પોસ્ટ્સ
એક સંનિષ્ઠ શિક્ષક આનંદ કુમાર અને એનું ”સુપર-૩૦” અભિયાન Anand Kumar: Real life Superman
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
એક સંનિષ્ઠ શિક્ષક આનંદ કુમાર અને એનું ”સુપર-૩૦” અભિયાન સમાજને સાચા માર્ગે ચલાવવાવાની અને મૂલ્યોનું સિંચન કરી પથદર્શક બનવાની સૌથી મોટી જવાબદારી ઈશ્વરે શિક્ષકને સોંપી છે એવું હું સ્પષ્ટ માનું છું. શિક્ષનો વ્યવસાય પવિત્ર અને સન્માનીય છે.મન ખોલી,દિલ થી ઈશ્વર કાર્યમાં ઝંપલાવનાર શિક્ષક આજે વિશ્વના શ્રેષ્ઠ ઉદાહરણો બન્યા છે. બિહારમાં સેવારત આનંદકુમારની કાર્યપધ્ધતી અને સેવાનિષ્ઠાની વાત હું હમેશા મારા સેમિનારમાં તેમજ મારા સાથી શિક્ષક મિત્રો,વિધાર્થીઓને કરું છું. બિહારમાં ભણીને ગ્રેજયુએટ થનાર આનંદકુમાર ટપાલ ખાતામાં કારકુનની નોકરી કરનારના પુત્ર છે ! બાળપણથી ગણિતમાં રસ હોવાથી તે વિષય પર જ્ઞાન એકત્રિત કરતા રહીને ગણિત પર નંબર થિયેરી પર લેખ લખે છે,જે મેથેમેટિક્સના ગેઝેટમાં પ્રકાશિત થતાં તેઓને વધુ અભ્યાસ માટે કેમ્બ્રિજ યુનીવર્સીટી એડમીશન આપે છે ! અચાનક પિતાનું અવસાન થતાં અને વિદેશ ભણવા જવાની આર્થીક પરિસ્થિતિ ન હોવાથી,આનંદકુમાર કેમ્બ્રિજ જઈ શકતા નથી ! તેઓ દિવસે પોતાનો ગણિત અભ્યાસ ચાલુ રાખે છે અને સાથે સાથે પોતાની માતા સાથે પાપડ વેચવાનું કામ કરતા રહે છે ...
વેદનાની આરપાર નિહાળેલો આનંદ ……સ્વ.ભૂપત વડોદરિયા
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
વેદનાની આરપાર નિહાળેલો આનંદ ……સ્વ.ભૂપત વડોદરિયા અમેરિકાની એક અગ્રણી કવિયત્રી તરીકે આજે પણ જેની ગણના થાય છે તે ઈમિલી ડિકિન્સન એક ગરીબ અને દુઃખી નારી હતી, પણ તે દુઃખી અને ગરીબ હોવા છતાં તેનાં સ્વમાન અને સ્વતંત્રતા અકબંધ રહ્યાં હતાં. તેના મૃત્યુને એક સૈકાથી વધુ સમય વીતી ગયો છતાં આજે પણ તમે તેની કવિતા પર નજર કરો તો તરત તેના હૃદયમાંથી ઊગેલી લીલીછમ કાવ્યમાલા તમારી આંખને ભીની કર્યા વગર ન રહે – માત્ર ભીની જ નહીં કરે, તે તમારી નજરને થોડી વધુ તેજીલી અને વધુ સ્નેહભરી બનાવ્યા વગર નહીં રહે. પોતાનાં કાવ્યો વિશે ઈમિલી ડિકિન્સન કહે છે : ‘આ (કાવ્યો) જગતને મેં લખેલો એક પત્ર છે. દુનિયાએ મને કદી જવાબ આપ્યો નથી. મારો આ સંદેશો મેં નહીં જોયેલા હાથમાં હું મૂકું છું. એને સદભાવથી મૂલવજો.’ ઈમિલી અમેરિકામાં એમહર્સ્ટ (મેસેચ્યુસેટ્સ) ખાતે ઈ.સ. 1830માં જન્મી હતી અને છપ્પન વર્ષની ઉંમરે ઈ.સ. 1886માં મૃત્યુ પામી. તેણે લગભગ સત્તરસો કાવ્યો લખ્યાં હતાં પણ તેમાંથી બહુ જૂજ કાવ્યો તેના જીવનકાળ દરમિયાન પ્રગટ થયાં હતાં. એકપણ કાવ્યસંગ્રહ તેની હયાતીમાં બહાર પડ્યો નહોતો. તેના મૃત્યુ પછી તેના ત્રણ કા...