સાઇઠ હજાર કરોડ જેટલો થતો હતો.


ભારતની ભૌગોલીક રચના મુજબ અને જોડાણને જે રીતે ધ્યાનમાં લીધેલ છે, તે મધ્ય અને પશ્ચિમ ભારતમાં મુખ્ય સૂકા વિસ્તારોને પૂરેપૂરા બાયપાસ કરી દેશે. આ વિસ્તારો સમુદ્ર સપાટીથી ૩૦૦ મી ટરથી પણ વધુ ઊંચાઇ એ આવેલા છે. એવો પણ ભય છે કે નદીઓના જોડાણથી નીચાણવાળા વિસ્તારોમાં પૂરને નાથીને આવતા પોષક તત્વોના કુદરતી પુરવઠાને પણ વિપરીત અસર પડશે. ભારતના પૂર્વી કિનારાને અડીને બધી જ મુખ્ય દ્વીપકલ્પીય નદીઓ પાસે વિશાળ મુખત્રિકોણ પ્રદેશ છે. જોડાણ માટે નદીઓ પર બંધ બાંધવાથી કાંપનો પુરવઠો ઘટી જશે અને તેથી કિનારાઓ અને મુખત્રિકોણ પ્રદેશનું ધોવ ણ થશે જે કિનારા પર રહેલી જીવસૃષ્ટિને ખતમ કરી નાંખશે. એવું પણ સૂચવવામાં આવેલું હતું કે, આ યોજના ચોમાસાંની સિઝનને પણ અસર કરી શકે છે. બંગાળની ખાડીમાં ઓછા ક્ષાર અને ઓછી ઘનતાવાળા પાણીનાં સ્તરને કારણે સમદ્રુ-સપાટી પર ઊંચુ તાપમાન રહે છે.(૨૮ ડિગ્રી સેલ્સીયસ), જે ઓછા દબાણવાળો વિસ્તાર રચે છે અને ચોમાસાંની ગતિવિધિને તેજ કરે છે. ઉપખંડમાં પડતા મોટાભાગના વરસાદનું નિયત્ર્ંણ આ ઓછા ક્ષારવાળા સ્તરથી થાય છે. આ સ્તરમા ભંગાણ થાય તો ઉપખડંમાં આબોહવા અને વરસાદ પડવાની પ્રક્રિયામાં લાંબે ગાળે ગંભીર પરિણામો આવવાની શક્યતા છે અને તે વિશાળ જનસમુદાયનું જીવન જાખેમમા મૂકી શકે છે.
પાણીના સાતત્યપૂર્ણ વિકાસ માટે
·  પાણીનો ઉપયોગ અને વહેંચણી સમાનતા અને સમાજીક ન્યાયના સિધ્ધાંતોના આધારે થવી જોઈએ.
·  ગુણવત્તાસભર અમલીકરણ માટે સમાનતા, સમાજીક ન્યાયના સિધ્ધાંતો અને સ્થિરતા જેવા હેતુઓ ધ્યાને લઈ પારદર્શક જાણકારી સાથેની નિર્ણયક્ષમતા અતિ મહત્વની છે. અર્થસભર સહભાગિતા, પારદર્શિતા અને ઉત્તરદાયિત્વ દ્વારા નિર્ણય લઇને જળ સ્ત્રોતોનું નિયમન થવું જરૂરી છે.
·  સમાન અને સ્થિર વિકાસ હાંસલ કરવા માટે તેમજ અન્ન સુરક્ષા, આજીવિકાના આધાર માટે પાણીનું વ્યવસ્થાપન એ જનસમુદાયની સામાન્ય મિલકત તરીકે રાજ્ય દ્વારા જાહેર ટ્રસ્ટના સિધ્ધાંતોને અનુસરીને થવું જોઈએ.
·  પર્યાવરણ ટકાવવા માટે પાણી મહત્વનું છે જેથી પર્યાવરણની લઘુતમ જરૂરિયાતોને પૂરતું મહત્વ અપાવું જોઈએ.
·  સ્વચ્છ પાણી એ પીવા અને સ્વચ્છતા માટેની પૂર્વ જરૂરિયાત છે, ત્યારબાદ અન્ય ઘરવપરાશની જરૂરિયાત (પશુઓની જરૂરિયાત સહિત), અન્ન સુરક્ષા હાંસલ કરવા માટે, સ્થિર કૃષિ જરૂરિયાત અને પર્યાવરણની લઘુતમ જરૂરિયાત માટે અગ્રતાના ધોરણે પાણીની વહેંચણી થવી જોઈએ. ઉપલબ્ધ પાણીમાંથી ઉપરોક્ત જરૂરિયાતો સંતોષ્ટયા બાદ બાકી રહેતી જળરાશિની વહેંચણી તેના સંચય અને કાર્યક્ષમ ઉપયોગના આધારે થવી જોઈએ.
·  જળચક્રના તમામ ઘટકો જેવાકે બાષ્પોત્સર્જન, અવક્ષેપસર્જન, વરસાદ, પ્રવાહ, નદી, સરોવર, જમીનનો ભેજ અને ભૂગર્ભજળ, દરિયો વગેરે સ્વતંત્ર છે અને નદી પરિસર પાયાનું જળશાસ્ત્રીય એકમ છે તેમ ગણીને તેનુ આયોજન થવું જોઈએ.
·  આબોહવાના પરિવર્તનને કારણે ઉપલબ્ધ પાણીના જથ્થામા થતા ફેરફાર અને ઉપલબ્ધ ઉપયોગમાં લઈ શકાય તેવા ઉપલબ્ધ જળસ્ત્રોતોમાં વધારો કરવાની મર્યાદાઓને કારણે ભવિષ્યની જરૂરિયાતોનો ઉપયોગ કાર્યક્ષમતા આધારિત રહેશે તેથી તેને નીચેના મુદ્દાઓ જેવાકે, (અ) એવી કૃષિ પધ્ધતિ કે જેનાથી પાણીનો કરકસરયુક્ત ઉપયોગ થાય અને પાણીનો મહત્તમ લાભ થાય (બ) પાણીનો બગાડ નિવારવો અને મહતમ કાર્યક્ષમતા મેળવવી, અને ધ્યાને રાખી અગ્રતા આપવી જોઈએ.
·  પાણીની ગુણવત્તા અને જથ્થો પરસ્પર સંકળાયેલો છે અને તેનું વ્યવસ્થાપન સંકલિત રીતે, સાતત્યપૂર્ણ બૂહદ પર્યાવરણીય વ્યવસ્થાપન અભિગમ સાથે તેમજ બીજી બાબતોની સાથોસાથ આર્થિક પ્રોત્સાહન અને પાણીનો બગાડ તેમજ પ્રદૂષણ નિવારવા માટે દંડની જોગવાઈ સાથે થવું જોઈએ
·  જળ વ્યવસ્થાપન ને લગતા નિર્ણયો માટે આબોહવામાં ફેરફારોને કારણે જળસ્ત્રોતોની ઉપલબ્ધ જળરાશીમાં થતી અસરોને પરિબળ તરીકે ધ્યાનમાં લેવી જોઈએ. પાણીના ઉપયોગને લગત કાર્યવાહીઓનું સંચાલન સ્થાનિક જમીનની આબોહવા તથા જળશાસ્ત્રીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કરવું જોઈએ.
મારૂ સ્પષ્ટ માનવું છે કે,પાણીના સાતત્યપૂર્ણ ઉપયોગ માટે ,રાષ્ટ્રિય માળખાકીય કાયદાની જેમ રાજ્ય માળખાકીય કાયદાની જરૂરિયાત છે કે જે રાજ્ય અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને કાયદાકીય અને/અથવા પ્રબંધક (અથવા હસ્તાંતરિત) સત્તાઓ આપવાનુ સામાન્ય સિધ્ધાંતો આધારિત છત્ર પુરું પાડે. આ બાબત રાજ્યમાં પાણીના નિયંત્રણ માટે જરૂરી એવા કાયદા તરફ દોરી જવી જોઈએ જેને કારણે સરકારના નીચલા સ્તરે સ્થાનિક પાણીની પરિસ્થિતિને ધ્યાને લઈ કામગીરી થઈ શકે તેવી જરૂરી સત્તાઓનુ હસ્તાંતરણ થઈ શકે. આ પ્રકારનું કાયદાકીય માળખું પાણીને ફક્ત દુર્લભ સ્ત્રોત્ર તરીકે જ માન્ય ના કરે પરંતુ જીવન અને પર્યાવરણ ટકાવનાર સ્ત્રોત્ર તરીકે પણ માન્ય કરે. આથી, પાણી, ખાસ કરીને ભૂગર્ભજળનું સંચાલન જનસમુદાયની સામાન્ય મિલકત તરીકે રાજ્ય દ્વારા જાહેર ટ્રસ્ટના સિધ્ધાંતોને અનુસરીને અન્ન સુરક્ષા હાંસલ કરવા માટે, આજીવિકાના આધાર તરીકે અને બધાના સમાન અને સ્થિર વિકાસ માટે થવું જોઈએ.

મારૂ સ્પષ્ટ માનવું છે કે-
  • ઘરવપરાશ, કૃષિ, જળવિધુત, થર્મલ પાવર (તાપ વિદ્યુત), જળ પરિવહન, મનોરંજન વગેરે માટે પાણી જરૂરી છે. આ વિવિધ પ્રકારના ઉપયોગો માટે પાણીનો ઈષ્ટતમ ઉપયોગ અને પાણી એ દુર્લભ સ્ત્રોત્ર છે તેવી જાગૃતિ ફેલાવવા સાથે થવો જોઈએ.
  • રાજ્ય અને સ્થાનિક સંસ્થાઓએ (આમલકારી સંસ્થાઓ) તેના બધાજ નાગરિકોને સ્વાસ્થય અને આરોગ્યલક્ષી લધુતમ માત્રામાં પીવાનું પાણી રહેઠાણ નજીક સહેલાઈથી મળી રહે તેની ખાત્રી કરવી જોઈએ.
  • નદીની પર્યાવરણીય જરૂરિયાતો વૈજ્ઞાનિક અભ્યાસો દ્વારા નિયત થવી જોઈએ જેમાં નદીના કુદરતી વહેણની ખાસિયતો અલ્પ અથવા શૂન્ય પ્રવાહ, ઓછી માત્રાનું પૂર, ભારે પૂર વગેરે અને વિકાસની જરૂરિયાતો ધ્યાનમાં લેવાવી જોઈએ.
  • જનસમુદાયને મટે દૂરના અંતરથી પાણી લઇને આપવાને બદલે પ્રથમ સ્થાનિક ઉપલબ્ધ પાણીનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. જનસમુદાય આધારિત જળ વ્યવસ્થાપનની સંસ્થાઓ ઊભી કરવી જોઈએ અને તેને મજબૂત બનાવવી જોઈએ.
જળ રાશી વૃધ્ધિ માટે અને સાતત્યપૂર્ણ વિકાસ માટે ઘણું કરી શકાઈ-જેમકે-
  • ઉપલબ્ધ જળ સ્ત્રોતો અને તેનો ઉપયોગ કરતા રાજ્યનાં વિવિધ નદી પરિસરોના વિવિધ ઘટકોનું સમયાંતરે , જેમ કે દર પાંચ વર્ષે, વૈજ્ઞાનિક પધ્ધતિથી મૂલ્યાંકન કરવાની જરૂરિયાત છે. જળ સ્ત્રોતોના આયોજનમાં આબોહવા પરિવર્તનને કારણે ઉપલબ્ધ પાણીમાં થતા ફેરફારના વલણનું મૂલ્યાંકન અને ગણતરી ધ્યાનમાં લેવાવી જોઈએ.
  • ઉપલબ્ધ પાણીની માત્રા મર્યાદિત છે પરંતુ વધતી જતી વસતી, ઝડપી શહેરીકરણ, ઝડપી ઔદ્યોગિકીકરણ અને આર્થિક વિકાસના કારણે તેની માંગ ઝડપથી વધી રહી છે. તેથી, વધતી જતી માંગને પહોંચી વળવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવા ઉપલબ્ધ પાણીમાં વધારો કરવો જોઈએ. વરસાદના પાણીનો સીધો ઉપયોગ , ખારાશ દૂર કરવી, ધ્યાન બહારનું બાષ્પીભવન-બાષ્પોત્સર્જનનું નિવારણ જેવી નવી વધારાની વ્યહરચનાઓથી ઉપયોગમાં લઈ શકાય તેવા જળસ્ત્રોતોના પાણીમાં વધારો થઈ શકે.
  • રાજ્યના ભૂગર્ભજળસ્ત્રોતો (ફરી ભરી શકાય તેમજ ફરી ન ભરી શકાય તેવા) ના પાણીના જથ્થા તેમજ ગુણવત્તા ને જાણવા માટે જળક્ષેત્રોના નકશાઓ તૈયાર કરવા જરૂરી છે. આ પ્રક્રિયામા સ્થાનિક સમુદાયની સંપૂર્ણ ભાગીદારી હોવી જોઈએ. આને સમયાંતરે અદ્યતન કરવું જોઈએ.
  • પાણીના ઉપયોગની સુધારેલ તકનીકી, પાણીના કાર્યક્ષમ ઉપયોગને પ્રોત્સાહિત કરીને, સમુદાય આધારિત જળક્ષેત્રોના વ્યવસ્થાપનને પ્રોત્સાહિત કરીને પાણીના વધુ પડતા ખેંચાણને કારણે નીચી જતી ભૂગર્ભજળ સપાટી અટકાવવી જોઈએ. વધુમાં, જ્યાં જરૂર હોય ત્યાં, કૃત્રિમ પુનઃ પ્રભરણ યોજના હાથ પર લેવી જોઈએ કે જેથી પુનઃ પ્રભરણ કરતાં ખેંચાણ ઓછુ થાય. આ થવાથી ભૂગર્ભસ્તરો દ્વારા ભૂગર્ભજળનો પ્રવાહ સપાટી જળને મળે અને પર્યાવરણ સચવાય.
  • આાંતર નદી પરિસરોમાં પાણીની તબદીલી ફક્ત ઉત્પાદન વધારવા માટે નથી, પરંતુ તે માનવ જીવનની પાયાની જરૂરિયાત માટે અને સમાનતા તેમજ સામાજિક ન્યાય પ્રાપ્ત કરવા માટે પણ છે. આંતર નદી પરિસરોમા પાણીની તબદીલી દરેક કિસ્સાઓમાં પર્યાવરણીય, આર્થિક, અને સામાજિક અસરોનું મૂલ્યાંકન કરીને ગુણવત્તાના આધારે થવી જોઈએ.
  • સંકલિત વોટરશેડના વિકાસની પ્રવૃત્તિઓ ભૂગર્ભજળનાં પરિપ્રેક્ષયો સહિત વ્યાપક પ્રમાણમાં જમીનનો ભેજ વધારવા, ઘસડાવાની માત્રા ઘટાડવા, અને જમીન તેમજ પાણીની સમગ્રતયા ઉત્પાદક્તા વધારવા માટે થવી જોઈએ. શકય હોય ત્યાં સુધી, ખેડુતો દ્વારા ખેત તલાવડી દ્વારા વરસાદના પાણીનો સંગ્રહ અને અન્ય જમીન અને પાણી સંરક્ષણના ઉપાયો હયાત કાર્યક્રમો જેવાકે મનરેગા મારફતે કરવા જોઈએ.

ઉપરાંત, ભુગર્ભજળનો સંગ્રહ પણએટલો જ જરૂરી છે:આ માટે-

  • પર્યાવરણની સમતુલા જાળવવા માટે પુન: પ્રભરણથી વધારે ભૂગર્ભજળને ખેચવું જોઈએ નહી. પયાર્વરણ વિષયક વિપરીત અસર અટકાવવા માટે ભૂગર્ભજળના ઉપયોગનું નિયમન કરી નિયંત્રિત કરવો.
  • ભૂગર્ભજળનો વધુ વપરાશ કરતા વિસ્તારોમાં સપાટી જળનો વપરાશ વધારવા હયાત તળાવો ઊડાં કરીને અને લોક ભાગીદારીથી ચેકડેમો મારફત ચોમાસાના પાણીનો સંગ્રહ કરીને, નદીપરિસરોમાં અન્ય ક્ષેત્રને મળતાં વધુ સપાટીજળમાંથી પાણીનો ફાજલ જથ્થો ઠાલવીને, ભૂગર્ભજળનો ઉપયોગ કરવાને બદલે સપાટીજળનો ઉપયોગ વધારી શકાય એવા પ્રયત્નો કરવા. આમ, ભૂગર્ભજળનો જથ્થો વધારવા અને તેની ગુણવત્તામાં પણ સુધારો કરવા માટે આયોજન કરવું.
  • ચાલુ સિંચાઇ પરિયોજનાઓમાં સપાટીજળ અને ભૂગર્ભજળનું મિશ્રણ કરીને અને નવી પરિયોજનાઓના અમલ માટે સંકલિત વિકાસ અને સંતુલિત ઉપયોગ માટે આયોજન કરવામાં આવશે. ચેકડેમ, બંધારા અને ભરતી નિયંત્રકો જેવાં બાંધકામ કરીને વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે અને વધુ ખેંચાતાં ભૂગર્ભજળના પ્રમાણમાં ઘટાડો કરવા માટે આયોજન કરવામાં આવશે.
  • વરસાદી પાણીનો સંગ્રહ કરીને પુન:પ્રભરિત થયેલાં ભૂગર્ભજળના ઉપયોગ માટે કાળજી લેવામાં આવશે. શેરડી અને કેળા જેવા વધારે પાણીની જરૂરિયાતવાળા પાકોને નિયંત્રિત કરવામાં આવશે અને ટપક સિચાઈ અને છંટકાવ સિંચાઈ પદ્ધિતનો ઉપયોગ થતો હોય એવી ખેતીમાં વધારો કરવા માટે કાળજી લેવામાં આવશે. જ્યાં સપાટી જળ ઉપલબ્ધ નથી અને પાઈપલાઈન દ્વારા પણ સપાટી જળ પૂરું પાડવા માટે અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોય એવા વિસ્તારોમાં પીવાના પાણી માટે ભૂગર્ભજળનો અલગ જથ્થો અનામત રાખવો.



ભૂગર્ભ જળની કટોકટી પ્રમાણમાં સહેલી અને વિકેન્દ્રિત રીતે મળી શકવાની સગવડને કારણે ભૂગર્ભજળ એ ભારતની કૃષિ અને પીવાના પાણીની સુરક્ષાની કરોડરજ્જુ સમાન છે. ભૂગર્ભજળ એ કોમન-પુલ રિસોર્સ(સી.પી.આર.) છે. જેનો દેશભરના લાખો ખેડૂતો ઉપયોગ કરે છે. છેલ્લાં ચાર દાયકાઓથી ચોખ્ખી (નેટ) સિંચાઇનાં વિસ્તારોના લગભગ ચોર્યાસી ટકા ભૂગર્ભજળમાંથી આવે છે. ભારત એ વિશ્વનો સૌથી વિશાળ અને ઝડપથી વધી રહેલો ભૂગર્ભજળ વપરાશકાર બની ગયો છે. પરંતુ ભૂગર્ભજળ તેનાં સ્થિરતાના સ્તરથી વધુ ખેચવામાં આવી રહ્યું છે અંદાજીત ૩૦ મિલિયન (૩ કરોડ) ભૂગર્ભજળનાં માળખાં હાલમાં કાર્યરત છે. ભારતમાં કદાચ વધુ પડતા ભૂગર્ભ જળ અને ગુણવત્તામાં બગાડને કારણે તેની ગંભીર કટોકટી તરફ ઝડપભેર આગળ વધી રહ્યો છે. ભારતનાં બધાં જિલ્લાઓમાંથી ૬૦ ટકા જેટલાં જિલ્લાઓમાં ભૂગર્ભજળનાં જથ્થા અથવા ગુણવત્તા અથવા તો બંનેને લગતી સમસ્યાઓ છે. કેન્દ્રીય ભૂગર્ભજળ બોર્ડની તાજેતર ૨૦૦૯ની આકારણી અનુસાર સમગ્ર ભારતનું ભૂગર્ભજળ સ્તર હવે ૬૧% છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં આ સ્તર ૧૦૦%ની નજીક છે. તે પછી તામિલનાડુ ૮૦% અને ઉત્તરપ્રદેશ ૭૧% છે.

નમૂનારૂપ પરિવર્તનની જરૂરીયાત દેશનાં વિશાળભાગોમાં પાણીના સંશોધનોમાં વધુ આગળ વિકાસ થતાં અને મર્યાદાઓ સામે આવવાથી ૧૨મી યોજનામાં કેવી રીતે આગળ વધવું તે એક પડકાર હતો. એ સ્પષ્ટ છે કે આ સ્થિતિ જેમ છે તેમ ચાલશે તેવું તો નહીં જ ચાલે. અને સારા વિદ્વાનો અને વ્યવસાયીઓ જેના પર સહમત હોય તેવા નવા વિચારો અપનાવવાની જરૂર હતી. આમ યોજનાનું નવું સ્વરૂપ રચવામાં આવ્યું. જળક્ષેત્રમાં ૧૨મી યોજના માટે વર્કિંગ ગ્રુપ. યોજના પંચનાં ઇતિહાસમાં પ્રથમ જ વખત વર્કિંગ ગ્રુપ્સમાં સરકાર બહારના પ્રખ્યાત નિષ્ણાતોએ અધ્યક્ષતા કરી હતી. ૨૦૦૧- ૧૨ના સમયગાળા દરમ્યાન નવો જ માર્ગ આલેખાયો, જેનાથી ભારતમાં જળસંસાધન વ્યવસ્થાપનમાં દસગણો નમૂનારૂપ ફેરફાર જોવા મળ્યો. આ પેપર આ પરિવર્તનનાં મુખ્ય લક્ષણોની બાહ્ય રૂપરેખા વર્ણવે છે.

નમૂનારૂપ પરિવર્તન માટેના દસ તત્વો

૧. વિશાળપાયે સિંચાઇ સુધારણા મોટી અને મધ્યમ કદનાં સિંચાઇ ક્ષેત્ર (એમ.એમ.આઇ.)માં વધુ વિકાસ કરવા માટે ઉભરતી મર્યાદાઓ ને નજર સમક્ષ રાખીને ૧૨મી યોજનામાં સંકુચિત રીતે એન્જિનિયરિંગ-બાંધકામ કેન્દ્રિત એવા અભિગમમાંથી વધુ શિસ્ત, સહભાગિતા વાળો, સંચાલનને ધ્યાનમાં રાખનાર, સાથોસાથ કમાન્ડ વિસ્તારનાં વિકાસ પર ભાર મુકે અને જળ વપરાશની કાર્યક્ષમતા સુધારવાના સાતત્યપૂર્ણ પ્રયાસ થાય તેવો અભિગમ ધ્યાનમાં રાખવામાં આવ્યો.

આપણા જળ સંસાધનનો ૮૦ ટકા વપરાશ સિંચાઇ માટે થતો હોવાથી, ૧૨મી યોજના દ્વારા સિંચાઇ કાર્યક્રમમાં જળ વપરાશ કાર્યક્ષમતા ૨૦ટકા વધારવાના લક્ષ્યને કારણે ફક્ત ખેતી માટે જ નહિ પરંતુ અર્થતંત્રના બીજાં ક્ષેત્રોમાં પણ એકંદરે ઘણી મોટી અસર પડશે. અત્યાર સુધીની મહત્વની મર્યાદા એ રહી છે કે એમ.એમ.આઇ.નાં રોકાણ સાથે કદમ મિલાવી શકે તેવી ગુણવત્તાસભર સેવાઓ પહોંચાડવામાં ઘણાં રાજ્યોના સિંચાઇ વિભાગ નિષ્ફળ ગયા છે. જે રાજ્યો નવા એમ.એમ.આઇ. પ્રોજેક્ટમાં નાણાંના રોકાણ માટે હરીફાઇ કરે છે, ત્યાં કાર્યક્ષમ વહીવટ માટે ઘણાં ઓછાં પ્રયત્ન થયા છે. એ હકીકત છે કે ઘણાં રાજ્યોમાં સિંચાઇ સેવાની ફી ખેડૂતો પાસેથી ઉઘરાવવામાં આવે છે, તે નાબૂદ કરાઇ છે અથવા તો તે બાકી હોય તેનાથી ૨ થી ૮ ટકા જેટલી ઓછી હોય છે. આમ કરવાથી ખેડૂતો અને સિંચાઇ વિભાગ વચ્ચે વિશ્વસનીયતા ખતમ થઇ ગઇ. જ્યારે પણ સિંચાઇ સેવાની ફી નિયમિત ઉઘરાવવામાં આવતી હતી ત્યારે સિંચાઇ કર્મચારીઓ ખેડૂતોને વધુ પ્રતિભાવ આપતા અને જવાબદારીપૂર્વક વર્તતા હતા. તેમના વચ્ચે વધુ સંપર્ક હતો. આથી સારા એવા મોટા પ્રમાણમાં રાષ્ટ્રીય સિંચાઇ વ્યવસ્થાપન ફંડ (એન.આઇ.એમ.એફ.)ની રચના કરવામાં આવી રહી છે જેથી રાજ્યોને નમૂનારૂપ પરિવર્તન કરવા માટે પ્રોત્સાહન મળે. એન.આઇ.એમ.એફ. એ નોન-લેપ્સેબ્લ (રદ ના થઇ શકે તેવું) ફંડ બનશે, જે રાજ્યના સિંચાઇ વિભાગને તેમણે આઇ.એસ.એફ. તરીકે ખેડૂતો પાસેથી લીધેલી ફી નાં સામે એક સામે એક નાં રેશિયા મુજબ અંશદાન ભરપાઇ કરશે.

પાણીના સાતત્યપૂર્ણ વિકાસ માટે ઘણું કરવાની જરૂર છે જેમકે-પાણી પૂરવઠો અને સ્વચ્છતા
  • શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં અપાતા પાણીના પૂરવઠામા ઠરાવેલ જથ્થાની વિશાળ અસમાનતા દૂર કરવાની જરૂરીયાત છે. ગ્રામીણ વિસ્તારમાં જ્યાં યોગ્ય ગટર વ્યવસ્થા સાથે યોગ્ય પ્રમાણમાં પાણીનો જથ્થો પૂરો પાડવાના પ્રયત્નો કરવા જોઈએ. ઘરવપરાશ અને ગટર વ્યવસ્થાના ગંદા પાણીની પ્રક્રિયા માટે અલ્પ માત્રામાં પાણી વપરાય તેવી વિકેન્દ્રીત ગંદા પાણી પ્રક્રિયા પ્લાન્ટને પ્રોત્સાહન આપવું જોઇએ.
  • શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં પાણીના પૂરવઠો મોટે ભાગે મુખ્ય સપાટીજળ અને ભૂગર્ભજળ અને વરસાદી પાણીનો હોવો જોઇએ. જ્યાં વૈકલ્પિક પૂરવઠો ઉપલબ્ધ હોય ત્યાં વધુ વિશ્વસનીયતા અને ગુણવત્તાવાળો સ્ત્રોત ઘરવપરાશ માટે ઉપયોગમાં લેવો જોઈએ. ઘરવપરાશ માટેના પાણીને પ્રાધાન્ય આપીને અન્ય ઉપયોગો વચ્ચે સ્ત્રોતોની ફેરબદલી શકય બનાવવી જોઈએ. શહેરી વિસ્તારોમાં રસોડા, બાથરૂમના ગંદા પાણીની પ્રાથમિક પ્રક્રિયા કરીને , માનવોના સંપર્કમા ન આવે તે રીતે ફ્લશ શૌચાલયોમાં ઉપયોગ કરવા માટે પણ પ્રોત્સાહિત કરવા જોઈએ.
  • પાણીના લીકેજ અને ચોરી જેવા સમાજના પ્રશ્નો ઘટાડવા માટે શહેરી ઘરવપરાશની પાણી પધ્ધતિના હિસાબો અને ઓડીટ રીપોર્ટ એકત્ર કરી જાહેર કરવા જરૂરી છે.
  • તાંત્રિક - આર્થિક રીતે શકય હોય તેવા શહેરી અને ઔદ્યોગિક વિસ્તારોમાં ઉપયોગમાં લઈ શકાય તેવા પાણીના જથ્થામાં વધારો કરવા માટે વરસાદના પાણીના સંગ્રહ અને ક્ષારનિષેધ પ્રક્રિયાને પ્રોત્સાહન આપવું જોઈએ. વરસાદના પાણીનો સંગ્રહ વૈજ્ઞાનિક પરિમાણો જેવાકે જળભૂસ્તરશાસ્ત્ર, ભૂગર્ભજળ પ્રદૂષણ અને ઝરણાના પ્રવાહની દેખરેખ સહિત થવો જોઈએ.
  • શહેરી પાણી પૂરવઠા યોજના અને ગંદા પાણી પ્રક્રિયાની યોજનાઓનું બાંધકામ એકસાથે સંકલિત રીતે થવું જોઈએ. પાણી પૂરવઠાના બીલમાં ગંદા પાણી પ્રક્રિયાના દરનો સમાવેશ હોવો જોઈએ.
  • પાણીની અછતવાળા વિસ્તારોમાં ઉદ્યોગોને ઘટ જેટલુ પાણી લેવાની અથવા નિયત ધોરણો અનુસાર પ્રક્રિયા કરેલ ગંદા પાણીને જળશાસ્ત્રીય રચનામાં જવાબદારીપૂર્વક પાછું છોડવા મંજૂરી આપવી જોઈએ. પ્લાંટમા ગંદા પાણી પર પ્રક્રિયા ન કરવી પડે તે માટે વધુ પાણીનો ઉપયોગ કરવાનો અને ભૂગર્ભજળ પ્રદૂષિત કરવાના અભિગમને અટકાવવાની જરૂરિયાત છે.
  • ઔદ્યોગિક પ્રદૂષણો અને તેની પુનઃ પ્રક્રિયા/પુનઃ ઉપયોગની પુનઃ પ્રાપ્તિ કે જે સઘન મૂડી આધારીત છે તેના માટે સબસીડી અને પુરસ્કારો આપી પ્રોત્સાહિત કરવા જોઈએ.
  • ઉપરાંત-
ઘરવપરાશ ક્ષેત્ર (ઘરેલુ ઉપયોગ માટે):
  • ઘરવપરાશમાં પાણીની બચત માટેની પધ્ધતિઓ સંબંધિત જાણકારી / માહિતીનો પ્રસાર.
  • તમામ વપરાશકર્તા અથવા વપરાશ કરનારાઓ માટે જળમાપન પધ્ધતિની જોગવાઈ.
  • જળ વિતરણમાં સમતુલા જાળવવી.
ઔધોગિક ક્ષેત્ર:
  • પ્રદૂષિત પાણી પર પ્રક્રિયા કરી તેના પુનઃઉપયોગ માટે સુવિધાની જોગવાઈ.
કૃષિ ક્ષેત્ર:
  • ટપક અને છંટકાવ સિંચાઈ પધ્ધતિઓને પ્રોત્સાહન આપવું
  • સિંચાઇ પધ્ધતિની ઊણપો નિવારીને અને પાણીનો બગાડ અને નુકસાન થતું અટકાવીને સુધારા કરવા.
  • આવકના સ્તરના આધારે જાળવણી માટે પૂરતા પાણીના દર નિયત કરવા.
  • શીતાગાર અને બાગાયત વગેરેના ઉપયોગ માટે પ્રક્રિયા કરેલ પાણીનો ઉપયોગ .
  • સહન ક્ષમતા ધરાવતા પાકોની સિંચાઈમાં ક્ષારવાળા પાણીનો ઉપયોગ.
  • તમાકુ જેવા અખાદ્ય પાકો માટે ક્ષારવાળા પાણીનો ઉપયોગ.
  • ખરીફ પાકોને અગ્રતા.
  • જ્યાં વ્યાપારીકરણની દ્રષ્ટિએ શકય હોય ત્યાં, વેટ લેન્ડનું સંરક્ષણ કરી માછલીઓ અને જળચર ઉછેરનો વિકાસ કરવું જોઈએ.
  • આબોહવા પરિવર્તનની અસરો નિવારવા માટે પાકની નવી જાતોની શોધ કરવી અને તેને દાખલ કરવા, પાક પધ્ધતિઓ, પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થાય તથા વીજળીનો ઓછો ઉપયોગ થાય તેવી ખેતીની પધ્ધતિઓ અપનાવવી જરૂરી છે.

માળખાકીય પગલાં:

  1. ચેકડેમોનુ બાંધકામ, ખેત તળાવો, ઢોળાવવાળા ભાગમાં, ટેરેસ તલાવડી. બોરીબંધો, તળાવો ઉડા કરવા અને પુન:પ્રભરણ કૂવાઓ કરવા.
  2. વાવો (જલ મંદીર) ની જાળવણી
  3. સ્ત્રાવક્ષેત્ર પ્રક્રિયા
  4. યોગ્ય સ્થળોએ વનનિર્માણ
  5. ઇમારતોમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવો (harvesting)
  6. જળાશયોમાંથી બાષ્પીભવન ઘટાડવા માટે પ્રયત્નો
  7. નહેરોમાં અસ્તરકામ

જળ એ સાતત્યપૂર્ણ જીવન માટે મહત્વપૂર્ણ છે.મર્યાદિત પાણી પુરવઠા અને વધતી જતી માંગને કારણે પાણીની માંગ અને તેના પુરવઠા વચ્ચે તફાવત ઝડપથી વધતો જાય છે. જળસંરક્ષણ અને લોકોની ભાગીદારી મારફતે પાણી પુરવઠામાં વધારો કરવા માટે ઘણી નવીન પહેલ શરૂ કરવી જરૂરી છે.
 યોગ્ય ટેકનોલોજી, નીતિઓ, સંસ્થાકીય વ્યવસ્થા અને પાણીની ઉત્પાદકતામાં વધારો કરવા માટે 'લોકભાગીદારી દ્વારા સામહિક જાગૃતિ કાર્યક્રમ આર્થિક વિકાસને વેગ આપશે અને હયાત અને ભવિષ્યમાં સલામત અને સુરક્ષિત પાણીની ખાતરી આપશે.સુક્ષ્મ સ્તરે પાણીનો વિકાસ, જરૂરિયાત આધારિત પ્રાથમિકતાઓ અને આયોજન લાંબાગાળે પાણી પુરવઠો વધારવા એક ટકાઉ માર્ગ બની રહેશે.અને આજ સાતત્યપૂર્ણ વિકાસની ચાવી છે.



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વર્ષો આધારે કઈ ઉજવણી ક્યારે?ઉજ્વણીનું નામ

શૈક્ષણિક ઈનોવેશન-શિક્ષણની ગુણવતા પંથે

ગુજરાતનાં પ્રતિષ્ઠિત લેખકોની કલમે કંડારાયેલ-પ્રેરણાત્મક વિચારો