સાતત્યપૂર્ણ વિકાસ માટે પાણી -શૈલેષ રાઠોડ https://www.blogger.com/blogger.g?blogID=8843153391174993882#editor/target=post;postID=888799183313946229 કહેવાય છે-“ધ વર્ડ ઓફ ટુડે ઈઝ ધ પ્રોડક્ટ ઓફ સાયન્સ ’ સાચી વાત છે અને...આ વિકાસનું એન્જિન એટ્લે પાણી. પાણી એ તમામ પ્રકારના જીવન અને સાતત્યપૂર્ણ વિકાસ માટે માટે ખૂબ જ અનિવાર્ય અને મૂલ્યવાન કુદરતી સ્ત્રોત છે.જળ સ્ત્રોતો મર્યાદિત છે. દેશ દુનિયાની સંગીન આર્થિક સ્થિતિ માટે પાણીનું મહત્વ નિર્વિવાદ છે. પર્યાવરણમાં થઈ રહેલા પ્રતિકૂળ ફેરફારો , અપૂરતો અને અનિયમિત વરસાદ , વધતું જતું ઔદ્યોગીકરણ , વસતિ વધારો , ભૂગભજળનો ઉપયોગ , ઘરવપરાશ માટે વધતી જતી પાણીની માંગ , વગેરેને કારણે જળ સ્ત્રોતો દિવસે દિવસે ઘટી રહ્યાં છે. સાતત્યપૂર્ણ વિકાસમાં પાણીનું મહત્વ સમજવું ત્યારે ગુજરાતની સ્થિતિ જણાવું. ગુજરાતમાં કુલ ઉપલબ્ધ જળ સ્ત્રોતો માં (સપાટી ઉપરનાં અને ભૂગર્ભજળ) લગભગ 55,600 મીલીયન ઘનમીટર ( 38,100 મીલીયન ઘનમીટર સપાટી ઉપરનાં જળ અને 17,500 મીલીયન ઘનમીટર ભૂગર્ભજળ) પાણી હોવાનો અં...