ગાંધીજીના સ્વપ્નનું ભારત

ગાંધીજીના સ્વપ્નનું ભારત “માનવી પ્રેમનું મંદિર બનાવે નહીં કે પથ્થરનું” “ સત્યના શોધકે મૌન રહેવું જોઈએ. સત્ય એજ ઈશ્વર છે.” “ કોઈ એક કર્મ દ્વારા ફક્ત એક જરૂરિયાતમંદ હ્રદયની સેવા હજારો માથાઓના પ્રાર્થનામાં ઝૂકવા કરતા વધારે સારી છે.” “મિત્રો સાથે મિત્રાચારી નિભાવવી એ તો સહેલું છે પણ શત્રુઓ સાથે પણ મિત્રો જેવો વ્યવહાર કરવો એ સાચા ધર્મનો સાર છે.બીજું બધું તો માત્ર ધંધો કરવા સમાન છે. ’ “જો આપણે જગતને સાચી શાંતિના પાઠ ભણાવવા હોય અને આપણે યુદ્ધો સામે ખરેખરનો જંગ છેડવો હોય તો આપણે બાળકોથી શરૂઆત કરવી જોઇએ. ’ “તમારે માણસાઈમાંથી વિશ્વાસ ગુમાવી દેવો જોઇએ નહિં કારણ માણસાઈતો મહાસાગર જેવી છે.મહાસાગરમાં થોડાંઘણાં ટીપાં ખરાબ હોય તો આખો મહાસાગર કંઈ ખરાબ બની જતો નથી. મહાત્મા ગાંધીના આ વિચારો આજે પીએન ઉત્તમ ભારત નહીં પીએન ઉત્તમ વિશ્વ બનાવવા માટે સમર્થ છે. ગાંધીજીના સ્વપ્નનું ભારત પ્રેમ , શાંતિ , કોમી એખલાસ અને સમાનતાનું હતું.દેશ પ્રગતિના પંથે આગળ વધે અને કાયમી એકરૂપતા-ભાઈચારો જળવાઈ રહે . સત્ય દરેક ભારતીયનું ઘરેણું હોય અને અહિંસા દેશમાથી કાયમી ધોરણે દૂર થ...